બુધ અને શુક્રની ચાલમાં પરિવર્તનથી આ જાતકોને થશે ફાયદો, ધનલાભ અને પ્રગતિનો યોગ

જ્યોતિષશાસ્ત્રમાં બુધ અને શુક્રને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. બુધ દેવને બુદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત, ચતુરતા અને મિત્રતાનો કારક ગ્રહ કહેવામાં આવે છે. બુધ દેવને રાજકુમાર પણ કહેવામાં આવે છે. તો શુક્રને ભૌતિક સુખ, વૈવાહિક સુખ, ભોગ-વિલાસ, પ્રતિષ્ઠા, કલા, પ્રતિભા, સૌંદર્ય, રોમાન્સ, કામ-વાસના અને ફેશન-ડિઝાઇનિંગનો કારક ગ્રહ છે. શુક્ર, વૃષભ અને તુલા રાશિનો સ્વામી હોય છે અને મીન તેની ઉચ્ચ રાશિ છે. જ્યારે કન્યા તેની નીચ રાશિ છે. આવનારા દિવસોમાં બુધ અને શુક્રની ચાલ બદલવા જઈ રહી છે. 25 એપ્રિલે બુધ મીન રાશિમાં માર્ગી થશે. ત્યારબાદ 28 એપ્રિલે શુક્ર મેષ રાશિમાં અસ્ત થઈ જશે. બુધ અને શુક્રની ચાલ બદલવાથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થશે. જાણો આ બંને ગ્રાહકોની ચાલ બદલવાથી કયાં જાતકોનું ભાગ્ય ચમકશે. 

વૃષભ રાશિ

1/5
image

શુક્ર ગોચરથી બની રહેલો માલવ્ય રાજયોગ વૃષભ રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સાબિત થશે. આ રાશિના સિંગલ જાતકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. પરીણિત જાતકોને જીવનસાથીનો ભરપૂર સાથ મળશે. અચાનક ધનલાભનો યોગ બની રહ્યો છે. વેપાર ઝડપથી આગળ વધી શકે છે. 

મિથુન રાશિ

2/5
image

શુક્ર રાશિ પરિવર્તનથી માલવ્ય રાજયોગનો શુભ સંયોગ મિથુન રાશિના જાતકો માટે બનશે. આ સમયમાં ટ્રાન્સફરની ઈચ્છા રાખનાર વ્યક્તિને શુભ પરિણામમળી શકે છે. જો તમારા નાણા અટવાયેલા છે તો પરત મળી શકે છે. આર્થિક દ્રષ્ટિએ તમને લાભ થશે. 

કન્યા રાશિ

3/5
image

કન્યા રાશિના જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન ધનલાભ કરાવી શકે છે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. કુંવારા લોકોને લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. ભાગ્યના કારણે તમારા કામ થઈ જશે.  

ધન રાશિ

4/5
image

ધન રાશિના જાતકોને માલવ્ય રાજયોગથી આર્થિક મજબૂતી પ્રાપ્ત થશે. આ દરમિયાન જમને જમીન, ભવન કે વાહન સુખનો પ્રાપ્ત થઈ સકે છે. નવા માર્ગથી ધન આવશે. જૂના માર્ગથી પણ ધનની પ્રાપ્તિ થશે. રોકાણથી લાભ થશે. કાર્યસ્થળ પર કોઈ નવું પદ મળી શકે છે.   

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.