Holi Special: બોલીવુડના આ ફિલ્મી સિતારાઓની લગ્ન પછી પહેલી હોળી

ઝી બ્યૂરો, અમદાવાદઃ દેશભરમાં કોરોના મહામારીના વધતા પ્રકોપના કારણે હોળીની તૈયારીઓ પર અસર પડી છે. ત્યાં સુધી કે બિગ બીના ઘરે દર વર્ષે થતી શાનદાર હોળી પાર્ટી પણ રદ કરી દેવામાં આવી છે. જ્યારે બીજી બાજુ છેલ્લાં કેટલાંક સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાંક સિતારાઓના લગ્ન પણ જોવા મળ્યા. ત્યારે સ્પષ્ટ છે કે આ નવી નવેલી જોડીઓ માટે આ પહેલી હોળી રહેશે. તો ચાલો તે સિતારા વિશે જાણીએ જે લગ્ન પછી પોતાની પહેલી હોળી ઉજવવા જઈ રહ્યા છે.

 

 

વરુણ ધવન-નતાશા દલાલ:

1/5
image

બોલીવુડ અભિનેતા વરુણ ધવને પોતાની બાળપણની સાથી નતાશા દલાલની સાથે લગ્ન કરી લીધા. જોકે કોરોના મહામારીના કારણે બહુ ઓછા લોકોને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે આ જોડીને આખા બોલીવુડે શુભકામનાઓ આપી હતી. લગ્ન પછી વરુણ ધવન અને નતાશા દલાલની આ પહેલી હોળી છે.

રાણા દગ્ગુબાતી-મિહીકા બજાજ:

2/5
image

સાઉથ ફિલ્મોના અભિનેતા અને ભલ્લાલદેવના નામથી જાણીતા બનેલા રાણા દગ્ગુબાતીએ ઓગસ્ટ 2020માં લગ્ન કરી પોતાના ફેન્સને હેરાન કર્યા હતા. આ બંનેના લગ્નની તસવીરોએ પણ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા જગાવી હતી. આ જોડીની પણ લગ્ન પછી પહેલી હોળી છે.  

 

નેહા કક્કર-રોહનપ્રીત સિંહ:

3/5
image

જાણીતા ગાયિકા નેહા કક્કરે આ વર્ષે 24 ઓક્ટોબરે પોતાના ખાસ મિત્ર રોહનપ્રીત સિંહ સાથે દિલ્લીમાં લગ્ન કર્યા. બંનેના લગ્ન ચર્ચિત લગ્નમાંથી એક હતા. એટલું જ નહીં લગ્ન પછી આ જોડી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. અને પોતાની તસવીરો શેર કરતા  રહે છે. બંનેની આ વખતે પહેલી હોળી ઘરે થવાની છે.

કાજલ અગ્રવાલ-ગૌતમ કિચલૂ:

4/5
image

સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલે 30 ઓક્ટોબરે બોયફ્રેન્ડ બિઝનેસમેન ગૌતમ કિચલૂ સાથે મુંબઈની તાજ હોટલમાં લગ્ન કર્યા. બંનેના લગ્નમાં ખાસ સંબંધીઓ અને મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે બંનેના લગ્નની તસવીરોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી. કાજલ અને ગૌતમ આ વર્ષે પહેલી હોળી ઉજવશે.

હરમન બાવેજા-રાશા રામચંદાની:

5/5
image

બોલીવુડ અભિનેતા હરમન બાવેજાએ હાલમાં સાશા રામચંદાની સાથે લગ્ન કર્યા. હરમનના મિત્ર રાજ કુંદ્રાએ સોશિયલ મીડિયા પર સંગીત સમારોહનો એક ખાસ વીડિયો પણ શેર કર્યો હતો. જેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. લગ્ન પછી હરમન અને સાશાની પહેલી હોળી છે.