Best Spy Thriller Web Series Hindi: દરેક સીનમાં પરસેવો છૂટી જાય તેવી 5 વેબ સીરિઝ
Must Watch Spy Thriller Series: જે ફિલ્મ કે વેબ સીરિઝમાં મનોજ વાજપેયી, કેકે મેનન અને ઈમરાન હાશમી જેવા મંજેલા કલાકરો હોય તે તો સુપરહિટ જ રહેવાની. OTT પર જાસૂસી વેબ સિરીઝની કોઈ કમી નથી. જો તમે પણ આ સ્પાય થ્રિલરના શોખીન છો, તો અમે તમારા માટે સિલેક્ટેડ બેસ્ટ સ્પાય વેબ સિરીઝ લઈને આવ્યા છીએ, જેનો દરેક સીન તમને રોમાંચથી ભરી દેશે.
Bard of Blood:
ભારતની RAW અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI વચ્ચેની લડાઈ પર આધારિત, બાર્ડ ઓફ બ્લડ પણ ખુબ શાનદાર વેબ સીરિઝ છે. આ વેબ સીરિઝની કહાની બલૂચિસ્તાન પર આધારિત છે. આ વેબ સીરિઝમાં ઈમરાન હાશમી લીડ રોલમાં જોવા મળશે. જેણે ડિટેક્ટીવ કબીર સિંહનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવીને લોકોના દિલ જીતી લીધા છે. આ વેબ સીરિઝ તમે Netflix પર જોઈ શકો છો.
Special Ops:
આ વેબ સીરિઝમાં KK મેનન જેવા શાનદાર કલાકાર છે. આ કલાકારની હાજરીથી જ વેબ સીરિઝ હિટ જશે એની ગેરંટી નક્કી થઈ જતી હોય છે. આ વેબ સિરીઝ પણ ભારતના ગુપ્ત મિશન અને ખાસ એજન્ટો પર આધારિત છે જે કોઈને જાણ કર્યા વિના ઘાતક મિશન પાર પાડે છે. ટાઈમ કાઢીને જરૂર જોજો આ વેબ સીરિઝ.
The Night Manager:
થોડા સમય પહેલા રીલિઝ થયેલી આદિત્ય રોય કપૂરની ધ નાઈટ મેનેજર પણ લોકોને ખુબ જ પસંદ આવી છે. જો તમે હજુ સુધી ધ નાઈટ મેનેજર ના જોઈ હોય તો જોઈ લેજો. અનિલ કપૂરનું નેગેટિવ પાત્ર અને આદિત્ય રોય કપૂરની ડિટેક્ટીવ સિરીઝ જોવા જેવી છે. આ વેબ સીરિઝ તમને Hotstar પર જોવા મળશે.
The Family Man:
ધ ફેમિલી મેન વેબ સીરિઝ એ OTT પર હીટ થયેલી સૌથી ફેવરીટ વેબ સીરિઝમાંથી એક છે. આ વેબ સીરિઝ સૌથી વધુ જોવાયેલી વેબ સીરિઝ છે. લોકોને આ વેબ સીરિઝ એટલી બધી ગમી છેકે, તેની ત્રીજી સીઝનની રાહ જોઈ રહ્યાં છે. મનોજ બાજપેયીએ આમા દમદાર એક્ટિંગ કરી છે.
Mukhbir-The Story of a Spy:
મુખબીર-ધ સ્ટોરી ઓફ અ સ્પાય નામની આ વેબ સીરિઝ જાસૂસી પર આધારિત છે. આ સીરિઝ Zee5 પર જોઈ શકાય છે. આ વેબ સીરિઝની સ્ટોરી એક રિયલ સીક્રેટ મીશન પર આધારિત છે.
Trending Photos