આ રહી 5 સૌથી સસ્તી 7 સીટર કાર, કિંમત છે તમારા બજેટમાં

દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે દરેક વ્યક્તિ સસ્તી મુસાફરી કરવા માંગે છે. અને આ સમયમાં 7 સીટર કારની માંગ ઘણી વધી ગઈ છે. 
 

 જાણો એવી 5 કાર વિશે કે જેની શરૂઆતની કિંમત 10 લાખથી ઓછી છે. અને આ કારમાં Mahindra Bolero અને Maruti Suzuki Ertiga પણ છે સામેલ. 
 

ડેટસન ગો પ્લસ (Datsun Go Plus)

1/5
image

 નિશાનની કાર Datsun Go Plus હાલના સમયમાં પણ ભારતમાં વેચાઈ રહી છે. આ કારને વૈશ્વિક બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. આ કાર સૌથી સસ્તી 7 સીટર કાર છે. જેની શરૂઆતની કિંમત 4.26 લાખની આસપાસ છે. કારનું ટોપ મોડલ 7 લાખની અંદર મળશે. Datsun GO Plus કાર 76bhp પાવર અને 104Nm ટોર્ક જનરેટ કરે છે.

રેનો ટ્રાઇબર ( Renault Triber)

2/5
image

Renault Triber પણ ભારતીય બજારમાં હાજર સૌથી સસ્તી 7 સીટર કાર છે. ફ્રેન્ચ કંપની દ્વારા ઉત્પાદિત આ કારની પ્રારંભિક કિંમત 5.5 લાખ રૂપિયા છે. જ્યારે તેના ટોપ મોડલની કિંમત 7.95 લાખ રૂપિયા છે. આ કારમાં ગ્રાહક પાસે 7 સીટરનો વિકલ્પ છે અને વધુ જગ્યા માટે છેલ્લી સીટ કાઢી શકાય છે.

મારુતિ સુઝુકી અર્ટિગા ( Maruti Suzuki Ertiga)

3/5
image

મારુતિની કારની માંગ પહેલેથી જ ઘણી વધારે હોય છે. અને લોકો  મુસાફરી માટે તેની 7 સીટર મારુતિ સુઝુકી અર્ટિગા તરફ વળે છે. આ કાર CNG અને પેટ્રોલ બંને વર્ઝન સાથે આવે છે, જેની કિંમત 7.78 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ટોપ મોડલની વાત કરીએ તો તેની કિંમત 10.56 લાખની નજીક છે. BS-6ના આગમનથી કંપનીએ તેનું ડીઝલ મોડલ બંધ કરી દીધું છે.

મહિન્દ્રા બોલેરો ( Mahindra Bolero )

4/5
image

 મહિન્દ્રા બોલેરો કારનો ગામડાઓ અને શહેરોમાં અલગ જ ક્રેઝ છે. તે ભારતમાં સૌથી વધુ વેચાતી SUV છે જે 3 વેરિઅન્ટમાં આવે છે. આમાં B4, B6 અને B6 ઑપ્ટનો સમાવેશ થાય છે. આ ત્રણ વેરિઅન્ટની કિંમત અનુક્રમે 8.62 લાખ, 9.36 લાખ અને 9.61 લાખ રૂપિયા છે. આ ડીઝલ કારમાં 75bhp પાવર એન્જિન આપવામાં આવ્યું છે જે 210Nm ટોર્ક જનરેટ કરે છે.

મહિન્દ્રા બોલેરો નિયો ( Mahindra Bolero NEO)

5/5
image

 મહિન્દ્રાની બીજી 7 સીટર કારની વધુ માંગ છે, જેનું નામ બોલેરો નિયો છે. આ કાર બોલેરોનું એડવાન્સ વર્ઝન છે જે તેને વધુ ખાસ બનાવે છે. આ SUV કાર TUV300 જેવી લાગે છે. તેના 3 વેરિઅન્ટ પણ બજારમાં હાજર છે જેમાં N4, N8 અને N10નો સમાવેશ થાય છે. તેમની કિંમત અનુક્રમે 8.48 લાખ, 9.48 લાખ અને 9.99 લાખ રૂપિયા છે.