B.1.617 વેરિએન્ટ પણ છે Corona કહેર માટે જવાબદાર, WHO આપી ચેતવણી

દેશમાં આ સમયે કોરોનાની બીજી લહેરનો કહેર જોવા મળી રહ્યો છે અને નિષ્ણાતો તેના માટે કોવિડ-19 વેરિએન્ટને પણ જવાબદાર માની રહ્યા છે. તેમાંથી એક વેરિએન્ટ ખુબજ વધુ સંક્રમિત છે. WHO ના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને આ વેરિએન્ટને લઇને ચેતવણી આપી છે.

નવી દિલ્હી: દેશમાં શનિવારે કોરોના વાયરસને (Coronavirus) કારણે 4 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જે એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી વધુ મૃત્યુઆંક છે. સંક્રમણના 4 લાખથી વધુ કેસ પણ નોંધાયા હતા. આ વિનાશક પરિસ્થિતિઓ માટે કોવિડ-19 ના વેરિએન્ટ પણ જવાબદાર છે, જેમાંથી B.1.617 વેરિએન્ટ ખુબ જ સંક્રમિત કરે છે.

WHO ના ચીફ સાયન્ટિસ્ટ આપી ચેતવણી

1/9
image

ભારતમાં ઝડપથી ફેલાતા B.1.617 વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને (Dr Soumya Swaminathan) એ ચેતવણી આપી છે. એએફપીએ આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું છે કે ભારતમાં આજે આપણે મહામારીના જે પાસા જોઇ રહ્યા છીએ તે દર્શાવે છે કે, તે ખૂબ જ ઝડપથી ફેલાતો એક વેરિએન્ટ છે.

વાસ્તવિક આંકડા હોઈ શકે છે વધારે

2/9
image

સ્મશાનગૃહથી લઇને રસ્તાઓ સુધી સળગી રહેલી ચિતાઓ અને ભારે બોજવાળી હોસ્પિટલોની સ્થિતિને જોત ઘણા નિષ્ણાતોને શંકા છે કે સત્તાવાર મોત અને કેસ ઓછા બતાવવામાં આવી રહ્યા છે. તેની સંખ્યા પણ વધુ હોઈ શકે છે.

ઓક્ટોબરમાં સામે આવ્યો હતો B.1.617 વેરિએન્ટ

3/9
image

કોરોના વાયરસનો આ વેરિએન્ટ B.1.617 ગત વર્ષે ઓક્ટોબરમાં ભારતમાં સામે આવ્યો હતો. તેને લઇને ક્લિનિકલ વૈજ્ઞાનિક સ્વામીનાથનનું કહેવું છે, B.1.617 વેરિએન્ટ સ્પષ્ટ રીતે ભારતમાં વિનાશનું મુખ્ય કારણ હતું. આ ભારતમાં ફેલાઈ રહેલા વેરિએન્ટમાં સૌથી ઝડપથી ફેલાતો વેરિએન્ટ હોઇ શકે છે.

જીવલેણ છે આ વેરિએન્ટ

4/9
image

WHO એ તેને હાલમાં જ 'વેરિએન્ટ ઓફ ઇન્ટેરેસ્ટ'ના રૂપમાં સૂચિબદ્ધ કર્યો છે. સ્વામીનાથનના જણાવ્યા અનુસાર આ વેરિએન્ટ તેમના મૂળ રૂપ કરતાં વધારે જીવલેણ અને સંક્રામક છે. આ વેરિએન્ટ વેક્સીન લઇ ચુકેલા લોકોને પણ સંક્રમિત કરી શકે છે.

ટ્રાન્સમિશન વધારી શેક છે તેના મ્યૂટેશન

5/9
image

અમેરિકા અને યુકે સહિતના ઘણા નેશનલ હેલ્થ ઓથોરિટીઝ આ વેરિએન્ટને લઇને ચિંતા વ્યક્ત કરી છે. સ્વામીનાથનનું કહેવું છે કે, તેના કેટલાક મ્યૂટેશન એવા છે જે ટ્રાન્સમિશનને વધારી શકે છે અને વેક્સીન અથવા નેચરલ ઇન્ફેક્શન બાદ એન્ટીબોડીઝને બનાવવાથી અટકાવે છે.

ફક્ત એક જ વેરિએન્ટ જવાબદાર નથી

6/9
image

સ્વામિનાથન કહે છે કે ભારતમાં વિકટ પરિસ્થિતિ માટે ફક્ત B.1.617 વેરિએન્ટ જ જવાબદાર નથી. પરંતુ લોકોના ટોળા, પ્રોટોકોલના પાલનમાં નબળાઈ જેવા કારણો પણ જવાબદાર છે.

માસ્કથી દૂર રહેવું પડી શકે છે ભારે

7/9
image

ખાસ કરીને માસ્ક ન લગાવવું સૌથી વધારે ભારે પડ્યું. પ્રથમ લહેર બાદ લોકોને લાગ્યું કે, કોરોના વાયરસનું સંક્ટ સમાપ્ત થઈ ગયું છે અને તેમણે સુરક્ષા પગલાં અપનાવવાનું બંધ કર્યું.

ફક્ત વેક્સીનેશન પૂરતું નથી

8/9
image

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં 16 જાન્યુઆરીથી સામૂહિક વેક્સીનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સ્વામિનાથન, તેમ છતાં, કહે છે કે સંક્રમણને ફક્ત વેક્સીનેશન (Vaccination) દ્વારા રોકી શકાતો નથી. સલામતીનાં પગલાંનું પાલન ખૂબ મહત્વનું છે. હજી સુધી દેશની માત્ર 2 ટકા વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, આખી વસ્તીને રસી આપવામાં ઘણો સમય લાગશે. તેથી, આ સમય દરમ્યાન સાવચેતી રાખવામાં લેપ્સેસ ખૂબ નુકસાન પહોંચાડે છે.

સંક્રમણ વધાવાથી ખતરનાક વેરિએન્ટ બહાર આવવાનું જોખણ

9/9
image

સ્વામિનાથન કહે છે 'જ્યારે કેસો અને મૃત્યુનો વધારો ભયજનક છે, સંક્રમણના કેસોમાં વધારાની સાથે, ખતરનાક સ્વરૂપોના ઉદભવની સંભાવના પણ વધે છે. તેમજ પરિવર્તનથી જોખમની સંભાવના પણ વધશે.