આણંદ

આણંદ : બાઈક પર જઈ રહેલા પિતા-પુત્ર અને કાકા પર ટેન્કર ફરી વળ્યું, ત્રણેયના મોત

આણંદના બોરીયાવી રાવળાપુર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં એક ટેન્કરે બાઈકને કચડી નાંખ્યુ હતું. આ અકસ્માતમાં બાઈક પર સવાર પિતા-પુત્ર અને કાકાનું મોત નિપજ્યું છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઈક ટેન્કરની નીચે ધસી ગયુ હતું અને ટેન્કરે ત્રણેયને બહુ જ બેરહેમીથી કચડ્યા હતા. 

Aug 15, 2021, 03:02 PM IST

આણંદમાં વિકૃતતાની હદ વટાવી, લઘુમતી સમાજના બે યુવકોએ ક્રુર રીતે ગાયની કતલ કરી

આણંદના ઓડ ગામે નવાપુરા વિસ્તારમાં એક વિકૃત ઘટના બની હતી. શનિવારે બપોરે લઘુમતી કોમના યુવકોએ ભેગા મળી એક ગાયને લાકડાના દંડા વડે ક્રુરતાપૂર્વક માર મારી હત્યા કરી હતી. વીડિયો વાયરલ (viral video) બાદ ગામમાં રોષની લાગણી ફેલાઈ છે. 

Jul 18, 2021, 11:33 AM IST

SP યુનિ.નો આવકારદાયક નિર્ણય, કોરોનાથી મરનાર વિદ્યાર્થીને આપશે મરણોપરાંત PhD ડિગ્રી

  • કોરોનાને કારણે મુકેશ ચૌબે નામના યુવકનું ગત 23 નવેમ્બર, 2020 ના રોજ મૃત્યુ થયું હતું
  • ગાઈડ પ્રો. ડો.નીરજકુમાર સિંહે યુનિવર્સિટીને મરણોપરાંત પીએચડી માટે તેના પેપર્સ રજૂ કર્યા હતાં 

Jun 26, 2021, 10:08 AM IST

ANAND: કોરોનામાં ઓનલાઇન ભણતર બાદ વિદ્યાર્થીઓના ઓનલાઇન પ્લેસમેન્ટ

ચારૂતર વિદ્યામંડળ સંચાલિત ઈજનેર કોલેજના 270 વિદ્યાર્થીઓને એમએનસી માં પ્લેસમેન્ટ મળ્યું છે. જેમાં સૌથી વધુ આઠ લાખના પેકેજ સાથે વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ થયુ છે. કોરોના જેવા કપરા કાળમાં સામાન્ય વ્યક્તિઓ પણ આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે, તેમાં વિદ્યાર્થીઓના ભવિષ્યના ભણતર માટે શૈક્ષણિક સંસ્થાઓ જાતે જ રસ દાખવે તે આવશ્યક છે. ત્યારે  વિદ્યાર્થીઓને તેમના ભણતર પૂર્ણ થતાંની સાથેજ જોબ પ્લેસમેન્ટ માટે મદદ કરે તે જરૂરી છે ત્યારે આણંદની ચારૂતર વિદ્યામંડળ સંચાલિત જીસેટ (gcet) કોલેજના અલગ-અલગ ઈજનેર શાખા માં અભ્યાસ કરતા 270 જેટલા વિદ્યાર્થીઓને મલ્ટીનેશનલ કંપની દ્વારા જોબ માટે વાર્ષિક ઉચ્ચ પેકેજ સાથેના ઓફર લેટર આપવામાં આવ્યા છે આ કંપનીઓમાં ટાટા કેમીકલ, ટાટા કન્સલ્ટન્સી, ઇનફોસીસ (infosys),ટીસ્કો અને એમ જી મોટર્સ એવી મોટી કંપનીઓ નો ફાળો રહ્યો છે 

Jun 10, 2021, 10:52 PM IST

આણંદ : નોકરી જવા નીકળેલા ત્રણ યુવકોની બાઈકને ટ્રકે મારી ટક્કર, ઓન ધી સ્પોટ મોત

આણંદના ઓડ ગામ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં નોકરી જવા નીકળેલા ત્રણ આશાસ્પદ યુવકોના મોત નિપજ્યા છે. ત્રણેય યુવકો કાળમુખી ટ્રકની નીચે આવી ગયા હતા. ત્યાં ઘટનાસ્થળે જ તેમનુ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. 

Dec 30, 2020, 10:06 AM IST

ગુજરાતમાં લવ જેહાદ અંગે કડક કાયદો લાવવા માટે વિવિધ હિંદુ અગ્રણીઓની માંગ

આણંદમાં વિવિધ સમાજના અગ્રણીઓ અને રાજકીય સામાજિક આગેવાનો એકત્ર થયા હતા. જેમાં ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં જે પ્રકારે લવ જેહાદ અંગેનો કાયદો બનાવવામાં આવે અને તેનો કડકમાં કડક અમલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાન અમિતસિંહ સોલંકીએ જણાવ્યું કે, લવ જેહાદ અંગે ઉત્તરભારતમાં જે પ્રકારે યોગી સરકાર અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા જે કાયદો અમલી બનાવ્યો છે, તે જ કાયદો ગુજરાતમાં પણ અમલમાં લાવવામાં આવે તેવી માંગણી સમગ્ર હિન્દુ સમાજ એકતા સમિતીના માધ્યમથી અલગ અલગ સંગઠનો દ્વારા કરવામાં આવે છે. 

Dec 10, 2020, 09:45 PM IST

આણંદ એક વ્યક્તિએ બટકું ભરીને ડેપ્યુટી સરપંચની આંગળી કાપી નાખી, સારવાર માટે દાખલ

* આંણદ માં જમીન વિવાદ માં મામલે ડે.સરપંચ ની આંગળી કાપી
* ડેપ્યુટી સરપંચ સુનીલ પટેલ ના આંગળી ના ટેરવે ભર્યુ બચકુ

Dec 3, 2020, 06:46 PM IST

આણંદના પૂર્વ ધારાસભ્ય અને ખાણ ખનીજ મંત્રી રોહીત પટેલનું CORONA ને કારણે અવસાન

આંણદના પુર્વ ધારાસભ્ય અને મંત્રી રોહિત પટેલનું અવસાન થયું છે. કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. જો કે કોરોનાથી તેમને બચાવી શકાયા નહોતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ મિલસન્ટ ઘરઘંટીના માલીક હતા. ગુજરાતમાં તેમની ઘરઘંટીની બ્રાન્ડ ખુબ જ પ્રખ્યાત હતા. ગુજરાત સરકારમાં તેઓ ખાણખનીજ મંત્રી પણ રહી ચુક્યા હતા.

Nov 10, 2020, 08:11 PM IST

કોરોના વચ્ચે ગુજરાતમાં વધુ એક જીવલેણ રોગે માથુ ઉચક્યું, 8 બાળકોનો લીધો ભોગ

  • થરાદમાં શંકાસ્પદ 4 બાળકોના મોતથી બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું. ગત વર્ષે 11 બાળકોનો ડિપ્થેરિયાએ ભોગ લીધો હતો. 
  • આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં પણ ડિપ્થેરિયા બીમારી બાળકોના ઘર કરી રહી છે. અત્યાર સુધી આ તાલુકામાં 4 બાળકોના મોત નિપજ્યા

Nov 5, 2020, 09:46 AM IST

આંણદ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર ભાજપથી નારાજ

આંણદ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર ભાજપથી નારાજ જોવા મળ્યા છે. પોતાના રાજીનામા આપવા બાબતે વિધાનસભાના અધ્યક્ષ સાથે વાત કરી હતી. અમુલડેરીના સભાસદની ચુંટણીની હાર બાદ નારાજગી સામે આવી છે. સાંસદ અને જીલ્લા સંગઠનથી પણ નારાજ જોવા મળી રહ્યાં છે. ચુંટણીમાં 80થી 85 લાખ ખર્ચો કરી હાર્યા હોવાની વાત કરી હતી.

Oct 18, 2020, 05:26 PM IST
Protest Of Moraj And Ambliyara Villagers Of Anand PT4M59S

અકસ્માત: દાહોદથી આણંદ જતી ખાનગી બસ પલ્ટી જતા 4 વર્ષની બાળકીનું મોત, 20 મજૂરો ઇજાગ્રસ્ત

જિલ્લાના લીમખેડા તાલુકાના ફુલપરી ગામે દાહોદની ખાનગી પેસેન્જર ભરીને આણંદ જતી બસના ડ્રાઇવેર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પલટી ગઇ હતી. જેથી બસમાં સવાર મુસાફરોની ચીચીયારીઓથી વાતાવરણ ભયભીત થયું હતું. જેમાં 4 વર્ષની બાળકીનું મૃત્યું નિપજ્યું હતું. જ્યારે 20થી વધારે મજુરો ઇજાગ્રસ્ત થયા હતા. ખાનગી બસમાં 30થી 35 જેટલા મજૂરોને બેસાડવામાં આવ્યા હતા. લીમડીથી આણંદ ડેઇલી સર્વિસ ચાલતી ખાનગી ટ્રાવેલ્સની બસ મજૂરોને ભરીને લીમબીથી આણંદ જવા માટે રવાના થઇ હતી.

Oct 4, 2020, 11:11 PM IST

આણંદ: 3.5 વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ કરનાર 44 વર્ષના નરાધમને ફાંસી

એક તરફ દેશમાં બળાત્કારની ઘટનાઓ પ્રત્યે લોકોમાં ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આવી ઘટનામાં કુદકેને ભુસકે વધારો પણ થઇ રહ્યો છે. દેશમાં બળાત્કાર અને તેની ઘટનાઓને ધ્યાને રાખી નરાધમો પર તપાસ અને ફાંસીની પ્રક્રિયા થવી જોઇએ તેવા સુર ઉઠ્યા છે. તેવામાં આજે આણંદની ન્યાયાલયે એક દુષ્કરમ અને હત્યાના કેસમાં નરાધમ આરોપીને ફાંસીની સજા ફટકારી છે. આ ઘટના વર્ષ 2017ની હતી. જેમાં 3 વર્ષની એક માસુમ બાળાને આરોપીએ પીંખી નાખી હતી. જેને હાલ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

Sep 29, 2020, 09:17 PM IST

આણંદના પટેલ પરિવારના મોભીની અમેરિકામાં લૂંટના ઈરાદે હત્યા કરાઈ

  • ગુજરાતમાં અશ્વેત લૂંટારૂઓની નજર સૌથી વધુ ગુજરાતીઓ પર હોય છે.
  • અશ્વિન પટેલ છેલ્લા 30 વર્ષથી અમેરિકાના સાઉથ કારોલીનાના બ્લેકવિલમાં સ્થાઈ થયા હતા

Sep 11, 2020, 08:46 AM IST

આણંદ: ખંભાતમાં કેમિકલ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી, ફાયરની 3 ગાડી ઘટના સ્થળે

આણંદ જિલ્લાના ખંભાતમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. જાણ થતા જ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. 

Jun 28, 2020, 07:10 AM IST

સરદાર પટેલ યુનિવર્સિટીની લેબોટરીમાં લાગી આગ, અંદાજે 5 થી 10 કરોડનું નુકસાન

આણંદના બાકરોલ વડતાલ રોડ ઉપર આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીના બાયસાયન્સ ડિપાર્ટમેન્ટના રીસર્ચ લેબોરેટરીમા ભિસણ આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી.

Jun 1, 2020, 03:58 PM IST

ઉપલેટા: કોલકી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને નિદાન સાથે મળે છે આ અનોખી દવા

લોકડાઉન પૂર્વે વાહન સ્લીપ થઈ જતાં ગીતાબેનને જમણા ખભે ફ્રેક્ચર થયું હતું. આમ છતાં, ફ્રેક્ચર સાથે તેઓ સમયસર પોતાની ફરજ પર પહોંચી જાય છે.

May 15, 2020, 08:09 AM IST