વિકટ પરિસ્થિતિમાં રૂપેણ બંદર પર ફસાયેલા લોકોનું NDRF ની ટીમે કર્યું રેસ્ક્યૂ, જુઓ તસવીરો, Video

હવામાન ખાતાએ આપેલી લેટેસ્ટ માહિતી મુજબ હાલ આ બિપરજોય વાવાઝોડું નબળું પડીને સિવિયર સાયક્લોનમાં ફેરવાયું છે અને ભૂજથી 30 કિમી દૂર છે. સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છ પર વધુ નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. આ વાવાઝોડાની ગઈકાલે સાંજે ગુજરાતના કાંઠે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ હતી જે મોડી રાત સુધી ચાલી. આ દરમિયાન ભારે પવન ફૂંકાયો અને અનેક ઠેકાણે ધોધમાર વરસાદ પણ પડ્યો. એક લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા. જો કે કેટલાક લોકો રૂપેણ બંદર પર ફસાઈ ગયા હતા જેમનું NDRF એ સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યું. 
 

1/4
image

વાવાઝોડાના સંકટમાં NDRF બની દેવદૂત. NDRFના જવાનોએ ફસાયેસા લોકોનું કર્યુ રેસ્કયૂ. 

2/4
image

રૂપેણ બંદર પર ફસાયા હતા અનેક લોકો. 

3/4
image

જાણકારી મળતાં જ NDRFના જવાનો પહોંચ્યા. 

4/4
image

બંદર પર ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બચાવ્યા

#WATCH | NDRF team rescues two stranded people from the low-lying areas of Rupen Bandar in Dwarka district after cyclone 'Biparjoy' made landfall along the Gujarat coast yesterday. (Video Source: NDRF) pic.twitter.com/OdfDqpjTlN

— ANI (@ANI) June 16, 2023