આ અભિનેત્રી પણ 40 વર્ષની ઉંમર પછી બની માતા, આ લીસ્ટમાં જોડાયું એક નવું નામ
Actress Pregnant at age of 40: ઘણી અભિનેત્રીઓ ફિલ્મોમાં આવ્યાં બાદ પોતાની કરિયરના કારણે લેટ લગ્ન કરે છે. એટલું જ નહીં બેબી પ્લાન કરવામાં પણ તેઓ ઘણી રાહ જોતા હોય છે. આવી અભિનેત્રીની યાદી ખુબ લાંબી છે. હાલ આરતી છાબરીયાનું નામ પણ તેમાં સામેલ થયું છે. જુઓ કઈ-કઈ અભિનેત્રીઓ છે આ યાદીમાં સામેલ...
દિયા મિર્ઝા
એક્ટ્રેસ દિયા મિર્ઝાએ પણ 40 વર્ષની થયા બાદ માતા બનવાનો નિર્ણય લીધો હતો. દિયા મિર્ઝાએ 40 વર્ષની ઉંમરે પોતાના પહેલાં બાળકને જન્મ આપ્યો હતો.
નેહા ધૂપિયા
અભિનેત્રી નેહા ધૂપિયા તેના ગ્લેમરસ લુકને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. નેહા ધૂપિયા જ્યારે બીજી વખત માતા બની ત્યારે તે 41 વર્ષની હતી.
કરીના કપૂર ખાન
બોલિવૂડની બેબો એટલે કે કરીના કપૂર ખાને વર્ષ 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ બાદ કરીનાએ 2016માં તેના પહેલા પુત્ર તૈમુરને જન્મ આપ્યો, તે સમયે અભિનેત્રીની ઉંમર 36 વર્ષની હતી. ત્યારબાદ કરીનાએ વર્ષ 2021માં તેના બીજા પુત્ર જેહને જન્મ આપ્યો.
બિપાસા બાસુ
બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુએ વર્ષ 2016માં કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ સાત વર્ષ પછી, અભિનેત્રીએ 43 વર્ષની ઉંમરે દેશી બાસુ સિંહ ગ્રોવરને પુત્રીને જન્મ આપ્યો.
અમૃતા રાવ
શાહિદ કપૂર સ્ટારર વિવાહ ફિલ્મની લીડ એક્ટ્રેસ અમૃતા રાવનું નામ પણ 40 વર્ષ પછી માતા બનેલી અભિનેત્રીઓની યાદીમાં છે. અમૃતા રાવે વર્ષ 2016માં આરજે અનમોલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ પછી, અભિનેત્રીએ તેના પ્રથમ બાળકને જન્મ આપ્યો. આ દરમિયાન અભિનેત્રી 40 વર્ષની હતી.
Trending Photos