Gujarat Weather Updates : ગુજરાતમાં ચોમાસું હવે પૂરા જોર પર છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ નાવકાસ્ટ બુલેટિન મુજબ, આગામી 48 કલાક રાજ્ય માટે અત્યંત મહત્વના અને જોખમી સાબિત થઈ શકે છે. રાજ્યમાં એકસાથે 6 વરસાદી સિસ્ટમો (ટ્રફ, શિયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, સીઝનલ ટ્રફ અને લો-પ્રેશર) સક્રિય થતાં સમગ્ર ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ જોવા મળી શકે છે. ભરૂચ અને મહીસાગર તેમજ સુરતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈક કોઈક ભાગમાં જડ ભરાવની શક્યતા રહેશે. હવે ભારેખમ વરસાદનું વહન છે.
Gujarat Weather Forecast: ગુજરાત સહિત અનેક રાજ્યોના હવામાનમાં પલટો આવ્યો હતો. પરંતુ હવે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. પરંતુ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. હજુ પણ ઘણી જગ્યાએ વરસાદની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ આજે તાપમાનમાં ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગે આજે 14 જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે.
Narmada Dam: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક સામાન્ય વધતા ફરી 5 દરવાજા 1.65 મીટર સુધી ખોલાવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક 94,128 ક્યુસેક થઈ રહી છે.
Ambalal Patel Monsoon Prediction: ગુજરાતમાં ચોમાસા લગભગ વિદાય થવાનું હોય તેવું વાતાવરણ સર્જાયું છે. ભાદરવાનો તાપ શરૂ થયો છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેથી લોકોને ઉનાળાના આરંભ જેવી ગરમીનો અનુભવ થવા માંડ્યો છે.
Ambalal Patel Forecast: અંબાલાલ પટેલે નવરાત્રિ આસપાસ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે અંબાલાલ પટેલે પણ નવરાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી આપી દીધી છે. એટલે ગરબા રસિકોના અરમાનો પણ પાણી ફરી વળે તેવા ઘાટ ઘડાશે.
Sardar Sarovar Dam: રાજ્યમાં મેઘરાજા મન મુકી વરસી રહ્યા છે. કેટલાક વિસ્તારોને તો વરસાદે ઘમરોળ્યું હોય તેવું લાગી રહ્યું છે. જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.
Ambalal Patel Forecast: અંબાલાલ પટેલની ફરી એક આગાહી આવી ગઈ છે. નવરાત્રિ આસપાસ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે અંબાલાલ પટેલે પણ નવરાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી આપી દીધી છે. એટલે ગરબા રસિકોના અરમાનો પણ પાણી ફરી વળે તેવા ઘાટ ઘડાશે. એ સિવાય આગામી પાંચ દિવસ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Heavy Rainfall Alert: ફરી એકવાર બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનવાનું શરુ થઈ ગયું છે. જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ પર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે. જો આ ડીપ ડિપ્રેશન ગુજરાત સુધી આવે તો ફરીથી વરસાદી સંકટ લાવશે.
Ambalal Patel Rain Update: ઉત્તર ગુજરાત બાદ હવે ફરીથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પહોંચ્યો છે. આજે નવસારીના વાંસદામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ડાંગના વઘાઈ અને ભરૂચના વાલિયામાં દોઢથી પોણા બે ઈંચ સુધી વરસાદ પડ્યો છે. બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બન તે સિસ્ટમ કદાચ વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે.
Ambalal Patel Rain Forecast: અંબાલાલ પટેલે આજે ગુજરાત રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
Ambalal Patel Rain Forecast: દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 16થી 24 ઓગસ્ટ વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને, મધ્ય ગુજરાત, કચ્છ અને પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદના એસજી હાઈવે, સોલા, ગોતા, એલિસબ્રિજ, પાલડી, જમાલપુર, લાલદરવાજા, ખાડિયા, આંબાવાડી, શ્યામલ, માણેકબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
Ambalal Patel Varsad Agahi: અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે. 15 ઓગસ્ટથી ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. એટસ્મોફેરિંગ વેવ મજબૂત થતાં બંગાળના ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. જેથી દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદથી પૂરની સ્થિતિ પણ પેદા થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. જો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો ફરી એક વખત લોકોને મુશ્કેલી ભોગવવી પડશે.
સૌથી પહેલાં તમે નવસારીના બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારના આ દ્રશ્યો. બીલીમોરાના દેગામવાળાની ચાલ, વાડિયા શિપયાર્ડ વિસ્તારમાં લોકોના ઘરમાં નદીનું પાણી ઘૂસી ગયું છે. ઘરમાં પાણી ભરાવાના કારણે લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા હતા.
Paresh Goswami Forecast: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગેનું અનુમાન કર્યુ છે. જેમાં તેમણે જણાવ્યું છે કે જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ સારો વરસાદ વરસશે. ઓગસ્ટ મહિનો તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો રહે તેવું અનુમાન છે.
Ambalal Patel Prediction about Rainfall: આગાહીકાર અંબાલાલ પટેલે એવી તો શું આગાહી કરી છે કે જેના લીધે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અંબાલાલ પટેલે અગાઉ આપી હતી. જાણો ગુજરાતના માટે તોળાઈ રહ્યું છે કયું મોટું સંકટ. લખી રાખજો!! હવે પછી ગુજરાતમાં ક્યાં અને ક્યારે પડી શકે છે ભારે વરસાદ, અંબાલાલની ભયાનક આગાહી...
Ambalal Patel Rain Forecast: 2થી 5 ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશ સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની સાથો-સાથ અંબાલાલ કાકાએ પણ વરસાદનું અલ્ટીમેટમ આપી દીધું છે. હવામાન વિભાગની સાથો-સાથ અઆગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરી દીધી છે.
Ambalal Patel Rain Forecast: 2 ઓગસ્ટથી ફરીથી ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને 2 થી 4 ઓગસ્ટના ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવેલું છે. 30 થી 40 કલાક પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફંકાવાની શક્યતા છે. હવામાન વિશે વધુ માહિતી ખાસ જાણો અને સતર્ક રહો. આગાહીકાર અંબાલાલ પટેલે પણ શું આગાહી કરી છે તે ખાસ જાણો.
Ambalal Patel Prediction:અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 2 ઓગસ્ટથી સૂર્ય આશ્વલેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આશ્વલેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે. અંબાલાલ પટેલે કહ્યું કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે. 6-7 ઓગસ્ટે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે.
Gujarat Weather Forecast News: હવામાન વિભાગે 31 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વઘુ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બનાસકાંઠાના વડગામ, લાખણી, પાલનપુર, ભાભર, સુઈગામ, થરાદ, કાંકરેજ અને ધાનેરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. વડગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થતાં અનેક ગ્રામીણ પંથકોના રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે.
ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. સાબરકાંઠામાં મેઘાએ તોફાની બેટિંગ કરી હતી. અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.