આ વીડિયો ગેમ આગળ તો PUBG પણ ટકી શકી નહીં, બની દુનિયાની નંબર વન ગેમ

જો તમે વિચારી રહ્યા છો કે PUBG Mobile દુનિયાની નંબર વન ગેમ છે, તો તમે સંપૂર્ણપણે ખોટા છો. આથી વધુ ચોંકાવનારી વાત એ છે કે PUBG Mobile ગેમ પણ વિશ્વની ટોચની ત્રણ લોકપ્રિય ગેમમાં શામેલ નથી. આજે અમે તમને વિશ્વની સૌથી વધુ રમવામાં આવતી ગેમ વિશે જણાવી રહ્યા છીએ. તમે કદાચ આખી દુનિયામાં કેટલીક ગેમ્સ વિશે પણ સાંભળ્યું ન હોય.  

Jan 12, 2021, 05:52 PM IST
1/5

PUBG Mobile નથી સૌથી પોપ્યુલર ગેમ

PUBG Mobile નથી સૌથી પોપ્યુલર ગેમ

જી હા, તે સાચું છે કે હવે PUBG Mobile દુનિયાની સૌથી વધુ રમવામાં આવતી ગેમ નથી. વર્ષ 2020માં PUBG Mobile સૌથી વધુ લોકપ્રિય ગેમ્સની સૂચિથી પાછળ છે. Apptopiaએ તેના નવા અહેવાલમાં ખુલાસો કર્યો છે કે અન્ય ઘણી ગેમ્સ ડાઉનલોડ્સ અને કમાણીની બાબતમાં PUBG Mobileને પાછળ છોડી ગઈ છે.

2/5

Among Us દુનિયાની પ્રથમ નંબરની ગેમ

Among Us દુનિયાની પ્રથમ નંબરની ગેમ

નામ તમારા માટે નવું હોઈ શકે. પરંતુ Among Us હવે વિશ્વની સૌથી લોકપ્રિય ગેમ બની ગઈ છે. Apptopiaએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, Among Us 2020ની સૌથી લોકપ્રિય ગેમ રહી છે. ગયા વર્ષે, તે લગભગ 26.4 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. માત્ર યુ.એસ. માં લગભગ 4.1 કરોડ લોકોએ આ ગેમ ડાઉનલોડ કરી.

3/5

Subway Surfers છે બીજા સ્થાને

Subway Surfers છે બીજા સ્થાને

આશ્ચર્યજનક બાબત એ છે કે PUBG ગેમને આ રેન્ક પણ મળ્યો નથી. ડેનમાર્કમાં Subway Surfers શ્રેષ્ઠ ગેમ્સની યાદીમાં બીજા ક્રમે છે. આ રમત વિશ્વભરમાં 22.7 મિલિયન વખત ડાઉનલોડ થઈ છે.

4/5

ત્રીજી સૌથી લોકપ્રિય ગેમ છે Garena Free Fire

ત્રીજી સૌથી લોકપ્રિય ગેમ છે Garena Free Fire

Garena Free Fire ગેમ જોકે, PUBF Styleની વોર ગેમ છે. પરંતુ તેની ચોંકાવનારી બાબત એ છે કે Garena Free Fireને વિશ્વમાં PUBG કરતા વધારે પસંદ કરવામાં આવી રહી છે. 2020માં આ રમત 21.8 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી હતી.

5/5

PUBG Mobile છે ચોથી લોકપ્રિય ગેમ

PUBG Mobile છે ચોથી લોકપ્રિય ગેમ

ગત વર્ષે, PUBG Mobile ફક્ત 17.5 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. ભારત-ચીન સરહદ વિવાદ પછી ભારતમાં PUBG Ban (PUBG Mobile App Banned in India)ની સીધી અસર અહીં જોવા મળી છે. જો કે, કંપની ભારતમાં ફરીથી રીલોન્ચ (PUBG Mobile Relaunch) કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ અત્યારે કોઈ આશાની કિરણ જોવા મળી રહી નથી.