7 વર્ષના બાળકની જગ્યાએ રોબોટ જાય છે સ્કૂલ, રડાવી દેશી હોનહાર બાળકની આ કહાની
Avatar Robot Goes to School for Ill German Boy: એક રોબોટ જર્મનીના બર્લિનમાં શાળાએ જાય છે. આ ફેક ન્યૂઝ નથી પરંતુ સત્ય ઘટના છે. તમે વિચારતા જ હશો કે સ્કૂલ જવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)થી સજ્જ રોબોટની શું જરૂર છે, તો સસ્પેન્સ ખતમ કરતાં અમે તમને જણાવીએ તેનું કારણ તમને ભાવુક પણ કરી શકે છે. તો ચાલો જાણીએ અવતાર નામનો રોબોટ (Avatar Robot) આવું કેમ કરે છે. આવો જાણીએ.
ઇમોશનલ સ્ટોરી
અવતાર રોબો માત્ર ના ફક્ત સ્કૂલે જાય છે પરંતુ પોતાના ટીચર્સ અને ક્લાસમેટસ સાથે પણ વાત કરે છે. કારણ કે 7 વર્ષનો માસૂમ બાળક જોશુઆ માર્ટિનંગેલી પોતાની બીમારીને કારણે શાળાએ જઈ શકતો નથી. ફોટો: (રોઇટર્સ)
માતાએ જણાવ્યું કારણ
જોશુઆની માતાના જણાવ્યા અનુસાર, ફેફસાની બિમારીને કારણે પુત્રના ગળામાં નળી છે, જેના કારણે તે ફિજિકલી શાળામાં જઈ શકતો નથી. આવી સ્થિતિમાં, રોબોટ તેની જગ્યાએ રોબોટ ક્લાસમાં બેસે છે.
સ્થાનિક તંત્રની પહેલ
જોશુઆ ભલે ફિજિકલી ક્લાસ અટેંડ કરી શકતો નથી પરંતુ તેના અભ્યાસ પર અસર ન પડે તે માટે બર્લિનની સ્થાનિક સંસ્થાએ આ રોબોટની વ્યવસ્થા કરી છે. શહેરની લોકલ કાઉન્સિલ તેના ખર્ચની ચૂકવણી કરે છે. બર્લિનના એજ્યુકેશન કાઉન્સેલર ટોર્સ્ટન કુહેને કહ્યું, 'આ પ્રોજેક્ટ અનોખો છે. અમે અમારી શાળાઓ માટે 4 રોબોટ ખરીદ્યા છે. આ વિચાર અમને કોરોના રોગચાળા દરમિયાન આવ્યો હતો. આમ કરીને અમે કેટલાક જરૂરિયાતમંદ બાળકોને કમ્યુનિટી લર્નિંગથી શીખવાની તક આપીએ છીએ.
સુંદર હોવાની સાથે બુદ્ધિશાળી
જોશુઆના શિક્ષકોનું કહેવું છે કે તે ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી છે. ભલે તે બિમારીને કારણે ક્લાસમાં આવી શકતો નથી, પરંતુ તે અભ્યાસમાં અવ્વલ છે.
સાથી બાળકો વધારે છે આત્મવિશ્વાસ
રોઇટર્સમાં પ્રકાશિત અહેવાલ મુજબ, જોશુઆના ક્લાસમેટ્સ તેને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવીને પ્રોત્સાહિત કરે છે. ક્લાસમેટ કુસનરે કહ્યું કે તે તેને ક્લાસમાં જોવા માંગતો હતો. બીજી તરફ, બેરીટોન નામનો બીજો વિદ્યાર્થી કહે છે કે જોશુઆ ફિજિકલી ક્લાસ અટેંડ કરી તેમની સાથે રમશે.
Trending Photos