ભડ ભડ બળી રહ્યું છે લોસ એન્જલસ, વિકરાળ આગમાં હોલીવુડ સ્ટાર્સના ઘર પણ બળીને ખાખ, હચમચાવી દેશે આ Photos

હોલીવુડ માટે જાણીતું લોસ એન્જલસ કે જ્યાં અનેક મોટી મોટી સેલિબ્રિટીઓના ઘર છે, તે આજે આગમાં ભડકે બળી રહ્યું છે. કેલિફોર્નિયાના જંગલોની વિકરાળ આગે અહીં પણ એવી તબાહી મચાવી છે કે ગણતરીના કલાકોમાં તબાહી જોવા મળી છે. 

1/10
image

hollywood ca fire department: લોસ એન્જેલસ પોતાના અત્યાર સુધીના ઈતિહાસની સૌથી મોટી આગનો સામનો કરી રહ્યું છે. ભારે પવન સાથે આ આગ જંગલથી શહેર સુધી પહોંચી. આગની લપેટોએ હજારો ઈમારતોને પોતાની ઝપેટમાં લીધી. જોત જોતામાં તો આ રાક્ષસી આગ ફેલાતી ગઈ. આખો પહાડ આગના કરાણે રાતે ધધકતા અંગારાઓની જેમ લાલ લાલ જોવા મળી રહ્યો છે. 

5 हजार हेक्टेयर इलाका प्रभावित

2/10
image

જંગલોમાં લાગેલી આ આગથી અત્યાર સુધીમાં 5 હજાર હેક્ટરથી વધુ વિસ્તાર પ્રભાવિત થયો છે. આગથી લગભગ 1100 ઈમારતો સંપૂર્ણ રીતે ખાખ થઈ ગઈ છે અને 28 હજાર ઘરોને નુકસાન પહોંચ્યું છે. જ્યારે 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

ચારેબાજુ આગ જ આગ

3/10
image

આગ એટલી ભયંકર છે કે લોસ એન્જેલસના જે વિસ્તારો સુધી આ આગ પહોંચી છે ત્યાં ફક્ત આગ જ આગ જોવા મળી રહી છે. ઘરોમાંથી જ્વાળાઓ નીકળતી જોવા મળે છે. 

3 લાખ લોકો વિસ્થાપિત

4/10
image

રિપોર્ટ્સ મુજબ લગભગ 50 હજાર લોકોને તરત ઘર ખાલી કરવાનું કહેવાયું છે. જ્યારે લગભગ 3 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ જવાના નિર્દેશ અપાયા છે. પ્રશાસને શહેરમાં ઈમરજન્સી જાહેર કરી છે. 

હોલિવુડ સ્ટાર્સના બંગલાઓ પણ આગની ઝપેટમાં

5/10
image

કેલિફોર્નિયાના પોશ વિસ્તાર પેલિસેડેટસમાં અનેક હોલીવુડ સ્ટાર્સના બંગલા છે. જેમાંથી અનેક ઘરો આગની ઝપેટમાં આવીને બળીને ખાખ થયા છે. અહીં રહેતા સેલિબ્રિટિઝમાં માર્ક હેમિલ, પેરિસ હિલ્ટન, જેમી લી કર્ટિસ, મેન્ડી મૂર, મારિયા શ્રાઈવર, એશ્ટન કુચર, જેમ્સ વુડ્સ અને લીટન મેસ્ટર જેવી અનેક હોલીવુડ સેલિબ્રિટી સામેલ છે. તેમાંથી ઘણાએ પોતાના ઘર છોડવા પડ્યા છે. 

કમલા હેરિસનું ઘર ખાલી

6/10
image

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ઘરને પણ ખાલી કરાવવામાં આવ્યું છે. કમલા હેરિસનું ઘર લોસ એન્જેલસના બ્રેટનવુડ વિસ્તારમાં છે. 

એક કરોડ લોકો રહે છે

7/10
image

લોસ એન્જેલસ અમેરિકાનું સૌથી વધુ વસ્તીવાળું કાઉન્ટી છે જેમાં એક કરોડથી વધુ લોકો રહે છે. અહીંના પ્રસિદ્ધ હોલીવુડ વિસ્તારના નામ પર જ અહીંની ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું નામ હોલીવુડ પડ્યું છે. આ વિસ્તાર પણ આગમાં લપેટાયો છે. 

ઘર-ગાડીઓ બધું બળીને ખાખ

8/10
image

આગે ઘર ગાડીઓ બધુ બળીને ખાખ કરી નાખ્યું છે. આગ એટલી ઝટપથી ફેલાઈ કે ફાયર ફાઈટર્સના પહોંચતા સુધીમાં તો મોટા પાયે નુકસાન થઈ ગયું હતું. 

ભડકે બળી રહી છે પહાડી

9/10
image

જંગલોની આગ લોસ એન્જેલસના હિલ ટોપ સુધી પહોંચી ગઈ. આગના કરાણે રાતે પહાડો લાલ અંગારો જેવા ધધકતા જોવા મળ્યા. અહીં હિલ ટોપ ઉપર પણ અનેક હસ્તીઓના ઘર છે જે આગની લપેટોથી ઘેરાયેલા છે. 

બચાવ કાર્ય યુદ્ધસ્તરે

10/10
image

લોસ એન્જલસમાં આવી આગ ક્યારેય લાગી નથી. તેના પર જેમ બને તેમ જલદી કાબૂ મેળવવા માટે યુદ્ધસ્તરે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હેલિકોપટ્રો અને વિમાનોથી ફોમનો છંટકાવ થઈ રહ્યો છે. જેથી કરીને આગ ન ફેલાય. આ વિસ્તારોનીઆગ એટલી ઝેરીલી થઈ છે કે ફાયર ફાઈટર્સ સ્પેશિયલ માસ્ક લગાવીને આગ ઓલવવામાં લાગ્યા છે.