Health Tips: શું તમારા ઘરમાં કોઈ કોરોના સંક્રમિત દર્દી છે? જાણો કોરોનાના દર્દીની ઘરે કઈ રીતે કરશો સારવાર

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોનાની રસી લીધા પછી થોડો તાવ, ઉધરસ જેવી સમસ્યાઓ થાય છે. પરંતુ તેનાથી ડરશો નહીં. કોઈપણ પ્રકારની સમસ્યા થાય તો કોવિડ હેલ્પલાઈનની મદદ લઈ શકો છો.

ઘરમાં ક્વોરન્ટાઈન થઈ જાઓ:

1/7
image

કોરોના મહામારીએ આખી દુનિયામાં કાળનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. દરેક દેશમાં આ મહામારી તબાહી મચાવી રહી છે. હિંદુસ્તાન આખી દુનિયામાં કોરોના પ્રભાવિત દેશોમાં બ્રાઝિલને પછાડીને નંબર બે પર પહોંચી ગયો છે. જોકે આંકડા રોજેરોજ ડરાવી રહ્યા છે અને હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે. પોણા બે કરોડથી વધારે લોકો દરરોજ કોરોના પોઝિટિવ મળી રહ્યા છે. તેમાંથી મોટી સંખ્યા એવા લોકોની છે, જે કોરોના પોઝિટિવ તો છે પરંતુ તેમનામાં કોઈ ગંભીર લક્ષણ નથી. આવા લોકોને ઘરમાં જ ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.

ઘરે કોરોના દર્દીની આવી રીતે સારવાર કરો:

2/7
image

ઘરે ક્વોરન્ટાઈન થવાનો અર્થ આખા પરિવારની ચિંતામાં વધારો. જોકે દર્દીને એકાંતવાસમાં રાખી દેવામાં આવે છે. પરંતુ તેની સાથે જ દર્દીની યોગ્ય દેખરેખ અને ખાવા-પીવાની સારી વ્યવસ્થાની જરૂર પડે છે. તેની જવાબદારી પરિવારે જ નિભાવવાની હોય છે. એવામાં અમે તમને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે તમે કોઈપણ કોરોના દર્દીનો ખ્યાલ તમારી જાતને બચાવીને ઘરે રાખી શકો છો.

 

માસ્ક અને ફેસ શીલ્ડનો ઉપયોગ કરો:

3/7
image

ઘરમાં કોઈને કોરોનાથી સંક્રમણ થયું છે તો ગભરાશો નહીં. માસ્કનો ઉપયોગ તમે પહેલાંથી કરી રહ્યા છે. એવામાં ઘરમાં બધા લોકો ડબલ માસ્ક કે એન-95 માસ્કનો ઉપયોગ કરો. અને દર્દીને એકાંતવાસમાં મોકલી દો. હવે પરિવારના કોઈ એક વ્યક્તિને ખાદ્ય સામગ્રી સહિત બીજી વસ્તુ પહોંચાડવાની જવાબદારી આપો. તેમને પણ અલગ એકાંતવાસમાં રાખો અને તેના માટે ફેસ શીલ્ડની વ્યવસ્થા કરો.

સેનિટાઈઝરનો ઉપયોગ કરો:

4/7
image

જેટલી વાર કોરોના દર્દીના સંપર્કમાં જાઓ તેટલી વાર પોતાને સારી રીતે સેનિટાઈઝરથી સાફ કરો. એટલે સ્ટ્રોંગ સેનિટાઈઝરનો ઉપયોગ કરો. નહાવાના પાણીમાં પણ લિક્વિડ સેનિટાઈઝર મિક્સ કરો.

Povidone Iodineથી કોગળા કરો:

5/7
image

નજીકના મેડિકલ સ્ટોરમાંથી Povidone Iodine લઈ આવો. દિવસમાં બે વખત ગરમ પાણીમાં Povidone Iodine મિક્સ કરીને કોગળા કરો. તેનાથી કોરોનાના શરૂઆતના ઈન્ફેક્શનથી બચી શકાય છે.

 

ઘરમાં શૂ કવરનો ઉપયોગ કરો:

6/7
image

ઘરમાં બધા લોકો શૂ કવરનો ઉપયોગ કરો. ખુલ્લા પગે ચાલશો નહીં. સમયાંતરે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો. સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખો અને ખાવામાં લિક્વિડનું પ્રમાણ વધારો. તેની સાથે જ ડોક્ટરની સલાહ પર તમે વિટામિન બૂસ્ટર કે વિટામિન સી યુક્ત ફળોનો ઉપયોગ કરી શકો છો.

કોરોના ટેસ્ટિંગ કરાવો:

7/7
image

પરિવારમાં જેટલા લોકો છે તેમાંથી જે લોકો કોરોનાની રસી માટે યોગ્ય છે તેમને રસી મૂકાવો. ધ્યાન રાખો કે કોરોનાની રસી મૂક્યા પછી થોડો તાવ, ઉધરસ જેવી સમસ્યાઓ આવી શકે છે. પરંતુ તેનાથી ડરશો નહીં. કોઈપણ પ્રકારની સમસ્યા થાય તો કોવિડ હેલ્પલાઈનની મદદ લો. સંક્રમિત થવાની આશંકા હોય તો આખા પરિવારનો કોરોના ટેસ્ટ કરાવો.