પહેલીવાર PM મોદીને લઇને વિદેશી જમીન પર પહોચ્યું VVIP વિમાન, જાણો 'એર ઇન્ડીયા વન'ની ખાસિયતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે દિલ્હીથી ઢાકા માટે જ્યારે રવાના થયા તો તે એક VVIP વિમાનમાં સવાર થયા. ભારતના નવા વીવીઆઇપી વિમાન 'એર ઇન્ડીયા વન' એ જ છે, જેને અમેરિકાથી મંગાવવામાં આવ્યું છે અને તેમાં ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી મુસાફરી કરશે. 

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે દિલ્હીથી ઢાકા માટે જ્યારે રવાના થયા તો તે એક VVIP વિમાનમાં સવાર થયા. ભારતના નવા વીવીઆઇપી વિમાન 'એર ઇન્ડીયા વન' એ જ છે, જેને અમેરિકાથી મંગાવવામાં આવ્યું છે અને તેમાં ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી મુસાફરી કરશે. આ વિમાનની આમ તો ઘણી ખાસિયતો છે પરંતુ એક વસ્તુ તેને ખાસ બનાવે છે તે છે તેમાં મોટા શબ્દોમાં 'ભારત' લખેલું છે અને વચ્ચે રાષ્ટ્રીય અશોક ચિહ્ન સાથે ફરી ઇન્ડીયા લખેલું છે.

અઢી કલાકમાં બાંગ્લાદેશ પહોંચ્યું એર ઇન્ડીયા વન

1/4
image

બોઇંગએ ગત વર્ષે ઓક્ટોબરમાં ભારત સરકારને વીટી-એએલડબ્લ્યૂ રજિસ્ટ્રેશન નંબરવાળી બી777 વિમાનની ખરીદી કરી હતી. વિમાનને એઆઇ1 અથવા એરઇન્ડીયા વન કહેવામાં આવે છે. આ વિમાને શુક્રવારે સવારે જ્યારે આઠ વાગે દિલ્હીથી ઉડાન ભરી અને સવારે લગભગ 10:30 વાગે ઢાકા એરપોર્ટ પર ઉતર્યું. રજિસ્ટ્રેશન નંબર વીટી-એએલવીવાળું વધુ એક વિશેષ નિર્મિત બી777 વિમાન અમેરિકી કંપની બોઇંગે ગત વર્ષે ઓક્ટોબરમાં ભારત સરકારને સોંપવામાં આવી હતી. વિશેષરૂપથી આ બંને વિમાન ફક્ત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીની યાત્ર માટે છે. 

આ છે ખાસિયત

2/4
image

બોઇંગએ ગત વર્ષે ઓક્ટોબરમાં વીટી-એએલડબ્લ્યૂ રજિસ્ટ્રેશન નંબરવાળા બી777 વિમાનને ભારતને સોંપવામાં આવ્યું હતું. આ વિમાન વિશેષરૂપમથી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રીની યાત્રા માટે તૈયાર કરવામાં આવ્યું છે. વિમાનમાં સુરક્ષાની પુરતી વ્યવસ્થા સાથે સાથે એડવાન્સ કોમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ છે જેના દ્રારા હવામાં હેક થયા વગર ઓડિયો અને વીડિયો સંપર્ક કરી શકાય છે. 

ઇલેક્ટ્રોનિક વોરફેર જામર

3/4
image

આ વિમાનની સૌથી મહત્વપૂર્ણ ખૂબી એ છે કે તેમાં ઇલેક્ટ્રોનિક વોરફેર જામર લગાવવામાં આવ્યા છે જેના દ્રારા દુશ્મનોના નાપાક ઇરાદાઓને ધ્વસ્ત કરી શકાય છે કારણ કે તેનાથી તેમના જીપીએસ અને ડ્રોન સિગ્નલ બ્લોક થઇ જાય છે.એટલું જ નહી આ મિસાઇલને પણ સરળતાથી ચકમો આપી શકે છે. અતિઆધુનિક ટેક્નોલોજી અને સુવિધાઓથી સજ્જ આ વિમાન સુરક્ષા સાથે-સાથે હવામાં ઇંધણ ભરાવવાની ક્ષમતા છે. 

અતિઆધુનિક મિસાઇલ સુરક્ષા સિસ્ટમ

4/4
image

વિમાનમાં એઆઇ1 અથવા એર ઇન્ડીયા વન કહેવામાં આવે છે. આ વિમાને શુક્રવારે સવારે જ્યારે આઠ વાગે દિલ્હીથી ઉડાન ભરી અને સવારે લગભગ 10:30 વાગે ઢાકા એરપોર્ટ પર ઉતર્યું. બી777 વિમાનોમાં અતિઆધુનિક મિસાઇલ સુરક્ષા સિસ્ટમ હોય છે જેને લાર્જ એરક્રાફ્ટ ઇન્ફ્રારેડ કાઉન્ટરમેજર્સ અને સેલ્ફ-પ્રોટેક્શન સુઇટ્સ કહેવામાં આવે છે.