દિવાળી પહેલા ગ્રહોના રાજકુમાર બુધ થશે ઉદય, આ જાતકોના શરૂ થશે અચ્છે દિન, મળશે અવિશ્વસનીય લાભ

વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ તુલા રાશિમાં ઉદિત થવાના છે. જેનાથી ત્રણ રાશિના જાતકોને કરિયર અને કારોબારમાં ખુબ લાભ મળી શકે છે.
 

બુધ ઉદય

1/5
image

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે બુધ ગ્રહને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે. સાથે બુધ ગ્રહ ચોક્કસ સમયે ઉદય અને અસ્ત થાય છે. તમને જણાવી દઈએ કે દિવાળી પહેલા 23 ઓક્ટોબરે બુધ ગ્રહ ઉદય થશે. બુધ ગ્રહ તુલા રાશિમાં ઉદિત થશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ લોકોને કરિયર અને કારોબારમાં સફળતા મળી શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.  

કુંભ રાશિ

2/5
image

તમારા માટે બુધ ગ્રહનું ઉદય થવું લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી નવમ ભાવ પર ઉદય થવાના છે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળી શકે છે. તમારા અટવાયેલા કાર્યો થશે. વેપારીઓ મોટો લાભ કમાઈ શકે છે, જેનાથી તેને સંતોષ મળશે. આર્થિક સ્થિતિમાં ઉલ્લેખનીય સુધાર થવાની સંભાવના છે. આ દરમિયાન તમે કામ-કારોબાર સંબંધિત યાત્રા કરી શકો છો. સાથે તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો.    

મેષ રાશિ

3/5
image

બુધ ગ્રહનો ઉદય મેષ રાશિના જાતકો માટે શુભ રહેશે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી સપ્તમ ભાવ પર ઉદિત થવાના છે. આ દરમિયાન પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. સાથે જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓ તમારા પ્રયાસોથી સંતુષ્ટ થશે. તમને નવી ડીલ મળવાની સંભાવના છે. તમારૂ સ્વાસ્થ્ય સ્થિર રહેશે. આ દરમિયાન ભાગીદારીમાં કામ કરવાથી લાભ થશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. 

મકર રાશિ

4/5
image

તમારા લોકો માટે બુધ ગ્રહનો ઉદય ભાગ્યશાળી રહેશે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી કર્મ ભાવ પર ઉદિત થશે. આ દરમિયાન તમને કામ-કારોબારમાં સફળતા મળી શકે છે. સાથે નોકરી કરનાર જાતકોને લાભ મળી શકે છે. તો બેરોજગાર લોકોને નવી નોકરી મળી શકે છે અને આ સમય કરિયર માટે અનુકૂળ છે. આ દરમિયાન વેપારીઓને ધનલાભ થઈ શકે છે. સાથે કારોબારનો વિસ્તાર થઈ શકે છે. આ સમયે નોકરી કરનાર લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.