Must Visit Places: અમદાવાદ રહો છો ને ભમ્મરીયો કૂવો અને બે દુષ્ટાત્માઓનું ઘર નથી જોયું તો ડુબી મરો.. વીકેન્ડ ટ્રીપ માટે જન્નત છે આ જગ્યાઓ

Must Visit Places In Ahmedabad: અમદાવાદ નજીક મજા માણવા જેવા સૌથી બેસ્ટ પિકનિક સ્પોટ અમે આપના માટે લઈને આવ્યાં છીએ. વીક એન્ડ પિકનિક માટે અમદાવાદ નજીકના આનાથી બેસ્ટ ઓપશન નહીં મળે. હાલમાં રજાઓનો માહોલ પણ છે. તમે શનિ-રવીમાં એક દિવસની પીકનીકનું આયોજન કરીને આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.

ઐતિહાસિક ધરોહર લોથલ

1/5
image

અમદાવાદથી દક્ષિણ-પશ્વિમે 80 કિલોમીટર જેટલા અંતરે અમદાવાદ જિલ્લામાં આવેલા ભાલ વિસ્તારમાં આવેલું છે લોથલ. લોથલની શોધ ઇ. સ. 1954 ના નવેમ્બર માસમાં કરવામાં આવી હતી. લોથલ શબ્દનો અર્થ મૃત્યુ પામેલા થાય છે. લોથલ કેન્દ્ર સરકાર દ્રારા રક્ષિત અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી પ્રાચીન જગ્યા છે. લોથલ ખૂબજ જૂની સંસ્કૃતિ ધરોહર છે. કહેવાય છેકે, લોથલમાં માનવ વસ્તીનો પહેલવહેલો વસવાટ થયો હતો. તેમજ ઇ.સ. પૂર્વે 2350માં કુદરતી હોનારતને કારણે તમામ ઘરો આવાસો નાશ પામ્યા. ત્યાર બાદ ફરી એકવાર ઊંચા ટેકરા પર નગરનું આયોજન કરવામાં આવ્યું. લોથલમાં સુઆયોજિત નગર-વ્યવસ્થા હતી તે અહીંથી મળેલા વિવિધ અવશેષો જોઇ માલુમ પડે છે. તે સમયે મકાનો પણ વિશાળ હતા. સુવ્યવસ્થિત બજારો, રસ્તાઓ, ગટર વ્યવસ્થા, તે સમયના લોકોની સુઝબુઝનો પરિચય આપે છે. ખાસ કરીને અહીંના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા. લોથલનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકન પણ કરવામાં આવ્યું છે.  

ભારતનું એક માત્ર ડાયનોસોર મ્યૂઝિયમ એટલે ઈન્દ્રોડા પાર્ક

2/5
image

અમદાવાદથી માત્ર 25 કિલો મીટરના અંતરે આવેલું છે ઇંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય. જેને ઇંદ્રોડા પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. સાબરમતી નદીના કિનારે આવેલું આ અભયારણ્ય 400 એકર કરતા વધારે વિસ્તારમાં ફેલાયેલું છે. અભયારણ્યના એક ભાગમાં ડાયનોસોર અને જીવાશ્મ ઉદ્યાન પણ વિકસાવવામાં આવ્યો છે. આ કારણે ઘણી વખત તેને ઈંદ્રોડા ડાયનોસોર અને જીવાશ્મ ઉદ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં આવેલું આ એક માત્ર ડાયનોસોર સંગ્રહાલય છે. આ ઉદ્યાનનું સંચાલન ગુજરાત ઇકોલોજીકલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (GEER) દ્વારા થાય છે અને તે ભારતનો જ્યુરાસિક પાર્ક કહેવાય છે. જોકે વાસ્તવમાં અહીં સંગ્રહેલ જીવાશ્મો જ્યુરાસિક યુગના પછીના એવા ક્રેટાસિયોસ યુગના છે, જે લગભગ 6.6 કરોડ વર્ષ જૂના છે. ઇન્દ્રોડા પાર્કનાં પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, દિપડા, અજગર, શિયાળ, સાપો સહિતનાં જુદી જુદી પ્રજાતીનાં પ્રાણીઓ તથા સરીસૃપો આકર્ષણનું કેન્દ્ર છે. વિવિધ સ્થળોથી લવાયેલાં 40થી વધારે ક્રોકોડાઇલ પણ અહીં આકર્ષણ ઉભું કરે છે.

ઐતિહાસિક અજેય ઈડરિયો ગઢ

3/5
image

સાબરકાંઠા જીલ્લામાં આવેલું છે ઇડર. ઈડરને એક ઐતિહાસિક નગર પણ કહેવામાં આવે છે. ખાસ કરીને ઈડર તેના ઈડરીયા ગઢને કારણે જાણીતું છે. અજેય ગણાતા ઇડરનાં ગઢ એ જીતનું પ્રતિક છે. હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલા ઈડરિયા ગઢનો ઈતિહાસ પણ રસપ્રદ છે. અમદાવાદથી 120 કિલોમીટર દુર આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઘેરાયેલું અને વિકસેલું છે ઇડર. ભારતભરમાં જાણીતા આ નગરની જો કોઈ વિશિષ્ટ ઓળખ હોય તો તે છે એની વિશાળકાળ શીલાઓ. પથ્થરની વિશાલ શીલાઓ વચ્ચે ઈડર શહેર પણ વર્ષોથી અડીખમ ઉભેલું  છે. સમુદ્રની સપાટીથી 195 મીટર એટલે કે 639 ફીટની ઉંચાઈએ આવેલ ઈડરના ગઢ અનેક પ્રાચીન સ્થાપત્યોને જાળવીને બેઠા છે. ગઢની અંદર જ આવેલ ઝરણેશ્વર મહાદેવ પર ધોમધખતા ઉનાળામાં પણ શીતલ જળનો કુદરતી અભિષેક થતો હોય છે. વિશાલ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગનાં દર્શન થાય છે. તો રાજ મહેલ, મહાકાલી મંદિર, રૂઠી રાણીનું માળિયું, નવ ગજાપીર, પાંચ મુખી હનુમાનજી મંદિર સહીત અનેક પ્રાચીન મંદિરો અહી આવેલા છે. અહીંના પ્રાચીન મંદીરો, ખંડેરો, મૂર્તિઓ, સુશોભિત વાવો, કૂંડ અને તળાવો અહીંના ભવ્ય પ્રાચીન ઈતિહાસની સાક્ષી પૂરે છે.ઉનાળામાં ઈડરિયા ગઢની સાથો-સાથ આ શહેર ધગધગતું રહે છે. જોકે, શિયાળા અને ચોમોસાની સિઝનમાં તમે ઈડરિયા ગઢની મુલાકાત લઈ શકો છો. ટ્રેકિંગના શોખીન લોકો માટે ઈડરિયા ગઢની મુલાકાત ચોક્કસ એડવેન્ચર ભરી રહેશે.

મહેમદાવાદમાં આવેલો ભમ્મરીયો કૂવો

4/5
image

ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદ તાલુકાનાં મુખ્યમથક એવા મહેમદાવાદ ખાતે ભમ્મરીયો કૂવો આવેલો છે. ભમ્મરીયો કૂવો એક પ્રાચીન સ્થાપત્ય છે. આ કૂવાનું નિર્માણ 15મી સદીમાં મહેમુદશાહ બેગડા નામના બાદશાહે કરાવ્યું હતું. આ સ્થાપત્ય કેન્દ્રના પુરાતત્વ વિભાગ દ્વારા ક્રમાંક N-GJ-143 હેઠળ રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે. આ પુરાતન અવશેષ મહેમદાવાદથી ખેડા જતા માર્ગ પર આવેલા છે. અહીંની વિશેષતાઓની વાત કરીએતો, આ કૂવાની આસપાસ ભૂગર્ભમાં નિવાસસ્થાનના ખંડો બનાવવામાં આવેલા છે. અહીં આવેલો અષ્ટકોણાકાર કૂવો 36 ફૂટ જેટલો વ્યાસ ધરાવે છે. હાલ જમીનમાં ત્રણ મજલાનું બાંધકામ છે, જેમાં ઉપરના બે મજલામાં ખંડો આવેલા છે, જ્યારે નીચેના મજલે સાંકડા પગથિયાં દ્વારા સીધા કૂવામાં જવાય છે. ખંડમાં જવા માટે ચાર સીડીઓ આવેલી છે તેમ જ બે સીડીઓ ગોળાકારે ફરતી બનાવવામાં આવેલી હોવાથી આ કૂવાનું નામ ભમ્મરીયો કૂવો પડ્યું હતું. સાત માળ ઉંડા ભમ્મરી કૂવાની બનાવટ ગજબની છે. ભુલભુલામણી ભર્યા ભમ્મરીયા કુવા વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. ગાંધીનગરથી નજીક હાલિસા ગામે આ સુંદર સ્થળ આવેલું છે. કૂવાની રચના અને તેની બનાવટ આબેહૂબ છે. ભમરિયા કૂવાની ડિઝાઈનની જો વાત કરવામાં આવે તો સામ સામે બંન્ને દીશામાં કૂવામાં પ્રવેશદ્વાર છે. આશરે 15થી 18 વ્યાસ અને 90થી 100 ફુટ વ્યાસ ઉડાઈ ધરાવે છે. ઝરૂઘાની બનાવટ પણ અજબ છે. ભમરિયા કૂવામાં આડા અવળા ભૂલ ભૂલામણી વાળા વળાંકો છે. રાજા મહારાજાઓના સમયમાં જળસ્ત્રોત માટે કેવું ઉત્તમ આયોજન કરવામાં આવતું હતું એ જોવું હોય તો તમારે એકવાર ભમ્મરીયા કૂવાની મુલાકાત લેવી પડશે. ઐતિહાસિક ધરોહરને જોવા જાણવામાં રસ ધરાવતા લોકો માટે આ સ્થળ એક સુંદર પિકનિક પ્લેસ બની રહેશે.

પોઈચા નીલકંઠધામ સ્વામી નારાયણ મંદિર

5/5
image

અમદાવાદથી આશરે 170 કિલોમીટરના અંતરે વડોદરા જિલ્લામાં આવેલાં રાજપીપળા નજીક આવેલું છે પોઈચા નીલકંઠધામ સ્વામિ નારાયણ મંદિર. વિશાળ પરિસરમાં આવેલું છે આ સ્વામી નારાયણ મંદિર. અદભુત કારીગરી, ભગવાન સ્વામિ નારાયણના જીવનના પ્રસંગોને જીવંત કરતું થીમ પાર્ક, સુંદર ફુવારા, મુર્તિઓ, લાઈવ થીમ સ્ટેચ્યુ, પિકનિક પાર્ક, થીમ બેઝ ગાર્ડનની સુંદર સજાવટ. બાળકૃષ્ણની લીલાઓના પ્રસંગો, રામાયણન પ્રસંગોનું મૂર્તિઓ દ્વારા નિરૂપણ, ગ્રામીણ ભારત અને નવા ભારતની તસવીરોનું નિરૂપણ. અદભુત લાઈટિંગ. વિવિધ દેવી-દેવતાઓની વિશાળ મૂર્તિઓ. જ્યાં પહોંચીને નાના-મોટા સૌ કોઈ ખુશ-ખુશાલ થઈ જાય એવું સુંદર સ્થળ. જ્યાં ફોટોગ્રાફી કરવા બેસીએ તો સવારની સાંજ ક્યાં પડી જાય તેનો ખ્યાલ પણ ન રહે. જો તમે પરિવાર સાથે વન-ડે પિકનિકનો પ્લાન કરી રહ્યાં છો તો આ સ્થળની મુલાકાત તમારા માટે બેસ્ટ રહેશે.