Cyclone Yaas: વાવાઝોડું યાસ હવે ઝારખંડ પહોંચ્યું, પ.બંગાળ-ઓડિશામાં ભારે તબાહી મચાવી દીધી, જુઓ PHOTOS
26મીએ 130-140 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાતા પવન સાથે વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠા વિસ્તારોમાં ભારે કેર વર્તાવ્યો.
રાંચી: વાવાઝોડું યાસ બુધવારે રાતે 75 કિમી પ્રતિ કલાકના પવનની ઝડપ અને ભારે વરસાદ સાથે ઝારખંડની સરહદમાં પહોંચી ગયું. હવામાન ખાતાના જણાાવ્યાં મુજબ વાવાઝોડાના કારણે ગુરુવાર બપોર સુધીમાં તોફાનના કારણે કોલ્હાન વિસ્તારમાં 90 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવવાની શક્યતા છે. ચક્રવાતને કારણે રાજ્યમાં લોકોને આગામી 24 કલાક સુધી ઘરોમાં રહેવાનું કહેવાયું છે. આ સાથે જ કોલ્હાન પ્રમંડલના પૂર્વ સિંહભૂમ, સરાયકેલા, પશ્ચિમ સિંહભૂખ, બોકારો ઉપરાંત ખૂંટી અને પશ્ચિમ સિંહભૂમ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાનું કામ ચાલુ છે. આ બાજુ 26મીએ 130-140 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાતા પવન સાથે વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠા વિસ્તારોમાં ભારે કેર વર્તાવ્યો.
ઓડિશા-પશ્ચિમ બંગાળમાં મચાવી ભારે તબાહી
26મીએ 130-140 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાતા પવન સાથે વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠા વિસ્તારોમાં ભારે કેર વર્તાવ્યો. 26મીના રોજ વાવાઝોડું યાસ 3 કલાકના લેન્ડફોલ દમરિયાન તેની ચરમ સીમાએ હતું અને ખુબ તબાહી મચાવી. તોફાનના રૌદ્ર સ્વરૂપમાં ગાડી, ઘર, મકાન, દુકાન, ઝાડ અને વીજળીના થાંભલા ઉખડી ગયા. જે તસવીરો કેમેરામાં કેદ થઈ તેનાથી તબાહીનો ભયાનક મંજર જોવા મળી રહ્યો છે.
કોરોનાના કહેર વચ્ચે હોસ્પિટલમાં ભરાયા પાણી
યાસની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા અને દક્ષિણ 24 પરગણા ઉપરાંત પૂર્વ મેદિનીપુર જિલ્લામાં પડી. કોરોનાના કહેર વચ્ચે દક્ષિણ 24 પરગણા જિલ્લાના કાકદ્વીપમાં એક હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા જેના કારણે દર્દીઓએ ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. (તસવીર-એએનઆઈ)
રસ્તાઓ પર જળમગ્ન થઈ ગાડીઓ
વાવાઝોડાના કારણે બંગાળના અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું અને ઘરોની અંદર પણ પાણી ગયું. આ ઉપરાંત રસ્તા પાણીમાં ડૂબી ગયા. (તસવીર-એએનઆઈ)
એનડીઆરએફએ જીવ બચાવ્યા
ઓડિશાના ભદ્રક જિલ્લામાં વાવાઝોડું કાંઠે ટકરાયું હતું. બાલાસોરમાં પણ ભારે તબાહી જોવા મળી. બાલાસોરમાં જળસ્તર વધ્યા બાદ ગામડાઓ પાણીમાં ડૂબવા લાગ્યા. ત્યારપછી તો એનડીઆરએફના જવાનોએ આકરી મહેનત પછી તેમને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા. આ દરમિયાન લોકોએ ઘરોની છત પર જઈને જીવ બચાવ્યા. (તસવીર-એએનઆઈ)
અનેક ઘર તબાહ
તોફાને પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં ભારે તબાહી મચાવી. જિલ્લા ડાયમંડ હાર્બર અને સાગર દ્વીપમાં તોફાનના કારણે અનેક ઘર પડ્યા. (તસવીર-એએનઆઈ)
બંગાળમાં 3 લાખ ઘરને નુકસાન
વાવાઝોડા યાસના કારણે પશ્ચિમ બંગાળમાં ભારે તબાહી જોવા મળી. રાજ્યમાં 3 લાખથી વધુ મકાનોને નુકસાન થયું.
હાઈ ટાઈડ બાદ ગામડાઓમાં પાણી ભરાયા
વાવાઝોડા યાસ બાદ સમુદ્રમાં ઉઠેલી હાઈ ટાઈડના કારણે બંગાળમાં ઈસ્ટ મિદનાપુર જિલ્લામાં મંદારમની ગામમાં પાણી ભરાઈ ગયા. એક વ્યક્તિનું મોત થયું.
સેનાના જવાનોએ સુરક્ષિત કાઢ્યા
બંગાળના ઈસ્ટ મિદનાપુર જિલ્લાના મદારમની ગામમાં પાણી ભરાયા બાદ અનેક લોકો ઘરોમાં ફસાઈ ગયા. ત્યારબાદ સેનાના જવાનોએ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા.
કાંઠાના વિસ્તારોમાં સમુદ્રના પાણી ઘૂસ્યા
વાવાઝોડા યાસના પ્રભાવથી સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠી રહી હતી. આ કારણે કાંઠાના વિસ્તારોમાં પૂર જેવા હાલાત થયા. પ્રશાસને સ્કૂલો, કોલેજો, અને મદરેસાઓમાં તોફાન પ્રભાવિત લોકો માટે શિબિર બનાવવામાં આવ્યા જ્યાં તેમને રાખવામાં આવ્યા. (તસવીર-એએનઆઈ)
લગ્નો પર ભારે પડ્યું વાવાઝોડું
યાસ બાદ ભારે વરસાદના કરાણે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. આ દરમિયાન એક નવપરણિત કપલ પાણી વચ્ચે રસ્તો પાર કરતું જોવા મળ્યું. (તસવીર-એએનઆઈ)
જાનવરો પણ પૂરના પાણીમાં ફસાયા
તોફાન યાસના કારણે પશ્ચિમ બંગળના દીઘામાં 30 ફૂટ ઊંચી લહેરો ઉઠી અને સમુદ્ર તટ પર લાગેલા ગાર્ડરેલ પાર શહેરમાં બે કિમી અંદર સુધી પાણી પહોંચી ગયું. કાંઠા વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા હતા અને લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન અનેક જાનવરો પાણીમાં ફસાઈ ગયા. (તસવીર-રોયટર્સ)
Trending Photos