દિવાળી પહેલા ઘરમાં લાવો આ 7 વસ્તુ...લક્ષ્મીમાતાના મળશે આશીર્વાદ, ચુંબકની જેમ ધન ખેંચાઈ આવશે

Diwali 2023 Auspicious Thing: જ્યોતિષશાસ્ત્રમાં દિવાળી પહેલા આ 7 ચીજોની ખરીદી કરવી એ શુભ મનાય છે. જો કોઈ વ્યક્તિ ઈચ્છતા હોય કે ધનની દેવી માતા લક્ષ્મીની  તેમના પર વિશેષ કૃપા વરસે તો આ વસ્તુઓને દિવાળી પહેલા તમારા ઘરમાં અચૂક લાવો. 

માતા લક્ષ્મીની પ્રિય ચીજો

1/8
image

આ વર્ષે દિવાળીનો તહેવાર 12 નવેમ્બર એટલે કે રવિવારે આવશે. અત્રે જણાવવાનું કે દર વર્ષે કારતક મહિનાની અમાસનો દિવસ દિવાળી તરીકે ઉજવાય છે. દિવાળી પર માતા લક્ષ્મી અને શ્રી ગણેશની પૂજા થાય છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક દિવસ પહેલા ઘરની સફાઈ શરૂ કરી દે છે. આવામાં જો તમે પણ ઘરમાં લક્ષ્મીનો વાસ ઈચ્છતા હોવ તો દિવાળી પહેલા આ વસ્તુઓ ચોક્કસ ઘરમાં લાવો

ગણેશ-લક્ષ્મીની પ્રતિમા

2/8
image

ગણેશ-લક્ષ્મીની પ્રતિમા દિવાળી પહેલા માતા લક્ષ્મી સાથે ગણેશજીની પ્રતિમા ઘરમાં જરૂર લાવો. દિવાળીના દિવસે માતા લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પણ પૂજા થાય છે. આથી તેમની પ્રતિમા  અચૂક લાવવી જોઈએ. 

ભગવાનના નવા વસ્ત્રો

3/8
image

દિવાળીમાં નવા કપડાંની ખરીદી શુભ મનાય છે. દિવાળી પૂજન સમયે જેવા આપણે નવા કપડાં પહેરીએ છીએ એ જ રીતે દેવી દેવતાઓને પણ નવા વસ્ત્રો પહેરાવવા જોઈએ. આથી દિવાળી પહેલા માતા લક્ષ્મી માટે લાલ રંગના વસ્ત્રો જરૂર લાવવા જોઈએ. 

ગોમતી ચક્ર

4/8
image

ગોમતીચક્ર માતા લક્ષ્મીનું પ્રતિક મનાય છે. દિવાળીના અવસરે ગોમતી  ચક્રની ખરીદી શુભ મનાય છે. આથી દિવાળી પહેલા 11 ગોમતી ચક્રની ખરીદી કરીને ઘરમાં લાવો. તેનાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે. 

શ્રૃંગારનો સામાન

5/8
image

શ્રૃંગાર એ મહિલાઓ માટે ઘરેણા સમાન છે. આવામાં દિવાળી પહેલા માતા લક્ષ્મીની વિશેષ કૃપા માટે 16 પ્રકારના શ્રૃંગારનો સામાન ઘરમાં ખરીદીને લાવવો જોઈએ. આ સાથે જ માતા લક્ષ્મી માટે લાલ રંગની સાડી પણ જરૂર લાવો.   

શ્રીયંત્ર

6/8
image

જ્યોતિષ શાસ્ત્ર મુજબ શ્રીયંત્ર પણ માતા લક્ષ્મીને ખુબ પ્રિય હોય છે. એવું કહેવાય છે કે પૂજામાં શ્રીયંત્રની સ્થાપના કરવાનું શુભ મનાય છે. દિવાળી પહેાલ જો ઘરમાં શ્રીયંત્ર ન હોય તો જરૂર લાવીને તેની સ્થાપના કરો. હકીકતમાં શ્રીયંત્રને ધનવૃદ્ધઇનો કારક મનાય છે. વિધિપૂર્વક શ્રીયંત્રની સ્થાપના કરવાથી ઘરમાં ધનનું આગમન થાય છે. 

કોડી

7/8
image

જ્યોતિષશાસ્ત્ર મુજબ કોડી માતા લક્ષ્મીને ખુબ પ્રિય છે. આવામાં દિવાળી પહેલા જ કોડીની ખરીદી કરને લઈ આવવી જોઈએ. માન્યતા છે કે કોડી ધનને આકર્ષિત કરવામાં મદદરૂપ થાય છે. કોડીને લાલ રંગના કપડાંમાં બાંધીને તિજોરીમાં રાખી શકાય. 

નારિયેળ

8/8
image

જો માતા લક્ષ્મીની વિશેષ કૃપા જોઈતી હોય તો દિવાળી પહેલા નારિયેળની ખરીદી જરૂર કરો. તેને લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી બરકત આવે છે. નારિયેળ માતા લક્ષ્મીની પ્રિય ચીજોમાંથી એક છે. ઘરમાં પૂજા સ્થળ પર રાખવાથી માતા લક્ષ્મીનો વાસ થાય છે.