ટીવીની સૌથી મોંઘી અભિનેત્રી, જેની રાતોરાત ડબલ થઈ ફી... એક એપિસોડનો આટલો કરે છે ચાર્જ

TV Highest Paid Actress: રૂપાલી ગાંગુલીને આમ તો ઈન્ડસ્ટ્રીમાં ઘણો સમય થઈ ગયો છે, પરંતુ અનુપમા સીરિયલે તેનું ભાગ્ય બદલી નાખ્યું. એક શોને કારણે તે નાના પડદાની સૌથી મોંઘી અભિનેત્રી બની ગઈ.

ટીવીની ક્વીન અનુપમા

1/5
image

રૂપાલી ગાંગુલી આ દિવસોમાં સ્ટાર પ્લસના શો અનુપમામાં ટાઇટલ રોલ પ્લે કરી રહી છે. આ શો ટીઆરપીમાં શરૂઆતથી નંબર 1 પર છે તો તેના પાત્રો લોકોના દિલમાં રાજ કરી રહ્યાં છે. ખાસ કરીને અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી. સત્ય છે કે એક રોલે રૂપાલીનું ભાગ્ય બદલી દીધું. 

બની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસ

2/5
image

આ પાત્ર ભજવ્યા બાદ જ રૂપાલી ગાંગુલી આજે ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી મોંઘી અભિનેત્રી બની ગઈ છે. શો શરૂ થયાના થોડા સમય બાદ તેની ફી રાતોરાત બમણી થઈ ગઈ હતી. તેનું કારણ શોને મળેલી લોકપ્રિયતા અને ટીઆરપીમાં નંબર 1 પર આવવું હતું. નિર્માતાઓએ રૂપાલી ગાંગુલીને આનું કારણ માન્યું હતું.

એક એપિસોડના મળે છે 3 લાખ રૂપિયા

3/5
image

જ્યારે શો શરૂ થયો ત્યારે રૂપાલી ગાંગુલી એક એપિસોડના દોઢ લાખ રૂપિયા ચાર્જ કરી રહી હતી પરંતુ આજે તેને એક એપિસોડના 3 લાખ રૂપિયા મળી રહ્યાં છે. કોઈ અન્ય અભિનેત્રીને આટલી ફી મળી નથી. પરંતુ રૂપાલીનું ભાગ્ય ચમકી ગયું અને ખુબ નામના મેળવી. 

ઘણા વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં છે

4/5
image

અનુપમાના નામનો આ શો આજે દરેક સીરિયલ્સને પાછળ છોડી રેસમાં સૌથી આગળ નિકળી ચુક્યો છે. દરેક એપિસોડના 3 લાખ કમાતી અનુપમાએ ખુદ માટે 1 કરોડની ગાડી ખરીદી છે.

એક શોથી ભાગ્ય બદલાયું

5/5
image

હવે રૂપાલી ગાંગુલી ટીવીની ક્વીન બની ચુકી છે અને તેનો કોઈ રેકોર્ડ તોડી શકશે કે નહીં તે તો સમય જણાવશે. પરંતુ હાલ નારી શક્તિને દર્શાવતા આ પાત્રને નિભાવી અનુપમાન પોતાની સફળતાની મજા માણી રહી છે.