iran again closes strait of hormuz watch video for details
Iran US war: અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને બહરીન અને કુવૈતમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાનો દાવો કર્યો છે. આ સાથે હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરો ઉપર પણ હુમલો કર્યો છે. ત્યારબાદ ઈરાને પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી બંધ કરવાનો દાવો કર્યો છે.
Donald Trump OnMojtaba Khamenei: હાલમાં જ એવા અહેવાલ હતા કે ફોન પર વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલી પીએમને આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરીને ખખડાવી નાખ્યા હતા. હવે ટ્રમ્પે વળી પાછા ચર્ચામાં છે અને આ વખતે એક એવું નિવેદન આપ્યું છે કે દુનિયા પણ આશ્ચર્યચકિત છે.
US Iran War Update: બુધવારે ડીલ પર અટકેલી વાતચીત વચ્ચે ઈરાને અનેક યુએસ લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો. IRGCએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે કુવૈત અને બહેરીન જેવા દેશોમાં યુએસ લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
Iran-US Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત પીસ ડીલ પર જાણે ભ્રમની સ્થિતિ જોવા મળી રહી છે. પહેલા એવો રિપોર્ટ આવ્યો કે ઈરન પોતાનું હાઈલી એનરિચ્ડ યુરેનિયમ સોંપવા માટે તૈયાર થઈ ગયું છે. પરંતુ હવે ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેણે આવી કોઈ સમજૂતિ કરી નથી. વધુ વિગતો જાણો.
Ivanka Trump Assassination plot: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર વિશે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. તેમની પુત્રી ઈવાંકા ટ્રમ્પની હત્યા માટે થઈ રહેલા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ષડયંત્ર ઘડનારો ઈરાકી નાગરિક હોવાનું કહેવાય છે અને તેને કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવો હતો એ વાત સામે આવી છે.
Petrol-Diesel Price Today: સરકારી તેલ કંપનીઓે શુક્રવારે ઈંધણના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. જેની સીધી અસર સામાન્ય લોકો પર પડી રહી છે. જાણો આજે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે.
Trump Rejects Iran's Peace Proposal: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાની તમામ કોશિશો નિષ્ફળ જતી જોવા મળી રહી છે. એક બાજુ જ્યાં હોર્મુઝ બંધ થવાથી અને અમેરિકાએ કરેલી નાકાબંધીના કારણે દુનિયાભરમાં ઓઈલ અને ગેસનું સંકટ વધી રહ્યું છે ત્યાં બીજી બાજુ અમેરિકાએ ઈરાનનો શાંતિ પ્રસ્તાવ પણ ફગાવી દીધો છે.
Iran-US Deal: પેટ્રોલ-ડીઝલ, LPGના ભાવ વધારાનું સંકટ તોળાઈ રહ્યું હતું તેમાં હવે કદાચ શાંતિ મળી શકે છે કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ પર એક સારા સમાચાર આવ્યા છે. ઈરાન અને અમેરિકા મોટી ડીલની નજીક પહોંચ્યા હોવાનું સૂત્રોના હવાલે જાણવા મળી રહ્યું છે. જાણો વિગતો.
Iran Warns Undersea Internet Cable: ઓઈલ અને ગેસ, પેટ્રોલ ડીઝલની લડાઈ હવે ઈન્ટરનેટ સુધી પહોંચે તેવા એંધાણ છે. કારણ કે ઈરાનની નવી ધમકી ચિંતાજનક છે. જો ઈરાને સમુદ્રની અંદર રહેલા ઈન્ટરનેટના કેબલ્સને નુકસાન પહોંચાડ્યું તો ભારત પણ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.
આઈઆરજીસીએ વેસ્ટ એશિયામાં અમેરિકી તેલ કંપનીઓ અને તેલ કુવાને પણ નિશાન બનાવવાની ધમકી આપી છે. ઈરાને ચેતવણી આપી છે કે જો તેના આંતરમાળખા પર હુમલો કરવામાં આવ્યો તો વેસ્ટ એશિયામાં અમેરિકી માલિકીવાળા જેટલા તેલના કુવા છે, તેને તબાહ કરી દેવામાં આવશે.
Iran-US War: અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા દોરની વાતચીત થઈ નહીં, જો કે અમેરિકી રાષ્ટ્રપતિએ યુદ્ધવિરામ લંબાવી દીધુ. ઈરાન વાતચીત માટે પહોંચ્યું જ નહીં અને બે અઠવાડિયાનો યુદ્ધવિરામ પૂરો થવાને આરે હતો ત્યારે આ નિર્ણય લેવાયો. આ એલાનથી જો કે અમેરિકા અને ઈરાનની લડાઈ ફરી શરૂ થશે તે ખતરો હાલપૂરતો ટળી ગયો છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે જ્યાં એક બાજુ પાકિસ્તાનમાં શાંતિ મંત્રણાનો બીજો તબક્કો થઈ રહ્યો હોવાની વાતો ચાલુ છે. અમેરિકાનું પ્રતિનિધિ મંડળ પહોંચવાની તૈયારી કરી રહ્યું છે ત્યાં ઈરાન તરફથી કોઈ રિસ્પોન્સ નથી. ઉપરથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ પણ ચિંતા ઉપજાવનારી છે. ટ્રમ્પે કહ્યું છે કે ડીલ નહીં થાય ત્યાં સુધી હોર્મુઝમાં નાકાબંધી ચાલુ રહેશે. હવે જો આ નાકાબંધી ચાલુ રહે તો ભારત માટે પડકાર બની શકે છે. જાણો કઈ કઈ વસ્તુઓના ભાવ વધી શકે.
Iran Fired On Indian Oil Tanker: ભારતીય નૌકાદળ આ ઘટનાની વિગતો જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે, કારણ કે હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈ ભારતીય નૌકાદળના જહાજો તૈનાત નથી. ભારત પાસે ઓમાનના અખાતમાં બે વિનાશક જહાજો, એક ફ્રિગેટ અને એક ટેન્કર તૈનાત છે.
Strait of Hormuz: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકન નાકાબંધી ચાલુ રહેશે, તો વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) ને બંધ કરવામાં આવી શકે છે. આ પગલાથી ગ્લોબલ ઓઇલ સપ્લાય અને વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર પડી શકે છે.
Strait of Hormuz : ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવાનો પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. શનિવારે ઈરાને આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર ફરીથી પ્રતિબંધો લગાવી દીધા છે. અમેરિકાએ નાકાબંધી હટાવવાની આનાકાની કરતાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ કરી દીધું છે.
Iran-US War: ઈરાન અને અમેરિકા વચ્ચે આખરે શું ચાલી રહ્યું છે? એક બાજુ જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ મોટા મોટા દાવા કરી રહ્યા છે કે તેમણે પરિસ્થિતિ કાબૂમાં કરી છે ત્યારે ઈરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામ અને અન્ય દાવાઓ પણ ઈરાને ફગાવી દીધા છે. હવે ટ્રમ્પ ફરીથી પાછા ધમકીના મૂડમાં જોવા મળી રહ્યા છે.
Iran-US War: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો હવે અંત આવી શકે છે. હાલ જો કે બે અઠવાડિયાનું સીઝફાયર ચાલુ છે. પરંતુ યુદ્ધનો કાયમી અંત આવવાની આશા જાગી છે. છેલ્લા કેટલાક કલાકોમાં જે ડેવલપમેન્ટ સામે આવ્યા છે તેના કારણે આ આશા જાગી છે. જાણો વિગતો.
Explainer: ઈરાને તેના નાકાબંધી દરમિયાન ભારતીય જહાજોને પસાર થવા દીધા. આ માટે ભારત પાસેથી કોઈ ટેક્સ વસૂલવામાં આવ્યો ન હતો. ભારત તેના લાંબા સમયથી ચાલતા રાજદ્વારી સંબંધો પર આધાર રાખતો હતો.
House File 2513: આ બિલના સમર્થકો કહે છે કે જોખમો ઘટાડવા અને અમેરિકન કામદારોને પ્રાથમિકતા આપવી જરૂરી છે. તેઓ કહે છે કે આ પગલાંનો હેતુ સંવેદનશીલ સંશોધનને જાસૂસી અથવા બૌદ્ધિક સંપદા ચોરીથી બચાવવાનો છે.
Strait Of Hormuz News: ઈરાન અને અમેરિકા વચ્ચે હાલ ભારે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈસ્લામાબાદ શાંતિ વાર્તા પડી ભાંગતા હવે સમગ્ર વિશ્વના માથે સંકટ તોળાઈ રહ્યું છે. અમેરિકા હોર્મુઝ ખોલાવવા માટે આરપારની લડાઈમાં લાગ્યું છે. હોર્મુઝની નાકાબંધી કરવાની પણ ધમકી આપી છે. બીજી બાજુ ઈરાને પણ અમેરિકાને નવી ધમકી આપી છે.
Strait Of Hormuz: ઈરાન અને અમેરિકા વચ્ચેની શાંતિ વાર્તા નિષ્ફળ જતા સૌથી મોટી ચિંતા જો કોઈ હોય તો તે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની. કારણ કે ઈરાને આ જળમાર્ગ પાછો બંધ કરી દીધો છે અને હવે ટ્રમ્પ તેની નાકાબંધી કરવાનું વિચારી રહ્યા છે. એટલે કે જહાજોને પસાર થવાની ચિંતા. આ બધા વચ્ચે ભારતમાં ઈરાનના પ્રતિનિધિએ આ જળમાર્ગ કઈ રીતે ખુલી શકે તેના માટે એક શરત પણ રજૂ કરી છે. જાણો તેના વિશે.