સ્વાદપ્રેમીઓના મોઢામાં આવી જશે પાણી! ગુજરાતમાં અહીં યોજાયું વિસરાતી જતી વાનગીઓનું પ્રદર્શન
બુરહાન પઠાણ/આણંદ: આજનાં ફાસ્ટફુડનાં સમયમાં પરંપરાગત દેશી પૌષ્ટીક વાનગીઓ વિસરાતી જાય છે. ત્યારે નવી પેઢીઓએ એવી કેટલીક વાનગીઓનાં નામ પણ નહી સાંભળ્યા હોય ત્યારે નવી પેઢી પૌષ્ટીક દેશી વાનગીઓનો સ્વાદ માણે અને દેશી વાનગીઓ તરફ નવી પેઢી વળે તે માટે આણંદની ડી.એન હાઈસ્કુલમાં ચટકારો દેશી લુપ્ત થતી જતી વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
આજે પીઝા-બર્ગર જેવા ફાસ્ટફુડનાં સમયમાં દેશી પરંપરાગત પૌષ્ટીક વાનગીઓ વિસરાતી જાય છે, એવી અનેક વાનગીઓનો સ્વાદ આજની યુવા પેઢીએ ચાખ્યો તો નહી જ હોય પરંતુ તેનાં નામ પણ સાંભળ્યા નથી.
ત્યારે આજની યુવા પેઢી આપણી પરંપરાગત વાનગીઓ જાણે અને તેનો સ્વાદ માણે તે માટે આણંદની ડી.એન હાઈસ્કુલમાં ચટકારો નામથી પરંપરાગત વાનગીઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જયાં યુવા પેઢી પરંપરાગત વાનગીઓ જોવા સાથે તેનો સ્વાદ પણ માણી શકશે.
આ પ્રદર્શનમાં બાજરીની ખીર, મેથી સરગવાાનાં પાનનાં તળ્યા વગરનાં ભજીયા, કુલેરનાં લાડુ, અડદનાં વડા, ભાજી રીગણ તુવેરનું શાક, દેશી કંટરાનું સાક, સુરણનું શાક, સરગવાનાં પાનનાં ભજીયા, બાજરીનું ઠાંઠુ, ચીલની કઢી, રીંગણનો ઓળો, સુંઠની સુખડી, બાજરી મકાઈ અને જુવારનાં રોટલા, કમળ કાકડી મુરીયાનું શાક, સરસવની ભાજી, કોળાનું શાક, દેશી કોઠમડા અને ચોરીનું શાક...
મકાઈનાં ફાડાની ખીચડી, ખારી ભીંડીનાં ફુલનું સરબત, ફણગાવેલી રાગીની ખિચડી, રાગીનાં ઢોકળા, સાતધાનનો ખિચડો, બીટનો હલવો સહિત વાનગીઓનું પ્રદર્શન રાખવામાં આાવ્યું છે.
Trending Photos