Photos: ગુજરાતના આ વિસ્તારોમાં જોવા મળી બંધની વ્યાપક અસર; લોકો સ્વયંભૂ જોડાયા, જાણો ક્યાં અસર નથી?

દલિત અને આદીવાસી સંગઠને દેશભરમાં આજે 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ આંદોલન મુખ્ય રીતે હાલમાં જ સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદા વિરુદ્ધ છે. 

1/12
image

દલિત અને આદીવાસી સંગઠને દેશભરમાં આજે 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ આંદોલન મુખ્ય રીતે હાલમાં જ સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદા વિરુદ્ધ છે. SC-ST અનામતમાં ક્રિમી લેયર લાગૂ કરવાનો વિરોધ થઈ રહ્યો છે. સંગઠનોનું માનવું છે કે આ નિર્ણય એસસી, એસટી અને ઓબીસીના અનામત પર જોખમ ઊભુ કરે છે. આ સંગઠન માને છે કે આ નિર્ણય સામાજિક ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ છે. હવે આ ભારત બંધની ગુજરાતમાં કેટલી અસર પડી છે તે પણ જાણી લો.   

કોણે આપ્યું છે બંધનું એલાન

2/12
image

SC-ST અનામતમાં ક્રીમીલેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં આજે ભારત બંધનું એલાન.. દલિત અને આદિવાસી સંગઠનોએ બંધની કરી જાહેરાત.. બસપા અને RJDનું સમર્થન.

બંધની અસર

3/12
image

દેશના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે બંધની અસર. ગુજરાતમાં પણ અનેક આદિવાસી વિસ્તારોમાં બંધની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ. ક્યાંક સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરોધમાં ધંધા રોજગાર બંધ રખાયા તો ક્યાંક રાબેતા મૂજબ શરૂ. 

ગુજરાતમાં ક્યાં જોવા મળી છે અસર?

4/12
image

ભારત બંધના એલાનને સુરતના ઉમરપાડામાં સંપૂર્ણ પ્રતિસાદ. ઉમરપાડા, કેવડી, ઝંખવાવ સંપૂર્ણ રીતે બંધ. ઉમરપાડામાં લોકો સંપૂર્ણ બંધ લોકો સ્વયંભૂ જોડાયા. SC-ST સમાજ સંગઠનોએ SCના ચુકાદા સામે નોંધાવ્યો છે વિરોધ  

સુરેન્દ્રનગરમાં દલિતોએ રોકી ટ્રેન

5/12
image

ગુજરાતમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ. SC-ST અનામતમાં ક્રીમીલેયરના વિરોધમાં ઠેર ઠેર રેલીઓનું આયોજન. સુરેન્દ્રનગરમાં દલિતોએ ટ્રેન રોકતા અધિકારીઓ દોડતા થયા.  

હાઈવે કર્યો ચક્કાજામ, સંતરામપુરમાં નહિવત અસર

6/12
image

ગઢડા તાલુકાના ઢસાગામે અનુસૂચિત સમાજના યુવાનો દ્વારા રાજકોટ ભાવનગર હાઈવે કર્યો ચક્કાજામ. ઢસા ગામે યુવાને રોડ ચક્કાજામ કરી સુત્રોચ્ચાર કરી ને કર્યો વિરોધ પ્રદર્શન. ઢસા ગામે એસી.એસટી સમાજ દ્વારા સૂત્રોચ્ચાર કરી ભાવનગર રાજકોટ હાઇવે કર્યો બંધ.  જ્યારે મહીસાગર જિલ્લા ના સંતરામપુર ને બંધ ના એલાન ને નહીવત પ્રતિસાદ. સંતરામપુર ના આગેવાનો દ્વારા બજારો તેમજ દુકાનો બંધ કરાવતા અટકાયત. દૂકાનો બંધ કરાવતા સંતરામપુર પોલીસ દ્વારા 11 જેટલાં ઈસમો ની અટકાયત. પોલીસ દ્વારા 11 ઈસમો ને નજર કેદ કરવામાં આવ્યા. આદિવાસી બહુલય ધરાવતા સંતરામપુરમાં બંધ ના એલાનને નહિવત્ પ્રતિસાદ.

ધોરાજીમાં વિરોધ પ્રદર્શન

7/12
image

એસ.સી, એસ.ટી. અનામતમાં ક્રીમિલેયરના વિરોધમાં આજે ભારત બંધનું એલાન. અનામત બચાવવાના નારા સાથે સુત્રોચાર કર્યા. સુપ્રીમ કોર્ટના ચુકાદાને ગેરબંધારણીય ગણાવ્યું. ધોરાજી SC ST સમાજ દ્વારા કરાયુ વિરોધ પ્રદર્શન, ધોરાજી રહ્યું આંશિક બંધ, ધોરાજી ગેલેક્સી ચોક પર અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા દુકાન બંધ કરાવવા નિકળ્યા. ધોરાજી સરદાર ચોક, શાકમાર્કેટ રોડ, ગેલેક્સી ચોક સહિત મુખ્ય બજાર બંધ, ધોરાજી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. બંધના એલાનને આંશિક પ્રતિસાદ જોવા મળ્યો

નવસારીમાં મિશ્ર પ્રતિસાદ

8/12
image

નવસારીમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ. નવસારી શહેરમાં બંધની કોઈ અસર જોવા ન મળી. નવસારી, જલાલપોર અને ગણદેવીમાં બંધની અસર નહીં. ચીખલી, ખેરગામ અને વાંસદામાં બંધની અસર. ભારત બંધના એલાનને પગલે જિલ્લા પોલીસ સતર્ક. પેટ્રોલિંગ સાથે સ્થિતિ પર નજર.  

તાપીમાં પણ જોવા મળી અસર

9/12
image

તાપી જિલ્લાના વ્યારા સોનગઢ તાલુકામાં સંપૂર્ણ પ્રતિસાદ. વ્યારા સોનગઢ તાલુકામાં સંપૂર્ણ બંધ લોકો સ્વયં:ભૂ જોડાયા. ST-SC સમાજ સંગઠનો દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે નોંધાવ્યો છે વિરોધ. સુપ્રીમ કોર્ટના જજો દ્વારા ST-SC કોટામાં વર્ગીકરણ, અને ક્રિમિલેયર દાખલ કરવા આપ્યો છે ચુકાદો

સાબરકાંઠામાં બંધની અસર

10/12
image

ભારત બંધની સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી અસર. વિજયનગર તાલુકામાં બંધની અસર જોવા મળી. વિજયનગર, ચિઠોડા, અંદ્રોખા અને આંતરસુબ્બા આશ્રમમાં બજારો બંધ. ST સિવાય લોકલ વાહનોની અવર જવર ઓછી જોવા મળી. SC, ST આરક્ષણમાં ક્રિમિલિયર, નોન ક્રિમિલિયર લાગુ કરવાનો વિરોધ. 

છોટાઉદેપુરમાં નહિવત અસર

11/12
image

છોટાઉદેપુરમાં ભારત બંધની નહિવત અસર. જિલ્લાના બજારો રાબેતા મુજબ ચાલુ જોવા મળ્યા. છોટાઉદેપુર જિલ્લામાં ભરત બંધની અસર જોવા મળી નહીં. સુપ્રીમ કોર્ટના ચુકાદ બાદ વિરોધમાં એસસીએસટી સમાજ દ્વારા ભારત બંધની અપીલ કરી હતી.   

શું છે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

12/12
image

સુપ્રીમ કોર્ટે SC-ST આરક્ષણમાં ક્રીમીલેયર અંગે ચુકાદો આપતા કહ્યું હતું કે, તમામ SC અને ST જાતિઓ અને જનજાતિઓ સમાન વર્ગ નથી. કેટલીક જાતિઓ વધુ પછાત હોઈ શકે છે. ઉદાહરણ તરીકે - ગટર સાફ કરનારા અને વણકર. આ બંને જાતિઓ SC હેઠળ આવે છે, પરંતુ આ જાતિના લોકો બાકીના લોકો કરતા વધુ પછાત રહે છે. આ લોકોના ઉત્થાન માટે, રાજ્ય સરકારો એસસી-એસટી અનામતનું વર્ગીકરણ કરીને અલગ ક્વોટા નક્કી કરી શકે છે. આમ કરવું બંધારણના અનુચ્છેદ 341ની વિરુદ્ધ નથી. ક્વોટા નક્કી કરવાના નિર્ણયની સાથે સુપ્રીમ કોર્ટે રાજ્યોને જરૂરી સૂચનાઓ પણ આપી હતી અને કહ્યું કે રાજ્ય સરકારો આ નિર્ણય મનસ્વી રીતે લઈ શકે નહીં. આમાં પણ બે શરતો લાગુ પડશે.