જીત અદાણી ટૂંક સમયમાં કરશે લગ્ન, જાણો કોણ છે અદાણી પરિવારની થનારી પુત્રવધૂ દીવા શાહ?

Jeet Adani Diva Shah Pre Wedding Ceremony: અદાણી પરિવારના આંગળે જલ્દી રૂડો અવસર આવવાનો છે. ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીના ટૂંક સમયમાં લગ્ન થવાના છે. તો આવો જાણીએ કોણ છે ગૌતમ અદાણીની થનારી નાની પુત્રવધૂ...
 

કોણ છે દીવા શાહ?

1/5
image
માર્ચ 2023માં દીવા શાહ ચર્ચામાં આવી હતી. માર્ચ 2023માં તેની સગાઈ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી સાથે થઈ હતી. મહત્વનું છે કે દીવા શાહ હીરો કારોબારી જૈમિન શાહની પુત્રી છે. જૈમિન શાહ સી દિનેશ એન્ડ કો કંપની પ્રાઇવેટ લિમિટેડના માલિક છે. તેમનો કારોબાર સુરતથી લઈને મુંબઈ સુધી ફેલાયેલો છે. દીવા સોશિયલ મીડિયા પર વધુ સક્રિય રહેતી નથી.

પિતાની સાથે કરે છે બિઝનેસ

2/5
image
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દીવા પણ બિઝનેસમાં તેના પિતાની મદદ કરે છે. ફાઈનાન્સમાં દીવાની સમજ ખુબ સારી છે. તેની નેટવર્થ પણ કરોડોમાં છે. 

અમદાવાદમાં થઈ હતી સગાઈ

3/5
image
 જીત અદાણી અને દીવા શાહની સગાઈ અમદાવાદમાં થઈ હતી. હવે બંનેના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થવાના છે. કપલના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજીન ઉદયપુરમાં શાહી અંદાજમાં થશે. 

અબજોના માલિક છે જીત અદાણી

4/5
image
  જો વાત દીપાના થનારા પતિ અને ગૌતમ અદાણીના પુત્ર જીવની કરીએ તો તે કરોડોની સંપત્તિના માલિક છે. જીત 2019માં અદાણી ગ્રુપ સાથે જોડાયા હતા. જીતે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાથી ગ્રેજ્યુએશન કર્યું છે.

લગ્નમાં સામેલ થશે અનેક દિગ્ગજો

5/5
image
આ લગ્નમાં અનેક વીઆઈપી લોકો સામેલ થઈ શકે છે. જાણકારી પ્રમાણે પ્રી-વેડિંગ ફંક્શન ઉદયવિલાસ હોટલમાં થઈ શકે છે. તો મહેમાનોને રહેવાની વ્યવસ્થા તાજ લેક પેલેસ અને લીલા પેલેસમાં કરવામાં આવી શકે છે. બધા ફંક્શનનું પ્લાનિંગ રાજસ્થાનની શાહી પરંપરાઓ અને ભવ્યતાને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યું છે.