Lucky Rashi: 4 મહિના બાદ જાગશે ભગવાન વિષ્ણુ, આ 3 રાશિવાળાને થશે બંપર આકસ્મિક ધનલાભ, બેંક બેલેન્સ તગડું થશે! વિરોધીઓ માત ખાશે
દેવઉઠી એકાદશીને દેવોત્થાન એકાદશી અને દેવ પ્રબોધિની એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. તે દર વર્ષે કારતક મહિનાના સુદ પક્ષની એકાદશીના દિવસે ઉજવાય છે. આ વર્ષે આ એકાદશી 12 નવેમ્બર 2024ના રોજ આવે છે. આ એકાદશીના દિવસે ચાતુર્માસની પણ પૂર્ણાહૂતિ થાય છે અને 4 મહિનાથી સૂતેલા ભગવાન વિષ્ણુને વિધિ વિધાનથી જગાડવામાં આવે છે. તેના આગલા દિવસે તુલસી વિવાહ થાય છે. અને હિન્દુ ધર્મના તમામ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે.
આ વર્ષે દેવઉઠી એકાદશી ખુબ જ ખાસ છે કારણ કે આ દિવસે અનેક ખાસ યોગ પરસ્પર સંયોગ સર્જીને એક શુભ દિવસનું નિર્માણ કરી રહ્યા છે. આ દિવસે ચંદ્ર વાસ ઉત્તર દિશામાં રહેશે, જે ધનની દિશા છે. આ સાથે જ આ દિવસે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રનો હર્ષણ યોગ, અને સર્વાર્થ સિદ્ધિ સાથે વિશેષ યોગ બની રહ્યો છે. આ બધા શુભ યોગ અને સંયોગની અસર તમામ રાશિ પર પડશે પરંતુ દેવઉઠી એકાદશીથી 3 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. જાણો આ 3 લકી રાશિઓ વિશે....
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેની ખાસ કૃપા હોય છે. તમે પહેલા કરતા વધુ શાંત અને ધૈર્યવાન બનશો. મનમાં સકારાત્મકતાનો ભાવ વધશે. ચિંતાઓથી મુક્તિ મળશે. રોકાણથી સારો લાભ થવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. જોબમાં તમારું પ્રમોશન થઈ શકે છે. વેપારમાં વિસ્તરણની નવી તકો મળવાથી ઉદ્યોગ ધંધાઓમાં લાભ થશે. ધનલાભના નવા સ્ત્રોત ખુલવાથી જૂના કરજ ચૂકવવામાં સફળતા મળશે. રિટેલ વેપારીઓને સારો નફો થશે. ફાલતુ ખર્ચા બંધ થવાથી સારો એવો ધનલાભ થશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો પર જગતપાલક ભગવાન વિષ્ણુની કૃપા રહે છે. તમારી પર્સનાલિટીમાં એક નવો નિખાર આવશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. તમે દરેક કામને માનસિક તણાવથી મુક્ત થઈને કરશો. રોકાણથી સારો લાભ થવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરી અને જોબથી અલગ આવકના રસ્તા ખુલશે. સારો એવો ધનલાભ થશે. જીવન જીવવાની રીત બદલાશે. વેપારમાં વધારો થશે. વેપારી મુસાફરી સફળ રહેશે. કોઈને આપેલું ધન પાછું મળશે. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રહેશે. અટકેલા કામો પૂરા થશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ દ્રષ્ટિ રહેશે. તમે ખુબ વ્યવસ્થિત અને વ્યવહારિક બનશો પરંતુ સાથે સાથે તમારામાં આધ્યાત્મિકતાનો પણ ઉદય થશે. આવકના નવા સ્ત્રોત ખુલવાથી આર્થિક સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થશે. નોકરીમાં પ્રગતિની તકો મળશે. આવક વધશે. કાર્યક્ષેત્રે માન સન્માનમાં વધારો થશે. વેપારમાં લાભ થશે. વેપારી મુસાફરી સફળ રહેશે. ઉદ્યોગ ધંધામાં વિસ્તાર થશે. અન્ય સ્ત્રોતોથી પણ ધનલાભ થશે. અટવાયેલા કામો પૂરા થશે. કૌટુંબિક જીવન આનંદમય રહેશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos