traffic rules

Ahmedabad: હવે રોકડા રૂપિયા નથી એવું બહાનું નહી ચાલે, પોલીસ POS મશીન દ્વારા વસૂલશે દંડ

લોકો જે બહાના કરતા હતી કે રોકડા રૂપિયા નથી સાથે ઓનલાઇન (Online) દંડ ભરી તો પાવતી નથી મળતી ત્યારે હવે લોકોને આ ખોટા બહાના નહિ ચાલે કારણે ટ્રાફિક પોલીસ પાસે ૧૫૦ પીઓએય મશીન આવી ગયા છે.

Jul 30, 2021, 06:42 PM IST

Traffic Rules: વાહન ચલાવતી વખતે ફોન પર આ રીતે વાત કરશો તો નહી થાય દંડ, પરિવહન મંત્રાલયે આપી જાણકારી

અધિનિયમ 2019 ની કલમ 184 (ગ) માં મોટર ચલાવતી વખતે હેન્ડ હેલ્ડ કોમ્યુનિકેશન ઉપકરણોનો ઉપયોગ કરવા માટે દંડની જોગવાઇ છે. 

Jul 29, 2021, 11:50 PM IST

Police સામે પોલીસની કાર્યવાહી, પોલીસ કર્મચારીઓ જો હવે ટ્રાફિક નિયમનનો ભંગ કરશે તો ખેર નથી

પોલીસ કર્મચારીઓ જો હવે ટ્રાફિક નિયમનનો ભંગ કર્યો તો ખેર નથી. કારણ કે ટ્રાફિક JCP દ્વારા આવા કર્મચારીઓ સામે લાલ આંખ કરીને દંડાત્મક કાર્યવાહી કરવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું છે.

Jul 26, 2021, 09:05 PM IST

Surat Police દ્વારા શરૂ કરાઇ અનોખી ઝુંબેશ, ભણાવી રહી છે ગાંધીગીરીના પાઠ

લોકોના વાહનો પર આઈ ફોલોના સ્ટીકર લગાડવામાં આવ્યા છે. તો બીજી તરફ નિયમ (Rules) તોડનારા લોકોને નિયમ પાળવા માટેની શપથ પણ લેવડાવવામાં આવી રહી છે. 

Jul 22, 2021, 02:30 PM IST

Traffic Rules તોડતા ચેતજો, કોરોના બાદ ફરી ટ્રાફિક વિભાગે અમદાવાદમાં શરૂ કર્યા E-Memo

જો કે આ સિવાય પણ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક (Traffic) ના નિયમ નો ભંગ કરનાર પાસેથી સ્થળ દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે. અને આગામી દિવસો માં ટ્રાફિકના નિયમનું કડકપણે અમલ કરાવવામાં આવશે.

May 30, 2021, 06:11 PM IST

Driving દરમિયાન ગુગલ મેપનો ઉપયોગ ન કરો, નહીં તો મળી શકે છે 5 હજારનો Memo

તાજેતરમાં Google Map નો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. પરંતુ જો તમે ડ્રાઇવિંગ દરમિયાન હાથમાં મોબાઈલ ફોન લઇને ગુગલ મેપનો ઉપયોગ કરો છો તો તમારા ખિસ્સાને ભારે નુકસાન થઈ શકે છે.

Feb 14, 2021, 12:46 PM IST

અકસ્માત કરનાર આરોપીઓએ પોતાની ભૂલ સ્વીકારી, કહ્યું-અમારા જેવી ભૂલ તમે ન કરતા, ટ્રાફિક નિયમો પાળો

  • નવેમ્બર માસના ત્રીજા રવિવારને માર્ગ અકસ્માત પીડિત સ્મૃતિ દિવસ યોજવામાં આવે છે.
  • કાર્યક્રમમાં અકસ્માત મૃત્યુ પામેલા સગા-સંબંધીઓ સાથે અકસ્માત કરનાર આરોપીઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા  

Nov 15, 2020, 02:03 PM IST

Driving License અને ઈ-ચલણના બદલાઈ રહ્યા છે નિયમો, ખાસ જાણો નહીં તો પસ્તાશો 

દેશમાં મોટાભાગના લોકો કાર કે બાઈક ચલાવતી વખતે માને છે કે ફેક દસ્તાવેજો બતાવીને ટ્રાફિક પોલીસ(Traffic Police) થી બચી જવાશે. વાત પણ સાચીછે કારણ કે મોટાભાગના રાજ્યોમાં ટ્રાફિક પોલીસ પાસે દસ્તાવેજોને તરત જ ચકાસણી કરવા માટે સુવિધા હોતી જ નથી. પરંતુ હવે એવું નહીં થાય. હવે ટ્રાફિક અધિકારીઓ પાસે તમારા દરેક ડોક્યુમેન્ટ પહેલેથી હાજર રહેશે. 

Sep 27, 2020, 10:19 AM IST

કોરોના કહેર વચ્ચે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરાઇ I FOLLOW મુહિમ, જાણો કેમ

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નવી મુહિમ શરૂ કરવામાં આવી છે. લોકડાઉન વચ્ચે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ ફટકારવામાં આવતો હતો. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ મુહિમ અંતર્ગત લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવામાં આવશે.

Jul 6, 2020, 05:15 PM IST

વિદેશ જવા માંગો છો અને ટ્રાફિક રૂલ્સ તોડો છો તો પાસપોર્ટ-વીઝા થઇ શકે છે રદ

હવે વિદેશ જવાની ઇચ્છા ધરાવનાર ટ્રાફિક નિયમો (Traffic Rules)નું ઉલ્લંઘન કરવું પડી શકે છે. આમ કરતાં તેમના પાસપોર્ટ (Passport) અને વીઝા (VISA) રદ થઇ શકે છે.

Jan 24, 2020, 03:55 PM IST

રૂમના કબાટ ઉપર નોટ ચિપકાવી રીક્ષાચાલકનું Suicide, નવા ટ્રાફિકના નિયમોને મોત માટે જવાબદાર ગણાવ્યાં

સુરત (Surat) માં આત્મહત્યાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આપઘાત કરનાર રીક્ષાચાલકે ટ્રાફિકના નવા નિયમો (Traffic rules) ને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા છે. એટલું જ નહિ, આ કારણોથી ગરીબીમાં આવી ગયેલા રીક્ષાચાલકે પોતાની રિક્ષા વેચી અંતિમ ક્રિયા કરવા પરિવારને સ્યૂસાઈડ નોટમાં અપીલ કરી છે. 

Dec 20, 2019, 10:39 AM IST

હેલમેટના કાયદો કેન્સલ કરાયાના મુદ્દે CM રૂપાણીએ આપ્યું મોટું નિવેદન

ગુજરાતમાં હેલ્મેટ (Helmet) નો કાયદો હાલ પૂરતો માત્ર મુલતવી રાખ્યો છે તેવું નિવેદન મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા આપવામાં આવ્યું. હેલમેટના કાયદો ગુજરાતમાં અમલી નહીં થાય તે પ્રકારના અહેવાલોને આધારે રાજ્ય સરકારની મુશ્કેલી વધી હતી ત્યારે આ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો છે.

Dec 19, 2019, 12:17 PM IST

આજથી દેશભરમાં Fastagનો અમલ શરૂ, વાહન ચલાવનાર દરેક વ્યક્તિ માટે મહત્વનો છે આ નિયમ

આજથી દેશભરના તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ (Fastag) ફરજિયાત કરવામાં આવ્યું છે. દેશના તમામ ધોરીમાર્ગો પરથી પસાર થવા માટે વાહનમાં ફાસ્ટેગ નહિ હોય તો ડબલ ટોલ ટેક્સ ભરવો પડશે. જે વાહનોમાં ફાસ્ટેગ નહિ હોય તેમણે ગુજરાત (Gujarat) સહિત દેશનાં તમામ ટોલ બૂથ પર દરેક વખતે બે ગણો ટેક્સ ભરવો પડશે. કેન્દ્ર સરકાર (BJP Government) તરફથી ફાસ્ટેગ ફરજિયાત કરવાનાં જે કારણો છે તેમાંથી એક છે ટોલ બૂથ પર લાંબી લાઈનોમાથી મુક્તિ. બીજું કારણ છે સમયનો બચાવ અને ત્રીજું કારણ છે તમામ ટોલ પ્લાઝાને માનવ રહિત કરાશે. તો હવે ટેકનોલોજીની મદદથી તમારો ટોલ ટેક્સ કપાશે. 

Dec 15, 2019, 09:16 AM IST

AMC : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સંકલનનો અભાવ, જુઓ વરવુ ઉદાહરણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ તંત્ર વચ્ચે સંકલનનો કેટલો મોટો અભાવ છે તેનુ વરવુ ઉદાહરણ અખબારનગર વિસ્તારમાં સામે આવ્યુ છે. જ્યાં એએમસીના પશ્ચિમ ઝોન વિભાગ દ્વારા સ્પીડ બ્રેકર ઉપર થર્મોપ્લાસ્ટિક કલરથી સફેદ પટ્ટા દોરવામાં આવ્યા. અને તેના બે દિવસમાં એએમસીના જ પ્રોજેક્ટ વિભાગ દ્વારા તેના ઉપર માઇક્રો સરફેસ વર્ક કરીને તે પટ્ટા મીટાવી દેવામાં આવ્યા. 

Dec 6, 2019, 03:41 PM IST
Surat People Pay Fine Of Over 20 Lakh In 24 Hours PT2M37S

સુરતીલાલાઓએ 24 કલાકમાં ભર્યો 20 લાખથી વધુનો દંડ

સુરતમાં નવા નિયમો બાદ રેકોર્ડબ્રેક વસુલાત કરવામાં આવી છે. ટ્રાફિકના નવા નિયમોને લઇને પોલીસની વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. એક જ દિવસમાં 20.56 લાખનો દંડ વસુલ્યો છે. ટ્રાફિક અને સ્થાનિક પોલીસે દંડની વસુલાત કરી છે. સ્થળ ઉપર જ દંડની વસુલાત કરવામાં આવી હતી. સ્થળ પર દંડ ઉપરાંત લાખોના ઈ મેમો પણ આપવામાં આવ્યા છે.

Dec 1, 2019, 02:25 PM IST

ટ્રાફિકનો નિયમ તોડ્યો તો સોશિયલ મીડિયા પર વાયરલ થશે તમારો ફોટો, જરૂર વાંચો આ સમાચાર

ટ્રાફિક નિયમ (Traffic Rules) તોડનારને પાઠ ભણાવવા માટે નોઇડા વહિવટી તંત્ર (Noida Authority)એ અનોખું અભિયાન શરૂ કર્યું છે. નોઇડામાં જો તમે ટ્રાફિક નિયમો (Traffic rules)નું ઉલ્લંઘન કર્યું તો તમારી ગાડીની સાથે તમારો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral onSocial Media) કરવામાં આવશે. તેના માટે પરિવહન વિભાગે ટ્રેન્ડ ફોટોગ્રાફર નિયુક્ત કર્યા છે. જે નિયમ તોડનારનો ફોટો પરિવહન વિભાગને મોકલે છે. 

Nov 26, 2019, 01:12 PM IST
Corporator Do Not Follow Traffic Rules In Vadodara PT4M42S

વડોદરાના કોર્પોરેટરોને નથી કોઇનો ડર, ટ્રાફિકના નવા નિયમ ઘોળીને પી ગયા

વડોદરામાં સોમવારે કોર્પોરેટર દ્વારા ટ્રાફિકના નવા નિયમોનું પાલન ન કરતા હોય તેવું જોવા મળ્યું હતું.

Nov 5, 2019, 10:55 AM IST

વડોદરામાં ટ્રાફિક પોલીસનું ચેકિંગ, સાણસામાં આવ્યા નગરપાલિકાના વાહનો

વડોદરા (Vadodara) માં ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા સતત ત્રીજા દિવસે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નવા નિયમો (Traffic rules) પ્રમાણે લોકોને દંડ ફટકાર્યો છે. ટ્રાફિક પોલીસે વિવિધ ટીમો બનાવી કાલાઘોડા સર્કલ, ગેંડા સકર્લ, ફતેગંજ સર્કલ, દાંડિયા બજાર ચાર રસ્તા, લહેરીપુરા દરવાજા, ચકલી સર્કલ સહિતના વિસ્તારોમાં ડ્રાઈવ યોજી ટ્રાફિકના નિયમનું પાલન ન કરનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે. કાલાઘોડા સર્કલ પાસે ટ્રાફિક પોલીસે સામાન્ય વાહન ચાલકોની સાથે સાથે સરકારી વાહન ચાલક સામે પણ કાર્યવાહી કરી છે. 

Nov 3, 2019, 01:07 PM IST
Today New Motor Vehicles Act Apply In Gujarat PT3M11S

વાહન ચાલકો સાવધાન! એક પણ નિયમ તોડ્યો તો ભરવો પડશે દંડ

રાજ્યમાં 1 નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમનું અમલ ચાલુ થવા જઇ રહ્યો છે. નવા ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા માટે આરટીઓ, પોલીસ સહિતનો સમગ્ર તંત્ર સજ્જ છે. આરટીઓમાં લાયસન્સ માટે વાહન ચાલકોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. અનેક વાહનો દ્વારા પણ એચએસઆરપી નંબર પ્લેટ માટે અરજી આપી દેવામાં આવી છે જો કે હજી સુધી પ્લેટ પણ આવી નથી. જેના કારણે લોકોમાં નિયમ લાગુ થવાની આગલી રાત્રે ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.LIVE: એકતા દિવસે કેવડિયાથી PM મોદીનું IAS પ્રોબેશનરી અધિકારીઓને સંબોધન, કહી મહત્વની વાતઆ અંગે ગુજરાત સરકારમાં મંત્રી આરસી ફળદુએ જણાવ્યુ કે, 1 નવેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ કડકરીતે લાગુ કરવામાં આવશે.

Nov 1, 2019, 08:45 AM IST
 Police created a master plan before the new traffic rules came into force PT8M45S

નવા ટ્રાફિક નિયમો લાગુ થયા પહેલા પોલીસે બાનાવ્યો માસ્ટર પ્લાન

નવો મોટર વ્હીકલ એક્ટ દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે, જોકે ગુજરાત સરકારે દંડમાં રાહત આપી હતી, અને લોકોને સુવિધા મળે અને તકલીફ ન પડે તે માટે 31મી ઓક્ટોબર સુધી હેલ્મેટ, પીયૂસી અને HSRP નંબર પ્લેટમાં છૂટછાટ આપી હતી. સરકારે આપેલી છૂટછાટ 1લી નવેમ્બરથી પુરી થશે જેથી, પોલીસ વિભાગ ફરી કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.

Oct 31, 2019, 08:35 PM IST