PHOTOS: સાનિયા મિર્ઝાની બહેનની સાથે પૂર્વ ક્રિકેટરના પુત્રએ માણી IPLની મજા, તસ્વીરો થઈ વાયરલ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2019માં હૈદરાબાદ અને કોલકત્તાના મેચ દરમિયાન ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પોતાની બહેન અનમ મિર્ઝાની સાથે મેચ જોતી નજરે પડી હતી. આ દરમિયાન તેની સાથે પૂર્વ ક્રિકેટર અઝહરુદ્દીનનો પુત્ર અસદુદ્દીન પણ જોવા મળ્યો હતો. 

નવી દિલ્હીઃ ઈન્ડિયાની ટી20 લીગ (IPL)ની 12મી સિઝનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદના મુકાબલા દરમિયાન ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા અને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનના પુત્ર અસદુદ્દીન સ્પોટ થયા. ગત દિવસોમાં અનમ દેશની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના પુત્ર અનમની સાથે રિલેશનશિપને લઈને ચર્ચામાં રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બંન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. અનમ અને અસદ આ વર્ષના અંત સુધી નિકાહ કરવાના છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર કરીએ તો અનમની બહેન સાનિયા પણ થોડા સમય પહેલા અસદના ફોટો પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેર કરીને આ સંબંધને પાક્કો કરવાની તરફ ઇશારો કરી ચુકી છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ અનમ અને અસદ સાથે જોડાયેલી સ્ટોરી અને તસ્વીરો... 
 

અનમ અને અસદ

1/6
image

થોડા દિવસો પહેલા જ સાનિયા મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ પર અસદની સાથે એક તસ્વીર પોસ્ટ કરી અને કેપ્શનમાં દિલ આકારવાળા ઇમોટિકોનની સાથે ફેમેલી લખ્યું.આ પોસ્ટે તે વાતને સમર્થન આપ્યું કે, સાનિયા તરફથી આ સંબંધને લીલી ઝંડી મળી ગઈ છે. 

અસર અને સાનિયા

2/6
image

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા અને પૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડી મોહમ્મદ અઝહરુદ્દીનના પુત્ર અસદના લગ્નની અટકળો વચ્ચે સાનિયા અસદને પોતાના પરિવારના સભ્યોમાંથી એક જણાવી ચુકી છે. 

અનમ અને સાનિયા

3/6
image

રિપોર્ટ્સ પ્રમાણે ટેનિસ સ્ટાર સાિયાની બહેન અનમ મિર્ઝા આ દિવસોમાં અસદને ડેટ કરી રહી છે અને બંન્નેના લગ્ન આ વર્ષના અંતમાં થશે. પરંતુ તેની સત્તાવાર ખાતરી હજુ થઈ નથી. 

4/6
image

અનમે આ પહેલા હૈદરાબાદના બિઝનેસમેન અકબર રશીદ સાથે 2016માં લગ્ન કર્યાં હતા. પરંતુ આ સંબંધ વધુ દિવસ ન ચાલ્યો અને આ કપલે ગત વર્ષે તલાક લઈ લીધા હતા. ત્યારબાદ અનમ અસદની નજીક આવી હતી. 

 

પિતા મોહમ્મદ અઝહરુદ્દીનની સાથે અસદ

5/6
image

વર્કફ્રડની વાત કરીએ તો અનમ મિર્ઝા ફેશન આઉટલેટ ધ લેબલ બાઝારની માલિક છે. તે અસદથી ત્રણ વર્ષ મોટી પણ છે. 

6/6
image

તો અસદ પોતાની પિતાની જેમ ક્રિકેટર બનવા ઈચ્છે છે. તે આ દિવસોમાં ગોવા તરફથી રણજી ટ્રોફી રમે છે.