દુનિયા કરતા અલગ ખેતી કરીને પાટીદાર ખેડૂતે કરી લાખોની કમાણી
Gujarat Farmers સમીર બલોચ/અરવલ્લી : અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના યુવા ખેડૂત હિતેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી કરી છે. પ્રાકૃતિક ખેતીથી 4.5 હેકટર જમીનમાં પપૈયાની ખેતી કરીને મબલક પાક મેળવી લાખ્ખોની કામની મેળવી રહ્યાં છે. ત્યારે આ ખેડૂત પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ બન્યા છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેઓ રોલ મોડેલ બન્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેસાવાડ ગામના યુવાન હિતેશ પટેલ 4.5 હેકટરમાં પ્રાકૃતિક પપૈયાની ખેતી કરીને મબલખ પાક મેળવી રહ્યા છે.
હિતેશભાઈએ પારંપારીક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીથી તાઇવાન કવીન પ્રકારના પપૈયાના છોડ લગાવ્યા છે. હિતેષભાઈએ એક વીઘા પાછળ 35 થી 40 હજારનો ખર્ચ કર્યો છે. આ રીતે તેઓ છેલ્લા બે વર્ષથી પપૈયાની ખેતી કરી રહ્યાં છે. આ યુવાન વાવેતર પાછળ કરેલો ખર્ચ કાઢતા વર્ષે એક વીઘામાંથી 2 થી 2.25 લાખ આવક મેળવી રહ્યાં છે, ત્યારે આજના યુગમાં સતત બદલાતા વાતાવરણ અને અનિશ્ચિત મોસમ વચ્ચે આ યુવાન ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં કાઠું કાઢી અન્ય ખેડૂતો માટે પ્રેરણા પુરી પાડી છે.
હિતેશભાઈ જણાવે છે કે, પારંપારિક ખેતી છોડીને બાગાયતી ખેતી તફર વળ્યાં છીએ, પપૈયાનાં છોડનો વિકાસ થતો હોય ત્યારે 15 દિવસે પાણી જોઇએ. જયારે પપૈયાની આવક શરૂ થયા બાદ પાણીની જરૂર ઓછી રહે છે. તેમજ શરૂઆતમાં છાણિયું ખાતર, ડી.એ.પી. અને એન.પી.કે. ખાતર આપવામાં આવ્યું હતુ. સમગ્ર પાકમાં ત્રણવાર ખાતર આપવામાં આવ્યું છે.
પપૈયાનાં પાકમાં બીજા કરતા ઓછી માવજત કરવી પડે છે. અને વેપારી સીધો માલ ખેતરમાંથી જ લઈ જાય છે અને ભાવ સારો મળતા આવક સારી મળી રહી છે. ત્યારે જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને પ્રાકૃતિક ખેતી અને બાગાયત ખેતી તરફ વધી રહ્યા છે
Trending Photos