PICS: Anupamaa માં આ બોલીવુડ અભિનેતાની થશે એન્ટ્રી, TRP તોડશે તમામ રેકોર્ડ, ગુજરાતમાં ચાલે છે શુટિંગ

'અનુપમા' માટે બદલાઈ ગયો અપૂર્વ અગ્નિહોત્રી?

1/10
image

સ્ટાર પ્લસની સીરિયલ 'અનુપમા'માં જલદી 'પરદેસ' ફેમ અભિનેતા અપૂર્વ અગ્નિહોત્રીની ધમાકેદાર એન્ટ્રી થવાની છે. આ માટે અપૂર્વએ ગુજરાતમાં શુટિંગ પણ શરૂ કરી દીધુ છે. કોરોનાકાળમાં રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે સ્ટારર આ સીરિયલનું શુટિંગ ગુજરાતમાં થઈ રહ્યું છે.  સીરીયલમાં અપૂર્વના અનેક શેડ્સ જોવા મળશે. તેની એન્ટ્રીથી સીરિયલમાં જબરદસ્ત વળાંક આવવાનો છે.  શોમાં તેની એન્ટ્રી પહેલા અમે તમને કેટલીક એવી તસવીરો બતાવીશું તે જોયા બાદ તમે દંગ રહી જશો. (Image credit: Instagram/Apurva Agnihotri)  

48 વર્ષનો છે અપૂર્વ અગ્નિહોત્રી

2/10
image

અપૂર્વ અગ્નિહોત્રીની તસવીરો જોઈને અંદાજો લગાવવો મુશ્કેલ છે કે તે 48 વર્ષનો છે. અપૂર્વ ઈન્ડસ્ટ્રીમાં ઘણા સમયથી એક્ટિવ છે. આટલા વર્ષોમાં ઘણો ફેરફાર પણ આવ્યો છે. એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં અપૂર્વએ એમ પણ કહ્યું કે મારી ભૂમિકાથી અનુપમા અને શાહ પરિવારના જીવનમાં અનેક ટ્વિસ્ટ આવશે. મેં આ રોલ સ્વીકાર્યો કારણ કે તેની પાછળ અનેક કારણ છે. મારી ભૂમિકાના અનેક લેયર છે. આ સીરિયલની સાથે હું ટીવી પર ત્રણ વર્ષ બાદ વાપસી કરી રહ્યો છું.  (Image credit: Instagram/Apurva Agnihotri)

આ કારણે ઓફર ઠુકરાવી શક્યો નહીં

3/10
image

અપૂર્વનું કહેવું છે કે તેને જ્યારે અનુપમાની ઓફર મળી તો તે ઠુકરાવી શક્યો નહીં કારણ કે રાજન શાહી ટીવી ઈન્ડસ્ટ્રીના ટોપ પ્રોડ્યુસર છે. આ સીરિયલને ના પાડવાનું કોઈ કારણ નહતું. અપૂર્વએ ગુજરાતમાં આ સીરિયલનું શુટિંગ પણ શરૂ કરી દીધુ છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો જબરદસ્ત પ્રકોપ હોવાના પગલે સરકારે લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ કર્યા છે. ત્યારબાદ અનેક સીરિયલ્સના લોકેશન બદલાઈ ગયા અને અનુપમા પણ તેમાંથી જ એક છે. હાલ આ સીરિયલનું શુટિંગ ગુજરાતના વાપી (સેલવાસા)માં ચાલુ છે. (Image credit: Instagram/Apurva Agnihotri)

અનુપમાના સેટથી લીક થઈ અપૂર્વની તસવીરો

4/10
image

સીરિયલ અનુપમાના સેટથી અપૂર્વ અગ્નિહોત્રીની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે બ્લ્યૂ રંગના શર્ટમાં જોવા મળે છે. (Image credit: Instagram/Apurva Agnihotri)

8 ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે અપૂર્વ

5/10
image

અપૂર્વ અગ્નિહોત્રી અત્યાર સુધીમાં લગભગ 8 બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. લિસ્ટમાં પરદેસ, પ્યાર કોઈ ખેલ નહીં, કસૂર, અને લકીર જેવી ફિલ્મો સામેલ છે. (Image credit: Instagram/Apurva Agnihotri)

અનુપમાનો બેસ્ટી બનશે અપૂર્વ

6/10
image

સીરિયલ અનુપમામાં અપૂર્વ અગ્નિહોત્રી રૂપાલી ગાંગુલીના બેસ્ટફ્રેન્ડ તરીકે જોવા મળશે. જેના કારણે અનુપમા અને વનરાજની નીકટતા વધશે. (Image credit: Instagram/Apurva Agnihotri)

ફિટનેસ લવર છે અપૂર્વ અગ્નિહોત્રી

7/10
image

અપૂર્વ અગ્નિહોત્રીને જિમમાં સમય વિતાવવો ખુબ પસંદ છે. એક્ટરનું ફીટ બોડી જોઈને કોઈ પણ નવા સવા અભિનેતાને કોમ્પ્લેક્સ ફિલ થાય તેવું છે. (Image credit: Instagram/Apurva Agnihotri)

16 વર્ષ પહેલા કર્યા હતા લગ્ન

8/10
image

વર્ષ 2004માં અપૂર્વ અગ્નિહોત્રીએ અભિનેત્રી શિલ્પા સકલાણી સાથે લગ્ન કર્યા હતા. બંનેની દમદાર કેમેસ્ટ્રીના તો ફેન્સ આજે પણ દીવાના છે. (Image credit: Instagram/Apurva Agnihotri)

અપૂર્વ અગ્નિહોત્રીની એન્ટ્રીથી વધશે અનુપમાની ટીઆરપી

9/10
image

એ વાતમાં કોઈ શક નથી કે અપૂર્વની એન્ટ્રીથી સીરિયલ અનુપમાને ખુબ ફાયદો થશે. આ અગાઉ પણ અપૂર્વ જસ્સી જૈસી કોઈ નહીં, અને બેપનાહ જેવા શોમાં જોવા મળ્યો હતો. (Image credit: Instagram/Apurva Agnihotri)

અપૂર્વનું શોકિંગ ટ્રાન્સફોર્મેશન

10/10
image

અભિનેતાની તસવીરો જોઈને તમે અંદાજો લગાવ્યો હશે કે તે આટલા વર્ષોમાં કેટલો બદલાઈ ગયો છે. (Image credit: Instagram/Apurva Agnihotri)