Nasa News

હજી તારીખ આપી રહી છે NASA! સુનીતા વિલિયમ્સ હવે માર્ચ પહેલા પૃથ્વી પર નહીં આવી શકે
Sunita Williams Return To Earth: ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું પૃથ્વી પર પરત ફરવાનું ફરી મોકૂફ રાખવામાં આવ્યું છે. યુએસ સ્પેસ એજન્સી, નાસાએ મંગળવારે જાહેરાત કરી હતી કે સુનીતા અને તેના સાથી અવકાશયાત્રી, બૂચ વિલ્મોરને માર્ચ 2025 પહેલા પાછા લાવવું શક્ય બનશે નહીં. બંને અવકાશયાત્રીઓ જૂન 2024 થી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ફસાયેલા છે. બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ખામી સર્જાવાને કારણે, તેમનું અઠવાડિયાનું મિશન આઠ મહિના સુધી ખેંચાઈ ગયું. નાસાએ અગાઉ કહ્યું હતું કે ફેબ્રુઆરી 2025માં સુનીતા અને બૂચને પરત લાવવા માટે એક અવકાશયાન સ્પેસ સ્ટેશન પર જશે. જો કે, હવે નવીનતમ અપડેટમાં, નાસાએ કહ્યું છે કે તે અવકાશયાન માર્ચ 2025 ના અંતિમ દિવસો પહેલા લોન્ચ કરવામાં આવશે નહીં. મતલબ કે સુનીતા અને બૂચને હવે વધુ એક મહિનો અવકાશમાં રહેવું પડશે.
Dec 18,2024, 16:06 PM IST
સુનિતા વિલિયમ્સ મુશ્કેલીમાં, શરીર સાથે મગજને પણ જોખમ! આ 5 પડકારો સામે ઝઝૂમી રહ્યા છે
એસ્ટ્રોનટ સુનિતા વીલિયમ્સે અંતરિક્ષમાં ફેબ્રુઆરી 2025 સુધી રોકાવવું પડી શકે છે. NASA એ ગત અઠવાડિયે એક અપડેટમાં આ આશંકા વ્યક્ત કરી. વિલિયમ્સ અને તેમની સાથે બુચ વિલ્મોરને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં બે મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે. બંને એસ્ટ્રોનટ્સ ફક્ત આઠ દિવસના મિશન પર ગયા હતા પરંતુ બોઈંગ સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી આવતા તેઓ ફસાઈ ગયા. મિશન લાંબુ ખેંચાતા બંનેના સ્વાસ્થ્ય માટે જોખમ પેદા થયું છે. અંતરિક્ષની દુર્ગમ પરિસ્થિતિઓ બંને એસ્ટ્રોનટ્સને શારીરિક અને માનસિક રીતે બીમાર કરી શકે છે. અંતરિક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર કયા કયા જોખમોનો સામનો કરી રહ્યા છે તે ખાસ જાણો.   
Aug 13,2024, 15:53 PM IST

Trending news