તસવીરો: કચ્છ જખૌમાં પ્રિ-સાયક્લોનિક ઇફેક્ટ શરૂ, તીવ્રતા સાથે વાવાઝોડું વધી રહ્યું છે આગળ..!

Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોયનું કચ્છમાં લેન્ડફોલ શરૂ થયું છે. આ દરમિયાન 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

1/7
image

Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોયનું કચ્છમાં લેન્ડફોલ શરૂ થયું છે. આ દરમિયાન 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

લેન્ડફોલની અસર શરૂ

2/7
image

સાયક્લોન બિપોરજોયની અસરથી મોરબીમાં પણ ભારે પવન સાથે ભારે વરસાદ થયો છે. હાલમાં, ચક્રવાત બિપોરજોયની લેન્ડફોલની અસર સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. દ્વારકા અને જામનગરથી ભારે વરસાદ અને ભારે પવનને કારણે અનેક જગ્યાએ વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ છે.

હર્ષ સંઘવીએ સ્થળાંતર થયેલા નાગરિકોની લીધી મુલાકાત

3/7
image

દ્વારકાના ગાંધવિ ખાતે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અંતર્ગતના વિવિધ હેતુલક્ષી આશ્રયસ્થાનમાં સ્થળાંતર થયેલા નાગરિકોની મુલાકાત લઈને અહીં તેમને આપવામાં આવતી સુવિધાઓ અને મદદની સમીક્ષા કરી. રાજ્ય સરકાર નાગરિકોની સલામતીની સતત ચિંતા કરી રહી છે. સંભવિત કુદરતી આપત્તિની આ પરિસ્થિતિમાં દરેક નાગરિકોને આશ્વસ્ત રહેવા માટે અપીલ કરીએ છીએ.

તીવ્રતા સાથે વાવાઝોડું વધી રહ્યું છે આગળ..!

4/7
image

કચ્છ જખૌમાં પ્રિ સાયક્લોનિક ઇફેક્ટ શરૂ થઇ ગઇ છે, જખૌ બંદર પર પવન નું જોર વધ્યું છે. ભારે વરસાદના ઝાપટાં પણ પડી રહ્યા છે, પરિસ્થિતિ વધુ ખરાબ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

8 રાજ્યોમાં એલર્ટ જારી

5/7
image

.ચક્રવાતી તોફાન બિપરજોય આજે (15 જૂન) તબાહી સર્જે તેવી સંભાવના વચ્ચે 8 રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નેવી, એરફોર્સ, આર્મી, એનડીઆરએફ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ તૈયાર છે. 74 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

નાગરિકોને આશ્વસ્ત રહેવા માટે અપીલ

6/7
image

દ્વારકાના ગાંધવિ ખાતે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અંતર્ગતના વિવિધ હેતુલક્ષી આશ્રયસ્થાનમાં સ્થળાંતર થયેલા નાગરિકોની મુલાકાત લઈને અહીં તેમને આપવામાં આવતી સુવિધાઓ અને મદદની સમીક્ષા કરી.

કચ્છમાંથી સ્થળાંતર કરાયેલા લોકોને ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યું

7/7
image

ભયાનક ચક્રવાતી તોફાન 'બિપરજોય' ને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લામાંથી સ્થળાંતર કરાયેલા લોકોને આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS ઈન્ડિયા)એ 2,000 ફૂડ પેકેટ્સ પૂરા પાડીને રાહત કામગીરીને સમર્થન આપ્યું હતું. આ ફૂડ પેકેટ્સ અંજાર મામલતદારને સોંપવામાં આવ્યા હતા અને ત્યારબાદ બુધવારે સાંજે કચ્છના અંજાર તાલુકાના તુણા અને બીટી ગામમાં સ્થાપિત આશ્રય ગૃહોમાં વિતરણ કરવામાં આવ્યા હતા. AM/NS ઈન્ડિયાએ વધારાના ફૂડ પેકેટ્સ પ્રદાન કરવા અને વાવાઝોડાની અસરના સંચાલનમાં જિલ્લા સત્તાવાળાઓને સહાયતા આપવા માટે પણ તૈયારી દર્શાવી હતી.