સાવધાન: નકલી Oximeter Apps તમને બનાવે છે મૂર્ખ, તમારું એકાઉન્ટ થઇ શકે છે સફાચટ્ટ

ગાંધીનગર: દેશ (India) માં હાહાકાર મચાવનાર કોવિડ 19 (Covid 19) ના લીધે લોકોમાં ડરનો માહોલ છે. કોરોના સંક્રમણ (Coronavirus) થી બચવા માટે લોકો ઘરેબેઠા અવનવા ખતરા કરે છે. દેશી ઉપચાર અને કોવિડ 19 (Covid 19) સંબંધિત વિવિધ એપ્સ (Apps) નો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આ મહામારીમાં પણ ધૂતારાઓ મજબૂરીનો ફાયદો ઉઠાવી લોકોને ઠગવાનું બંધ કરતા નથી. ત્યારે સીઆઈડી ક્રાઈમના સાઇબર સેલ વિભાગે નકલી ઓક્સિમિટર (Duplicate Oximeter) એપ્લિકેશન (Application) થી સાવધાન રહેવા અનુરોધ કર્યો છે. 

1/5
image

ઇન્ટરનેટ પર કેટલાક URL / લિંકસ તમારા ઓકિસજન (Oxygen) સ્તરને તપાસવા માટે નકલી મોબાઇલ ઓકિસમીટર એપ્લિકેશન પ્રદાન કરવાની જાહેરાત કરી રહ્યા છે. સાયબર ગુનેગારોએ COVID સંબંધિત એપ્લિકેશનો બનાવવાનું શરૂ કર્યું છે. જે શરીરમાં ઓકિસજન (Oxygen) નું સ્તર ચેક કરે છે. (પ્રતિકાત્મક તસવીર)

2/5
image

લોકો આવી એપ્લિકેશન (Application) મફતમાં ડાઉનલોડ કરે છે અને તેમને લાગે છે કે તે ઝડપી અને સસ્તું છે. પરંતુ આવી એપ્લિકેશનોથી ઓકિસજનના સ્તરની તપાસ કરવી ખૂબ જોખમી છે. એકવાર વપરાશકર્તાઓ એપ્લિકેશન (Application) ને ડાઉનલોડ કર્યા પછી, તે ઓકિસજન (Oxygen) સ્તરને તપાસવા માટે ફોન લાઇટ, કેમેરા અને ફિંગર પ્રિન્ટ સ્કેનરનો ઉપયોગ કરે છે. (પ્રતિકાત્મક તસવીર)

3/5
image

જ્યારે તમે એપ ઇન્સ્ટોલ કરો છો ત્યારે એપ્લિકેશન (Application) તમારા કોન્ટેક, ફોટો, ફાઈલ મેનેજરનો એક્સેસ કરવાની પરવાનગી પણ પૂછે છે. ફિંગરપ્રિન્ટ સ્કેનરની મદદથી, હેકર્સ ડેટાને ખુબ જ સરળતાથી એકસેસ કરવામાં સક્ષમ હોય છે. આ રીતે ડેવલોપર્સ એપ્લિકેશનો ડાઉનલોડ કર્યા પછી વપરાશકર્તાઓને મૂર્ખ બનાવે છે. (પ્રતિકાત્મક તસવીર)

4/5
image

આવી એપ્લિકેશનો એસએમએસ ઇનબોકસ પણ વાંચી શકે છે. જેમાં તમારા બેંક એકાઉન્ટ ટ્રાંઝેકશન અને ઓટીપીનો પણ હેકર્સ ઉપયોગ કરી શકે છે. એપ્લિકેશન્સ વ્યકિતગત માહિતીને ચોરી ગૂગલપે, ફોનપે ,પેટીએમ વગેરે માટે ઉપયોગમાં લેવામાં આવતા તમારા ફિંગરપ્રિન્ટ ડેટાનો ઉપયોગ કરે છે અને આ રીતે તે, તમને ફાઇનાન્સિયલ નુકસાન પણ પહોંચાડી શકે છે. (પ્રતિકાત્મક તસવીર)

5/5
image

કોઈ કપટી દાવા કરે તેવી કોઈ પણ એપ્લિકેશન (Application) ને કયારેય ડાઉનલોડ કરશો નહીં. ઓક્સિમીટર (Oximeter) કઈ રીતે કાર્ય કરે છે તે વિષે વપરાશકર્તાઓએ જાગ્રતા રહેવું જોઈએ. ઓક્સિજન લેવલ માપવા માટે કોઈપણ ઉપકરણને ફિઝિકલ SpO2 બ્લડ ઓક્સિજન સેન્સરની આવશ્યકતા હોય છે અને હાર્ટ રેટ વાંચવા માટે ફિઝિકલ હાર્ટબીટ સેન્સરની આવશ્યક્તા હોય છે. આ સુવિધા બજારમાં મળતા કોઈ પણ સ્માર્ટફોનમાં હોતી નથી. તમે કોઈ પણ એપ ડાઉનલોડ કરો. તે પહેલાં કાળજીપૂર્વક વિચારો અને  ઇન્સ્ટોલ કરતી વખતે પરવાનગીઓની સમીક્ષા કરો. (પ્રતિકાત્મક તસવીર)