PHOTOS: નાની દિવાળી પર અયોધ્યામાં 22 લાખ 23 હજાર દીવાઓથી ઝળહળી ઉઠી રામની નગરી, તૂટ્યા તમામ રેકોર્ડ

Deepotsav 2023: દિવાળીના એક દિવસ પહેલા નાની દિવાળી પર ભગગાન શ્રીરામની નગરી અયોધ્યામાં સરયૂના કિનારા પર દીપોત્સવનો અલૌકિક નજારો જોવા મળ્યો.
 

1/8
image

આ વખતે અયોધ્યાના 51 ઘાટો પર 24 લાખ દીપ પ્રગટાવી નવો વિશ્વ કીર્તિમાન બનાવવામાં આવ્યો હતો. જેની સુંદર તસવીરો સામે આવી છે.

2/8
image

રામલલા પણ આ દરમિયાન પોતાના અલગ રંગમાં જોવા મળ્યા. આ આયોજન માટે રામલલા માટે ખુબ વિશેષ પોષાક તૈયાર કરવામાં આવ્યો હતો. આ પોષાક ગુલાબી રંગનો છે. 

3/8
image

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં ભગવાન શ્રીરામના જન્મસ્થળ અયોધ્યામાં શનિવારની સાંજે રામની પૈડી પર 22 લાખથી વધુ દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. 

4/8
image

આ દીપોત્સવ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણે વિશ્વ કીર્તિમાન છે. મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામની અયોધ્યાએ નવો કીર્તિમાન બનાવતા દીપોત્સવ 2023માં 22.23 લાખ દીપ પ્રગટાવ્યા હતા. 

5/8
image

પાછલા વર્ષે 2022માં પ્રગટાવવામાં આવેલા 15.76 લાખ દીવાથી આ વખતે સંખ્યા લગભગ 6.47 લાખ વધુ રહી. ડ્રોનથી કરવામાં આવેલા દીપોની ગણના ઉપરાંત દીપોત્સવે નવો કીર્તિમાન ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યો છે. 

6/8
image

દીપ પ્રાગટ્ય નિયત સમયે શરૂ થતા શ્રી રામ જય રામ જય જય રામના જાપની સાથે એક-એક કરી 22.23 લાખ દીપ પ્રગટાવવામાં આવ્યા. અયોધ્યામાં જય શ્રી રામનો નાગ ગુંજી ઉઠ્યો હતો. 

7/8
image

વર્ષ 2022માં રામ કી પૌડી પર 15 લાખ 76 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. પીએમ  નરેન્દ્ર મોદીએ આ રેકોર્ડને 'ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'માં સામેલ કરવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પ્રમાણપત્ર આપ્યું હતું.

8/8
image

આ પગેલા રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ માટે પાંચ ઓગસ્ટ 2020ના શિલાન્યાસ કરવા માટે તેઓ અયોધ્યા પહોંચ્યા હતા. હવે આગામી વર્ષે 22 જાન્યુઆરીએ પીએમ મોદી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થશે.