ગુજરાતીઓેને ફરવાનુ વધુ એક સ્થળ મળ્યુ, આ જિલ્લામાં ખુલ્લુ મૂકાયું ડાયનાસોર મ્યૂઝિયમ
મહીસાગર :ગુજરાતીઓ ફરવાના શોખીન હોય છે. તેમને સતત અલગ અલગ જગ્યાઓએ ફરવા જવુ ગમે છે. ત્યારે જ્ઞાન પણ વધે અને લોકો ફરવા આવે તે હેતુથી મહીસાગર જિલ્લામાં ડાયનાસોર મ્યૂઝિયમ બનાવાયુ છે. મહીસાગરના રૈયાલીમાં 16.50 કરોડના ખર્ચે ડાયનાસોર મ્યુઝિમ ફેઝ-2નું આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લાકાર્પણ થયુ હતું. દેશનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો ફોસીલ પાર્ક રૈયાલીમાં છે. અહીં 5-ડી થિયેટર, ડિજીટલ ફોરેસ્ટ, વર્ચ્યુઅલ રિયાલીટી, એકસપેરીમેન્ટ લેબ, સેમી સકર્યુલેશન પ્રોજેકશન, મુડલાઇટ, 3-ડી પ્રોજેકશન મેપીંગ અને હોલોગ્રામ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. મહાકાય ડાયનાસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકારી અહીં મળી રહેશે. મ્યુઝિયમ ફેઝ-1નું કામ રાજય સરકારની 703 લાખની ગ્રાન્ટમાંથી તૈયાર કર્યું હતું.
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
Trending Photos