Bed Tea Side Effects: સવારે ઉઠતાની સાથે ના પીવો ચા, આ ખરાબ આદતથી થશે પાંચ નુકસાન
નવી દિલ્હી: સવારે ઉઠતા જ ચા પીવાની આદત તમને ભારે નુકસાન પહોંચાડી શકે છે. ખાલી પેટ ચા પીવાથી સ્થૂળતા અને સ્ટ્રેસ તો થશે, આ ઉપરાંત ચાંદા જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. ચામાં કેફિન, એલ-થાયનિન અને થિયોફાઈલિન જેવા તત્વો હોય છે. જે તમને એક્ટિવ જરૂર કરશે, પરંતુ તેનાથી ઘણી બીમારીઓનો ખતરો વધી જાય છે. Bed Tea ની આદતના કારણે માથાનો દુખાવો, માંસપેશિયોમાં દુખાવો, સાંધાનો દુખાવો અને ગભરામણ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ડાઈજેશનથી જોડાયેલી પ્રોબ્લમ
આયુર્વેદના જણાવ્યા અનુસાર, સવારે ખાલી પેટ ચા પીવાથી પિત્ત રસ બનવાની પ્રક્રિયા અવરોધાય છે. જેના કારણે ઉબકા અને ગભરાટનું કારણ બની શકે છે. બેડ ટી લેવાથી પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરી શકતું નથી. તેનાથી, ગેસ, એસિડિટી, કબજિયાત, અપચો, પેટ ફૂલાવવું અને પેટમાં બળતરાની સમસ્યા થઈ શકે છે.
ચાંદાનો ખતરો
લાંબા સમય સુધી ખાલી પેટ ચા પીવાના આદત ચાંદા જેવી ગંભીર બીમારીના ખતરાને વધારી શકે છે. તેનાથી બચવા માટે તમારે તમારી આ આદતને બદલવાની જરૂર છે.
હાડકાને નુકાસન
ખાલી પેટ ચા પીવાની આદત હાડકાને પણ નુકાસાન પહોંચાડે છે. ખાલી પેટ ચા પીવાથી શરીરમાં વાત દોષ વધી જાય છે. તેનાથી હાડકા નબળા થવા લાગે છે. જેના કારણે નાની ઉંમરમાં તમને સાંધાના દુખાવાનો સામનો કરવો પડી શકે છે.
તણાવનું કારણ
ચા અને કોફીમાં કેફીન મોટા પ્રમાણમાં હોય છે. ખાલી પેટ ચા પીવાથી ગુસ્સો, ચીડિયાપણું અને તણાવ વધી શકે છે.
બ્લડ પ્રેશરના દર્દાઓ માટે
સવારે ખાલી પેટ ચા પીવાની આદત બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખુબજ નુકસાન કારક સાબિત થઈ શકે છે. ચામાં કેફીન મોટા પ્રમાણમાં હોય છે. સવારની ચામાં હાજર કેફીન શરીરમાં ઝડપથી ભળી જાય છે, જેની Heart Rate અને Blood Pressure પર અસર પડે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલુ ઉપાય અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE NEWS તેની પુષ્ટી કરતું નથી.)
Trending Photos