Petrol પંપ પર છેતરાઇ રહ્યા છો તમે? આ 11 Tipsનું રાખો ધ્યાન
પેટ્રોલ અને ડીઝલના દિવસેને દિવસે વધતી કિંમતથી સામાન્ય માણસ હેરાન થઇ ગયો છે. એવામાં કેટલાક પેટ્રોલ પંપ પર ગ્રાહકોને ઓછું પેટ્રોલ આપી છેતરવામાં આવી રહ્યા છે.
પેટ્રોલ અને ડીઝલના દિવસેને દિવસે વધતી કિંમતથી સામાન્ય માણસ હેરાન થઇ ગયો છે. એવામાં કેટલાક પેટ્રોલ પંપ પર ગ્રાહકોને ઓછું પેટ્રોલ આપી છેતરવામાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા યૂપીમાં ઘણા પેટ્રોલ પંપ પર ચિપથી પેટ્રોલ ચોરી કરવાની ઘટના સામે આવી હતી.
પેટ્રોલ પંપ ફ્રોડ રેંકિંગ
પેટ્રોલિયમ મંત્રી ધર્મેંદ્ર પ્રધાને હાલમાં જ પેટ્રોલ પંપ ફ્રોડ રેંકિંગની જાણકારી આપી હતી. જેમાં દિલ્હીનું ત્રીજુ સ્થાન હતું. દિલ્હીમાં એપ્રિલ 2014થી ડિસેમ્બર 2017 સુધીમાં ઓછું પેટ્રોલ આપવવાની 785 ઘટનાઓ સામે આવી છે. એવામાં તમારે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતા સમયે સાવધાની રાખવી જોઇએ. અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ કે, કેટલીક એવી ટીપ્સ જેમાં તમે છેતરાવવાથી થવાથી પાતાની જાતને બચાવી શકો છો.
રાઉંડ ફિગરમાં ના ભરાવો પેટ્રોલ
મોટાભાગના લોકો પેટ્રોલ પંપ પર જઇને 100, 200, અને 500 રૂપિયાના રાઉંડ ફિગરમાં પેટ્રોલ ભરવવાનો ઓડર આપતા હોય છે. ઘણીવાર પેટ્રોલ પંપ માલિક રાઉંડ ફિગરને મશીન પર ફિક્સ કરીને રાખતા હોય છે અને તેમાં છેતરાવવાની વધારે સંભાવના રહતી હોય છે. આ માટે જરૂરી છે કે તમે રાઉંડ ફિગરમાં પેટ્રોલ ભરવવાનું બંધ કરી દો અને રાઉંડ ફિગરથી 10-20 રૂપિયાનું વધારે જ પેટ્રોલ પુરાવી શકો છો.
ટાંકીને ખાલી રાખશો નહીં
બાઇક અથવા કારની ખાલી ટાંકીમાં પેટ્રોલ ભરવાથી ગ્રાહકને નુકસાન થાય છે. તેનું કારણ આ છે કે તમારી ગાડીની ટાંકી ખાલી રહેશે, તેમાં હવાનું પ્રમાણ પણ એટલું અધિક રહેશે. એવામાં પેટ્રોલ ભરાવવા પછી હવાને કારણે પેટ્રોલની માત્રા ઘટી જાય છે. ઓછામાં ઓછી અડધી ટાંકી ભરેલી રાખો.
ચેક કરતા રહો માઇલેજ
પેટ્રોલ ચોરી કરવા માટે પંપ માલિક મોટાભાગે પહેલાથી જ મીટરમાં હેરાફેરી કરતા હોય છે. જાણકારોના અનુસાર દેશમાં ઘણા પેટ્રોલ પંપ પર અત્યારે પણ જુની ટેક્નિક ચાલી રહી છે જેમાં હેરાફેરી કરવી ખુબ જ સરળ છે. તમે જુદા-જુદા પેટ્રોલ પંપો પરથી પેટ્રોલ પુરાવો અને તમારી ગાડીની માઇલેજ ચેક કરતા રહો.
ડિઝિટલ મીટર વાળા પંપ પર જ જાઓ
પેટ્રોલ દરવખતે ડિઝિટલ મીટરવાળા પેટ્રોલ પંર જ ભરવવા જોઇએ. તેનું કારણે આ છે કે જુના પેટ્રોલ પંપ પર મશીનો પણ જુના હોય છે અને આ મશીનો પર ઓછું પેટ્રોલ ભરવાની બીક વધુ લાગે છે.
મીટર રીડિંગ કરતા રહો ચેક
પેટ્રોલ પંપના મશીનમાં ઝીરો તો તમે જોઇ લીધું, પરંતુ રીડિંગ કયા અંકથી શરૂ થાય છે તે તમે જોતા નથી. તમારે ધ્યાન રાખવું પડશે કે મીટરનું રીડિંગ સીધું 10, 15 અથવા 20 અંકથી શરૂ થાય છે. મીટરનું રીડિંગ ઓછામાં ઓછું 3થી સ્ટાર્ટ થવું જોઇએ.
મીટર રીસેટ કરાવવાનું યાદ રાખો
ઘણા પેટ્રોલ પંપ પર કર્મચારી તમે કહેલી રમક કરતા ઓછા પૈસાનું પેટ્રોલ ભરતા હોય છે. ટોકવા પર ગ્રાહકને કહેવામાં આવે છે કે મીટરને ઝીરો પર રીસેટ કરવામાં આવી રહ્યું છે. પરંતુ તો તમારી નજર હટી તો મોટાભાગના મીટર ઝીરો પર કરવામાં આવતું નથી.
પેટ્રોલ ભરાવતા સમેય ગાડીથી નીચે ઉતરો
મોટાભાગના લોકો જ્યારે પણ પોતાની ગાડીમાં પેટ્રોલ અથવા ડીઝલ ભરાવે છે. ત્યારે તેઓ ગાડીથી નીચે નથી ઉતરતા, તેનો ફાયદો પેટ્રોલ પંરના કર્મચારી ઉઠાવી લેતા હોય છે. પેટ્રોલ ભરાવતા સમયે વાહનથી નીચે ઉતરો અને મીટર પાસે ઉભાર રહો.
પાઇપમાં વધ્યું ના હોય પેટ્રોલ
પેટ્રોલ પંપો પર પેટ્રોલ ભરવાની પાઇપને લાંબી રાખવામાં આવે છે. કર્મચારી પેટ્રોલ ભર્યા પછી ઓટો કટ થાયને તરત જ નોઝલ ગાડીમાંથી નિકાળી દે છે. એવામાં પાઇપમાં બચેલું પેટ્રોલ દરવખતે ટાંકીમાં જતુ રહે છે. તમે ભાર મુકીને કહો કે ઓટો કટ થયા પછી થોડી સેકેંડ પછી પેટ્રોલની નોઝલ તમારી ગાડીની ટાંકીમાં રહેવા દે જેના કારણે પાઇપમાં રહેલું પેટ્રોલ તેમાં આવી જાય છે.
નોઝલના બટનને ચેક કરી લો
પેટ્રોલ પંપવાળાને કહો કે પેટ્રોલ નિકળવાનું શરૂ થાય ત્યારબાદ નોઝલ પરથી હાથ હટાવી દે. પેટ્રોલ ભરાવતા સમયે નોઝલનું બટન દબાવી રાખવાથી તેમાથી નિકળતા પેટ્રોલની સ્પીડ ઘટી જાય છે અને ચોરી કરવામાં સરળતા રહે છે.
પેટ્રોલ પંપના કર્મચારીઓની વાતોમાં ના આવો
એવું પણ થઇ શકે છે કે જે પેટ્રોલ પંપ પર તમે તમારી ગાડીમાં પેટ્રોલ ભરાવવા જાઓ છો, ત્યાનાં કર્મચારી તમને પોતાની વાતમાં વ્યસ્ત કરીને પેટ્રોલ પંપકર્મી તમને જીરો તો બતાવે છે, પરંતુ મીટરમાં તમારા દ્વારા કહેવામાં આવેલી પેટ્રોલની કિંમત સેટ કરતા નથી.
મીટરની સ્પીડનો પણ રાખો ખ્યાલ
જો તમે પેટ્રોલનો ઓર્ડર કર્યો અને મીટર ખૂબ ઝડપી ફરી રહ્યું છે, તો સમજવાનું કે કઇંક વાંધો છે. પેટ્રોલ પંપકર્મીને મીટરની ગતિ સામાન્ય કરવાની સૂચનાઓ આપી છે. થઇ શકે છે કે ઝડપી મીટર ફરવા પર તમારા ખીસ્સામાંથી પૈસા લુંટાઇ રહ્યા હોય છે.
Trending Photos