દુનિયાનો સૌથી પૈસાદાર વ્યક્તિ ભાડાના 2BHK ફ્લેટમાં રહે છે, માતા ગેરેજમાં ગાદલું પાથરી સૂવે છે, જુઓ ઘરનો Photo

એક એવા અબજોપતિ જેમની પાસે એટલી બધી સંપત્તિ છે કે તે જેવો ઈચ્છે તેવો બંગલો બનાવડાવી શકે, મહેલ ખરીદી શકે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના આ સૌથી ધનિક વ્યક્તિ ભાડાના મકાનમાં રહે છે. 
 

એલન મસ્કનું ઘર

1/6
image

Elon Musk Home: દુનિયાના સૌથી અમીર વ્યક્તિની ચર્ચા થાયતો એલન મસ્કનું નામ ચર્ચાતું હોય છે. 252.5 અબજ ડોલર એટલે કે 2,11,93,27,18,75,000 રૂપિયાની સંપત્તિના માલિક એલન મસ્ક ભલે દૌલતના રાજા હોય પરંતુ તેમની લાઈફસ્ટાઈલ જોઈને તમે દંગ રહી જશો. અબજપતિ એલન મસ્ક પાસે એટલી સંપત્તિ છે કે તે જેવો ઈચ્છે તેવો બંગલો બનાવડાવી શકે, મહેલ ખરીદી શકે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના આ સૌથી ધનિક વ્યક્તિ ભાડાના મકાનમાં રહે છે.

ભાડાના 2BHK ફ્લેટમાં રહે છે

2/6
image

ટેસ્લા, ટ્વિટર (હવે એક્સ) અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક અને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્ક કોઈ મોટા બંગલામાં કે મહેલમાં રહેતા નથી. મસ્ક જે ઘરમાં રહે છે, તેની તસવીરો પણ સામે આવી છે. ઘરની તસવીરો જોઈને લોકો દંગ રહી ગયા. બે રૂમના મકાનમાં રહેતા મસ્કના ઘરની તસવીરો જોઈને તમે અંદાજો નહીં લગાવી શકો કે દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ આ ઘરમાં રહેતો હશે. 50 હજાર ડોલરના ભાડાવાળા એક ટુ બેડરૂમ હોલ કિચનનું ઘર એ મસ્કનું ઠેકાણું છે. એલન મસ્કની બાયોગ્રાફી લખનારા લેખક વોલ્ટર ઈસાકસને તે ઘરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર શેર કરી હતી. 

ભાડાના ઘરમાં રહે છે

3/6
image

એલન મસ્કે વર્ષ 2020માં પોતાની 5 રેસિડેન્શિયલ પ્રોપર્ટીઓ વેચી નાખી હતી. હાલમાં જ તેમણે કેલિફોર્નિયાના હિલ્સબોરો સ્થિત પોતાનું છેલ્લું ઘર પણ લગભગ 32 મિલિયન ડોલરમાં વેચી નાખી. પોતાના આલિશાન ઘરોને વેચીને મસ્ક ટેક્સાસના બોકા ચિકા સ્થિત એક ભાડાના મકાનમાં રહે છે. આ ઘર તેણે સ્પેસએક્સથી ભાડા પર લીધુ છે. મસ્કે પોતે આ જાણકારી ટ્વીટ કરીને આપી હતી કે તેના ઘરની કિંમત સાચે જ 50 હજાર ડોલર છે. 

મસ્કના ઘરમાં કઈ ચીજો છે

4/6
image

જે તસવીર સોશિયલ મીડિયા પર શેર કરાઈ છેતે એલન મસ્કના ઘરના કિચન અને લિવિંગ એરિયાની છે. કિચનમાં એક ફ્રીઝ, કોફી મશીન, ખુરશી પર ટેક્લાની પ્લેટ મોડવાળી જેકેટ ટાંગેલી છે. લિવિંગ રૂમમાં કોઈ લક્ઝરી આઈટમ નથી. એક કોફી ટેબલ છે. જેના પર બેસીને મસ્ક ફોન કોલ્સ કરે છે. ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ આ ઘરમાં મસ્કે બાળકોને રમવા માટે એક રોકેટ શેપ્ડ પ્લેહાઉસ પણ બનાવ્યું છે.

ઘર વેચીને કેમ ભાડાના મકાનમાં રહે છે

5/6
image

વોલ્ટર ઈસાકસને કહ્યું કે મસ્કે પોતાના આલીશાન ઘર  વેચીને ભાડાના મકાનમાં રહેવાનો નિર્ણય કર્યો જેનો ખુલાસો તે પોતાના પુસ્તકમાં કરશે. મસ્કની બાયોગ્રાફી લખનારા વોલ્ટરે અનેક વર્ષો મસ્ક સાથે વિતાવ્યા છે. સ્પેસ એક્સના પ્રોજેક્ટને વધુ સમય આપવા માટે મસ્કે તેની નજીક રહેવાનો નિર્ણય લીધો. 

ગેરેજમાં ગાદલું પાથરીને સૂવે છે મસ્કની માતા

6/6
image

એલન મસ્ક ભલે ધનિક હોય પરંતુ તે સાદગીથી રહે છે. વર્ષ 2022માં તેમણે કહ્યું કે તેમની પાસે કોઈ ઘર નથી. તેઓ પહેલા મિત્રો સાથે ઘરમાં રહેતા હતા અને પછી ભાડાનું મકાન લીધુ. જ્યારે એલન મસ્કના માતા માએ મસ્કે પણ એ વાતનો ખુલાસો કર્યોકે તે મસ્કના ઘરમાં જમીન પર ગાદલું પાથરીને સૂઈ જાય છે. મસ્કના માતા માએ મસ્ક એક સુપર મોડલ છે અને ડાયેટિશન છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના પુત્રની દૌલતનો અર્થ એ નથી કે મહેમાનોને પણ આલીશાન રહેણી કરણી મળે. તેમણેકહ્યુંકે મારે પણ ક્યારેક ગેરેજમાં તો ક્યારેક જ મીન પર ગાદલું પાથરીને સૂઈ જવું પડે છે.