TOP 5 BLUETOOTH SPEAKERS જેની કિંમત છે સાવ સસ્તી, આ સ્પીકર તમારી ટ્રીપને બનાવશે એકદમ મ્યુઝિકલ
માર્કેટમાં તો અનેક સ્ટાઈલિશ અને કલરફુલ બ્લુટુથ(Bluetooth) સ્પીકર મળી રહ્યાં છે. તેમાં પણ લોકોને ઓછા બજેટમાં બેસ્ટ સાઉન્ડ ક્વોલિટી સ્પીકર ખરીદવાનું પસંદ કરે છે. ત્યારે આજે અમે તમને 5 એવા બ્લુટુથ સ્પીકર વિશે જણાવીશું જેની કિંમત 1500 રૂપિયાની આસપાસ છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ મિત્રો સાથે પાર્ટી કરવી હોય કે પછી રોડ ટ્રીપ પર જવાનું હોય, ત્યારે મ્યુઝિક તમારી મજાને બમણી કરી દે છે. લોકો લાંબી ટ્રીપમાં જતા હોય છે ત્યારે મોજ મજા માટે પોર્ટેબલ બ્લુટુથ(Bluetooth) સ્પીકર સાથે લઈ જતા હોય છે. આ પ્રકારના સ્પીકરને તમે ક્યાંય પણ આસાનીથી લઈ જઈ શકો છો. માર્કેટમાં તો અનેક સ્ટાઈલિશ અને કલરફુલ બ્લુટુથ(Bluetooth) સ્પીકર મળી રહ્યાં છે. જેમાં આજે અમે તમને 5 એવા બ્લુટુથ સ્પીકર વિશે જણાવીશું જેની કિંમત 1500 રૂપિયા છે. આ બજેટ બ્લુટુથ સ્પીકરમાં છે લાઉડ સાઉન્ડ વીથ એક્સટ્રા બેસ.
ZEBRONICS PORTABLE BLUETOOTH
ZEBRONICSનું આ સ્પીકર ઈનબિલ્ટ FM સાથે આવે છે. લાઉન્ડ સાઉન્ડ માટે 10Wનું સાઉન્ડ આઉટપુટ આપવામાં આવ્યું છે. આ પોર્ટેબલ સ્પીકરનો વજન 920 ગ્રામ છે. આ સ્પીકરને મોબાઈલ સાથે કનેક્ટર કરી હાઈ બેસ પર સોંગ વગાડી શકાય છે. આ સ્પીકરમાં બ્લુટુથ 2.1 આપવામાં આવ્યું છે. આ સ્પીકરમાં 32GBનું માઈક્રો-SD લગાવી શકાય છે. આ સ્પીકરની કિંમત 1299 રૂપિયા છે.
PHILIPS BT50G
PHILIPS BT50G પોર્ટેબલ બ્લુટુથ સ્પીકર એન્ટી ક્લિપિંગ ફંકશન સાથે મળે છે. આ કારણે બેટરી ઓછી હોવા છતાં તેની ઓડિયો ક્વોલિટી વધારે વોલ્યુમ પર ખરાબ થતી નથી. આ સ્પીકરમાં 2Wનું સાઉન્ડ આઉટપુટ આપવામાં આવ્યું છે. આ સ્પીકરનો વજન 91 ગ્રામ જ છે. સ્પીકરનું બેટરી બેકઅપ 6 કલાકનું છે. આ સ્પીકપ 1080માં મળશે.
MI OUTDOOR BLUETOOTH SPEAKER
MI OUTDOOR સ્પીકરને ભારતમાં ગત વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સ્પીકરમાં 5Wનું સાઉન્ડ આઉટપુટ આપવામાં આવ્યું છે. આ સ્પીકરમાં 2000mAHની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ સ્પીકર સિંગલ ચાર્જમાં 20 કલાકનું પ્લેબેક ટાઈમ આપે છે. કનેક્ટિવિટી માટે બ્લુટુથ 5.0 આપવામાં આવ્યું છે. આ સ્પીકરની કિંમત 1399 છે.
INFINITY(JBL) FUZE 100
INFINITY(JBL) FUZE 100 બ્લુટુથ સ્પીકરને RUGGED FABRICથી બનાવવામાં આવ્યું છે. આ વોટર અને ડસ્ટ પ્રુફ પોર્ટેબલ સ્પીકર છે. આ સ્પીકરમાં લાઉડ સાઉન્ડ ક્વોલિટી સાથે ડીપ બેસ આપવામાં આવ્યું છે. 3D સરાઉન્ડ (3D SURROUND) એફેક્ટ હોવાથી સાઉન્ડ એક્સપિરીયન્સ એકદમ વધી જાય છે. આ સ્પીકરમાં 750mAHની બેટરી આપવામાં આવી છે. જે 9 કલાકનું પ્લેબેક ટાઈમ આપે છે. આ સ્પીકરમાં બ્લુટુથ 4.2 આપવામાં આવ્યું છે. જેની રેંજ 40 ફુટ છે. આ સ્પીકરમાં ડ્યુલ EQUALIZER આપવામાં આવ્યું છે. આ સ્પીકરની કિંમત 1499 રાખવામાં આવી છે.
BOAT STONE 170
જે લોકોને વધુ બેસ પસંદ છે, તેમના માટે આ સ્પીકર છે બેસ્ટ ચોઈસ. આ સ્પીકરમાં શ્રેષ્ઠ સાઉન્ડ તો મળે છે, પરંતુ તેનો વજન 499 ગ્રામ છે. આ સ્પીકરમાં 5Wનું સાઉન્ડ આઉટપુટ આપવામાં આવ્યું છે. આ સ્પીકરમાં માઈક્રો-SD કાર્ડ સ્લોટનું પણ ઓપશન આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે બ્લુટુથ 4.2 આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ સ્પીકર સિંગલ ચાર્જમાં 6 કલાકનું પ્લેબેક ટાઈમ આપે છે. આ સ્પીકરની કિંમત 1299 છે.
Trending Photos