બર્લિનમાં જોવા મળ્યા ભારતીય સંસ્કૃતિના રંગ, પીએમ મોદીની ચાન્સલર સાથે મુલાકાત, જુઓ PHOTOS

PM Modi in Berlin: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમયે ત્રણ દિવસીય વિદેશ પ્રવાસે છે. આ યાત્રાના પ્રથમ તબક્કામાં તેઓ સોમવારે જર્મની પહોંચ્યા હતા. ત્યાં તેમણે જર્મનીના ચાન્સલર ઓલાફ શોલ્ઝ સાથે દ્વિપક્ષીય બેઠક કરી. બર્લિન પહોંચતા પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયુ હતું. હોટલમાં પણ પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. 

પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

1/5
image

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જર્મનીના બર્લિનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. તો પીએમ મોદીએ ભારતીયોનું અભિવાદન પણ કર્યું હતું. 

 

 

બાળકે ગીત ગાયુ

2/5
image

મુલાકાત દરમિયાન ઘણા બાળકોએ પીએમ મોદીને પોતાના આદર્શ ગણાવ્યા. એક નાની બાળકીએ પેન્ટિંગ ગિફ્ટ કર્યું તો એક બાળકે પીએમની સામે દેશભક્તિનું ગીત ગાયુ હતું. 

 

 

પીએમ મોદીએ ચાન્સલર સાથે કરી મુલાકાત

3/5
image

પીએમ મોદીએ જર્મનીના ચાન્સલર ઓલાફ શોલ્ઝ સાથે મુલાકાત કરી. મહત્વનું છે કે ચાન્સલર બન્યા બાદ પીએમ મોદી અને શોલ્ઝની આ પ્રથમ મુલાકાત છે. 

 

 

બર્લિનમાં જોવા મળ્યા ભારતીય સંસ્કૃતિના રંગ

4/5
image

પ્રધાનમંત્રીના સ્વાગતમાં બર્લિનના પ્રતિષ્ઠિત બ્રૈન્ડેનબર્ગ ગેટ પર ભવ્ય નજારો જોવા મળ્યો. આ ક્રમમાં ત્યાં ભારતીય કલ્ચરની ઝલક જોવા મળી. ત્યાં મહિલાઓએ સાડી પહેરી પીએમ મોદીનું સ્વાગત કર્યુ. સાથે પુરૂષો ભગવા ઝંડાને શીશ ઝુકાવતા જોવા મળ્યા હતા. 

 

 

ભારતીયોને કરશે સંબોધિત

5/5
image

પ્રધાનમંત્રી મોદી બર્લિનમાં ભારત-જર્મની આઈજીસી બેઠકમાં સામેલ થશે. ત્યારબાદ તે પ્રવાસી ભારતીયોને સંબોધિત કરશે. મહત્વનું છે કે બર્લિનથી પીએમ મોદી 3 મેએ ડેનમાર્કની રાજધાની કોપેનહેગન પહોંચશે.