જો જો....ઘરમાં આડેધડ સોનું અને રોકડ રકમ રાખી મૂકશો તો મુશ્કેલીમાં મૂકાશો! જાણો શું છે નિયમો

તમને પણ ક્યારેક એવો સવાલ થતો હશે કે ઘરમાં કેટલી રોકડ રકમ અને સોનું રાખી શકાય. ખાસ જાણો આ વિશે....

1/8
image

આપણે સમાચારમાં જાણતા હોઈએ છીએ કે આ અધિકારીના ત્યાં રેડ પડી, બિઝનેસમેનના ત્યાં રેડ પડી, કરોડો પકડાયા, સોનું મળ્યું, તો તમને પણ એમ થતું હશે કે આખરે કેટલું સોનું અને રોકડ ઘરમાં રાખીએ તો આવી સમસ્યા ન આવે? ખાસ જાણો  

કેટલી કેશ

2/8
image

એવો કોઈ નિયમ નથી કે તમે એક લિમિટ સુધી ઘરમાં કેશ રાખી શકો. તમે તમારી સગવડતા પ્રમાણે ગમે તેટલી રોકડ રકમ ઘરમાં રાખી શકો છો અને તેની લેવડદેવડ કરી શકો છો. પરંતુ આ સાથે એક ગડબડી તમને ભારે પડી શકે. જેના કારણે આવકવેરા વિભાગ તરફથી ધરપકડ પણ થઈ શકે છે. ભારે દંડ પણ લાગી શકે. 

 

આવકનો સોર્સ

3/8
image

એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે જે પૈસા ઘરમાં રાખો તે પૈસાનો સોર્સ યોગ્ય હોય અને તેના પર ટેક્સ ચૂકવવામાં આવ્યો હોય. તપાસ એજન્સી દ્વારા દરોડામાં તમારે આઈટીઆર ડેક્લેરેશન દેખાડવું પડશે. જો કેશ જાહેર કર્યા વગરની હોય તો તે દરોડા સમયે આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરાય છે. આ સાથે કેશ સંબંધિત વ્યક્તિની ધરપકડ પણ થઈ શકે છે. એટલે કે આવકવેરા વિભાગ ત્યારે કાર્યવાહી કરે છે જ્યારે કેશ ક્યાંથી આવી છે કે ઈન્કમ ઓફ સોર્સ અંગે જાણકારી ન હોય. આવામાં ઘરમાં કેશ રાખો તો તમારી પાસે આવકનો સોર્સ પાક્કો હોવો જરૂરી છે. 

કેટલું ગોલ્ડ

4/8
image

ગોલ્ડની વાત કરીએ તો ગોલ્ડ કેટલું રાખવું જોઈએ તો ગોલ્ડ લિમિટ ઉપર રાખી શકો છો પરંતુ તમારી પાસે એ વાતનો જવાબ હોવો જરૂરી છે કે  તમારી પાસે આ સોનું આવ્યું ક્યાંથી? ઘરમાં ગોલ્ડ રાખવા માટે લિમિટ નક્કી કરાઈ છે. CBDT (Central Board of Direct Taxes) ના કેટલાક નિયમો છે. 

સોના માટે લિમિટ

5/8
image

એક પુરુષ (પરિણીત કે અપરિણીત) પોતાની પાસે 100 ગ્રામ સુધી ગોલ્ડ રાખી શકે છે. 

કેટલું ગોલ્ડ

6/8
image

એક પરિણીત મહિલા પોતાની પાસે 500 ગ્રામ સુધી ગોલ્ડ રાખી શકે છે. અપરિણીત મહિલા પોતાની પાસે 250 ગ્રામ સુધી ગોલ્ડ રાખી શકે છે. અહીં જણાવેલી લિમિટથી વધુ સોનું હશે તો તમારે તેનો જવાબ આપવો પડે કે આ સોનું આવ્યું ક્યાંથી.   

ટેક્સના નિયમ

7/8
image

જો તમે ઘોષિત આવક કે કૃષિ આવકથી સોનું ખરીદ્યું હોય તો તેના પર ટેક્સ આપવો પડતો નથી. જો નાની નાની બચત કે ઘરના ઘર્ચાથી બચાવેલા પૈસામાથી સોનું ખરીદ્યું હશે તો પણ ટેક્સ ભરવો નહીં પડે. વારસાગત સોના ઉપર પણ ટેક્સ લાગતો નથી. જો કે વારસાગત સોના મુદ્દે તમારે એ જણાવવાનું રહે છે કે આ સોનું ક્યાંથી આવ્યું.   

રોકાણ

8/8
image

સોનું તે માત્ર એક ધાતુ નથી પરંતુ વર્ષોથી રોકાણ માટે તે લોકોને મનપસંદ અને ભરોસાપાત્ર મનાય છે. તમે ઘરમાં સોનું રાખો તો ટેક્સ નહીં લાગે પરંતુ તમારી પાસે રાખેલું સોનું વેચશો તો ટેક્સ ચૂકવવો પડશે. જો તમે લોંગ ટર્મ એટલે કે ત્રણ વર્ષ સુધી રાખેલું સોનું વેચો તો તેના પર 20 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડે છે. ત્રણ વર્ષથી ઓછા સમયમાં તમે ગોલ્ડ વેચો તો તેને તમારી કુલ કરયોગ્ય આવકમાં જોડવામાં આવે છે.