Google માં જો શબ્દ Search કરશો તો મુસીબતમાં મુકાશો, જાણી લો એ ખતરનાક શબ્દો
Google Searching: સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ગૂગસ સર્ચની સર્વિસનો ઉપયોગ કરતા જ હોય છે. કારણ કે આ સર્વિસની મદદથી જ આપણે આંગળીના ટેરવે કોઈપણ વિષય પર સારી એવી જાણકારી મેળવી શકીએ છીએ. પરંતુ જો તમે ગૂગલમાં ગમે તેવી વસ્તુ સર્ચ કરશો તો તમારે જેલની હવા ખાવાનો પણ વારો આવી શકે છે. જો તમને આ વિશે ખબર ન હોય તો તમારે ગંભીર થવાની જરૂર છે, કારણ કે તમે સાવચેતી રાખશો તો જ તમે ચિંતા કર્યા વગર ગૂગલના આ સર્ચ એન્જિનનો સરળતાથી ઉપયોગ કરી શકશો. આજે અમે તમને આવા જ શબ્દો વિશે જણાવીશું. જેને સર્ચ કરવાથી તમે દૂર રહેશો, તો તમે સલામત રહેશો.
દારૂ-ગોળો, બોમ્બ બનાવવાની રીત આ પ્રકારના શબ્દો જો તમે ગૂગલમાં સર્ચ કરશો, તો તમે કદાચ મોટી મુસીબતમાં ફસાઈ શકો છો. કારણ કે આવા શબ્દો સર્ચ કરનારા લોકો પર ભારતની સુરક્ષા એજન્સીની ખાસ નજર રહેતી હોય છે.
Google પર સર્ચ કરતી વખતે, કોઈપણ યૂઝર્સે વિડિયો પાઈરેસી જેવી વસ્તુઓ શોધવાનું ટાળવું જોઈએ. કારણ કે આવા વીડિયો ગુનાની ક્ષેણીમાં આવે છે. ત્યારે આવા શબ્દો કે વીડિયો સર્ચ કરવાથી તમે જેલમાં પહોંચી શકો છો.
આપણે ક્યારેય પણ ગૂગલ પર હિંસા ફેલાવવા અંગે સર્ચ ન કરવું જોઈએ. કારણ કે હિસા અને હિસા ફેલાવવા વિશે સર્ચ કરવાથી આપણી મુશ્કેલી વધી શકે છે.
ચાઈલ્ડ ક્રાઈમ પણ એવો જ શબ્દ છે. જે ગૂગલ પર સર્ચ ન કરવો જોઈએ. કારણ કે જો તમે સાવધાની નહીં રાખો અને આ શબ્દ સર્ચ કરશો તો કદાચ તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે.
ગૂગલ સર્ચ કરતા સમયે તમારે એડલ્ટ કન્ટેન્ટ જેવી વસ્તુ સર્ચ કરવાથી દૂર રહેવું જોઈએ. કારણ કે આવા શબ્દો સર્ચ કરવાનું તમને મુશ્કેલીમાં મુકી શકે છે. એડલ્ટ કન્ટેન્ટથી દરેક લોકોએ દૂર રહેવું જ હિતાવહ છે.
Trending Photos