Navratri દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ આ 10 કામ, માનવામાં આવે છે અશુભ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રિના આ પાવન પર્વમાં મા દુર્ગાની પૂજા-અર્ચના કરીને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં છે. નવરાત્રિના નવ દિવસમાં ભક્તો માતાજીની કૃપા બની રહે તે માટે વ્રત-ઉપવાસ કરે છે. આવા સમયમાં વ્રત રાખનારા લોકો માટે અમુક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. જોઈએ કે, નવરાત્રિ દરમિયાન કયા કામો ન કરવા જોઈએ.

1/10
image

વ્રતના નવ દિવસમાં અનાજ અને મીઠાનું સેવન ન કરવું જોઈએ. કટ્ટૂનો લોટ, શિંગોડાનો લોટ, સાબૂદાણા અને સિંધાલૂણનો ઉપયોગ કરવો જોઈએ.

2/10
image

નવરાત્રિ દરમિયાન માસ, માછલી અને દારૂનું સેવન ન કરવું જોઈએ. ધાર્મિક માન્યતા મુજબ આવું કરવું અશુભ માનવામાં આવે છે.

 

 

3/10
image

આ દિવસોમાં નખ કાપવાનું પણ અશુભ માનવામાં આવે છે. આ માટે નવરાત્રિ શરૂ કરતાં પહેલાં જ નખ કાપી લેવા જોઈએ.  નવરાત્રિમાં સાફ-સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. આ દરમિયાન ગંદા અને ધોયા વગરના કપડાનો પ્રયોગ બિલકુલ ન કરવો જોઈએ.

 

4/10
image

જો નવરાત્રિમાં તમે કળશ સ્થાપના કરી રહ્યા છો અથવા તો અખંડ જ્યોત જલાવો છો તો તે દિવસોમાં ઘરને ક્યારેય પણ ખાલી કરીને ન જવું જોઈએ.

5/10
image

નવરાત્રિના નવ દિવસ વ્રત રાખનારા લોકોએ દાઢી-મૂંછ અને વાળ ન કાપવા જોઈએ. આ દરમિયાન બાળકોનું મુંડન કરવાનું અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી માતાજી નારાજ થતાં હોવાનું માનવામાં આવે છે.

6/10
image

નવરાત્રિના પર્વ દરમિયાન લસણ અને ડુંગળીનો ઉપયોગ બિલકુલ પણ ન કરવો જોઈએ. કેમ કે, તેને તામસિક ભોજનની શ્રેણીમાં ગણવામાં આવે છે. માટે નવરાત્રિમાં લસણ ડુંગળી બિલકુલ ન ખાવા જોઈએ.

7/10
image

નવરાત્રિમાં વ્રત કરવાથી અશક્તિ આવી જાય છે. એટલા માટે સુકો મેવો, મગફળી નગેરે ખાવું જોઈએ. જેનાથી શરીર સ્વસ્થ રહેશે અને અશક્તિ નહીં આવે.

8/10
image

ધાર્મિક શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, નવરાત્રિના વ્રત દરમિયાન શારીરિક સંબંધ બાંધવાથી ઉપવાસનું ફળ નથી મળતું. આ સમય દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

9/10
image

નવરાત્રિનું વ્રત રાખનારા લોકોએ ચામડીનો પટ્ટો, ચપ્પલ, બુટ, બેગ જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.

10/10
image

નવરાત્રિ દરમિયાન વ્રત રહેનારા લોકોએ કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ,. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, આ દરમિયાન સિલાઈ-કઢાઈ જેવા કામો વર્જિત મનાઈ છે.