B'Day: જ્યારે ડાયરેક્ટરે ડ્રિમ ગર્લને કહી આ વાત, ખાવો પડ્યો ધર્મેન્દ્રના હાથનો માર

બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિની (Hema Malini) આજે 72 વર્ષની થઈ છે. તેમના જન્મ (Hema Malini Birthday) દિવસ પર જાણો તેમની પર્સનલ લાઈફ અને કરિયર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો...

નવી દિલ્હી: બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી હેમા માલિની (Hema Malini)નો આજે જન્મ દિવસ છે. ડ્રીમ ગર્લ હેમા માલિની આજે તેમનો 72મો જન્મ દિવસ (Hema Malini Birthday) ઉજવી રહી છે. હેમાનું નામ તે એક્ટ્રેસમાં સામેલ છે જેમણે તેમના જીવનનો એક લાંબો દોર બોલીવુડ માટે સમર્પિત કર્યો છે. આજે 72 વર્ષની ઉંમરમાં પણ હેમા માલિનીની સુંદરતાનો દાખલો આપવામાં આવે છે. આજે પણ દરેક એક્ટ્રેસ તેમના જેવો ડાન્સ, એક્ટિંગ, તેમની જેમ સુંદર દેખાવવા અને તેમની જેમ નિર્દોષ રહેવા માંગે છે. 'બ્યૂટી વિથ બ્રેન' જેવી ખ્યાતી પણ હેમા માલિનીના વ્યક્તિત્વ માટે આપવામાં આવે છે. આજે ડ્રીમ ગર્લના જન્મ દિવસ (Hema Malini Birthday) પર જાણીએ તેમની પર્સનલ લાઈફ અને કરિયર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો...

જિતેન્દ્ર સાથે થયા હોત હેમાના લગ્ન

1/8
image

જ્યારે ધર્મેન્દ્ર સાથે હેમા માલિનીની નિકટતા વધી રહી હતી તે દરમિયાન એક્ટર જિતેન્દ્રનું દિલ પણ હેમા પર આવ્યું હતું. હેમા માલિનીએ જિતેન્દ્રના દિલ પર આ પ્રકારે કબ્જો કર્યો હતો કે તેઓ મોડુ થવાનું રિસ્ક લેવા માગતા ન હતા. તેથી તેમણે પરિવારની સંમતી સાથે સગાઈ અને લગ્નનો પ્લાન બનાવ્યો હતો. એક વખત ચેન્નાઈમાં હેમાના ઘર પર બંને પરિવાર એક બીજાને મળ્યા અને બંનેના લગ્નની ચર્ચા પણ કરી હતી. પરંતુ ત્યારે હેમા માલિનીના ઘરના ફોનની રિંગ વાગી અને ફોન પર ધર્મેન્દ્ર હતા. ધર્મેન્દ્રએ હેમાને સમજાવી કે તે ઉતાવળમાં કોઈ નિર્ણય ના લે. પરંતુ મામલો ત્યાં અટક્યો નહીં અને તે દરમિયાન હેમા પાસે વધુ એક ફોન આવ્યો, આ વખતે ફોન લાઇન પર લાંબા સમય સુધી જિતેન્દ્રની ગર્લફ્રેન્ડ રહેલી એર હોસ્ટેસ શોભા સિપ્પી હતી. શોભાને પણ આ લગ્નની વાતની જાણકારી મળી હતી. શોભાએ પણ હેમાને સલાહ આપી જે ધર્મેન્દ્રએ આપી હતી ઉતાવળમાં આવીને કોઇ પગલું ન ઉઠાવે.

ધર્મેન્દ્રની થઈ હેમા

2/8
image

લગ્નની વાત થોડા સમય માટે રોકાઈ ગઈ. કિસ્મતને કંઇક બીજુ જ મંજૂર હતું, તો તે દરમિયાન વર્ષ 1978માં હેમા માલિનીના પિતાનું નિધન થયું. પિતાના નિધન બાદ હેમાનો સાથ ધર્મેન્દ્રએ આપ્યો. ત્યારબાદ હેમા આ નક્કી કરી ચુકી હતી કે, તેમણે જીવન સાથી તરીકે કોને પસંદ કરવો છે. તેમણે વર્ષ 1979માં ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા.

જ્યારે બિકિની પહેરાવવાના પ્રયત્નમાં સુભાષ ઘાઇએ ખાધો માર

3/8
image

થોડા સમય પહેલા હેમા માલિની અને ઈશા દેઓલ 'ધી કપિલ શર્મા શો'નો ભાગ બની હતી. અહીં ઈશાએ માં સાથે મળીને તેની પ્રથમ બુક 'અમ્મા મિયાં'ને પ્રમોટ કરી અને બંનેએ શો પર કેટલાક રસપ્રદ ખુલાસા પણ કર્યા. આ શા દરમિયાન હેમા માલિનીએ પતિ ધર્મેન્દ્ર વિશે ઘણા રસપ્રદ ખુલાસા કર્યા. ધર્મેન્દ્રના ગુસ્સાને બોલીવુડ ઇન્ડસ્ટ્રીએ જોયો હતો જ્યારે તેમણે ડાયરેક્ટર સુભાષ ઘાઇને થપ્પડ માર્યો હતો. જી હાં ધર્મેન્દ્રએ ફિલ્મ ક્રોધીના સેટ પર સુભાષ ઘાઇને થપ્પડ માર્યો હતો. તે ફિલ્મમાં હેમા માલિનીને ધર્મેન્દ્રની ઓપોઝિટ કાસ્ટ કરી હતી. ફિલ્મના શૂટિંગ સમયે સુભાષ ઘાઇએ હેમાને એક સીન માટે બિકિની પહેલા માટે કહ્યું હતું, પરંતુ હેમાએ તે પહેરવાની ના પાડી હતી. સુભાષ ઘાઇના વારંવાર કહેવા પર હેમાએ સ્વિમિંગ પૂલ સીન માટે બિકિની પહેરી હતી. પરંતુ આ વાત જ્યારે ધર્મેન્દ્રને ખબર પડી તો તેમના ગુસ્સાનો કોઈ પાર રહ્યો નહીં અને ધર્મેન્દ્રએ શૂટિંગ દરમિયાન જ સુભાષ ઘાઇને થપ્પડ માર્યો હતો. તેમણે ગુસ્સામાં સતત થપ્પડ માર્યા. બાદમાં ફિલ્મના નિર્માતા રંજીતે તેમના ગુસ્સાને સાંત કર્યો. પરંતુ ધર્મેન્દ્રએ આ ઘટના બાદ સુભાષ ઘાઇને ચેતવણી પણ આપી હતી.

હેમા કરે છે બસંતીનું સન્માન

4/8
image

બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિનીએ ડિસેમ્બર 2019માં એક કાર્યક્રમમાં વાત કરતા જણાવ્યું કે શોલે ફિલ્મમાં તેમણે કરેલો રોલ બસંતી 43 વર્ષ બાદ પણ મહિલા સશક્તીકરણનું પ્રતીક બનેલું છે. હેમા માલિનીએ કહ્યું, બસંતી ભારતીય ફિલ્મોની પ્રથમ એવી મહિલા છે જે ઘોડાઘાડી ચલાવે છે. તેથી તેઓ આજના સમયમાં પણ મહિલાઓના સશક્તીકરણનું પ્રતિક બનેલા છે. હેમાએ વધુમાં જણાવ્યું હતું કે, હું જ્યારે પણ કોઈ જગ્યાએ પ્રચાર માટે જઉ છું. તો હું ત્યાં આવતી કામ કરતી મહિલાઓને જરૂર જણાવું છે કે તેમનું યોગદાન તેમના પરિવાર અને સમાજ માટે 'બસંતી' થી ઓછું નથી. મહિલાઓ કઠોર પરિશ્રમ કરે છે અને આદિવાસી મહેનત કરે છે. તેમને નમન છે.

જ્યારે ધર્મેન્દ્રએ બુક કરાવી આખી હોસ્પિટલ

5/8
image

હેમાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, બંને દીકરીઓ ઈશા અને અહાનાની ડિલિવરી દરમિયાન ધર્મેન્દ્રએ તેમના નામ પર આખી હોસ્પિટલ બુક કરાવી હતી. જેથી તે દરમિયાન તેમના ચાહકો તેમના ડિસ્ટર્બ ના કરી શકે. તમને જણાવી દઇએ કે, હેમાએ ધર્મેન્દ્ર સાથે 1979માં લગ્ન કર્યા હતા. 1981માં તેમને ઈશા અને 1985માં અહાનાનો જન્મ આપ્યો હતો.

દીકરીઓ માટે શીખ્યા કુકિંગ

6/8
image

'ધી કપિલ શર્મા'શો માં હેમા માલિનીએ ચાહકો સાથે ઘણી વાત શેર કરી હતી. તેમણે કહ્યું કે, મારી મા ઈચ્છતી હતી કે, હું મારા ડાન્સિંગ કરિયર પર ફોકસ કરું તેથી તેમણે મને ક્યારે રસોડામાં પગ મુકવા દીધો નહીં. પરંતુ જ્યારે અહાના અને ઈશા મોટી થઈ અને તેમની ફરિયાદ કરી કે અમને માતાના હાથનું જમવાનું મળતું નથી, તેથી મેં રસોઈ કરવાનું નક્કી કર્યું.

નેગેટિવ કેરેક્ટર પર બોલી હેમા

7/8
image

ડિસેમ્બર 2019માં એક ઈન્ટરવ્યૂમાં હેમાએ તેમના નેગેટિવ રોલવાળી ફિલ્મ લાલ પત્થર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે એફસી મહેરાની આ ફિલ્મ તેમના કરિયરની સૌથી શાનદાર ફિલ્મોમાંથી એક છે. હેમાએ જણાવ્યું કે, આ મૂવીમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા એક્ટર રાજકૂમારે સલાહ આપી હતી નેગેટિવ રોલ કરવાની અને તેમના કહેવા પર હેમાએ આ ફિલ્મમાં નેગેટિવ રોલનો ચેલેન્જ લીધો હતો.

ગીતો પણ ગાયા

8/8
image

માત્ર નેગેટિવ રોલ જ નહીં પરંતુ હેમા માલિનીએ ગીતો પણ ગાયા છે. તેમણે કિશોર કુમારની સલાહ પર બંગાળી ભાષામાં બે ગીતો પણ ગાયા છે. (તમામ તસવીરો સાભાર:Instagram@dreamgirlhemamalini)