શું લટકવાથી ખરેખર હાઇટ વધે ખરી? વિજ્ઞાન તો કંઈક અલગ જ કહે છે

stretching increase height : બાળકોની હાઇટ વધારવા માટે માતા-પિતા બનતી તમામ કોશિશ કરે છે... એમાં પણ એવું કહેવાય છે કે, સવાર-સાંજ લટકવાની એક્સરસાઇઝ કરવી જોઇએ... જેનાથી હાઇટ વધી જશે... હવે આ વાતમાં તથ્ય કેટલું તેના વિશે તમને જણાવીએ... કેમ કે, આ લાઇન તમને ગમે ત્યાં સાંભળવા મળી જ હશે.

1/4
image

ડિરેક્ટલી એવું કહી દેવું યોગ્ય નથી કે, લટકવાથી હાઇટ વધી જશે... કારણ કે, બધા કિસ્સામાં આવું નથી હોતું... સાથે એવું પણ નથી કે, જો તમારું બાળક લટકે છે તો તેની બોડીમાં નુકસાન થાય

2/4
image

લટકવાથી બાળકના આખા શરીરના પોશ્ચર ઠીક થાય છે... જે સારી વાત છે... પરંતુ બાળકોની હાઇટ વધવી એ તેના માતા-પિતાના જીન પર નિર્ભર હોય છે... આ ઉપરાંત ડેઇલી ડાયટ અને શરીરના હોર્મોનલ ચેન્જીસ ઉપર પણ આધારિત છે.

3/4
image

એક રિપોર્ટ અનુસાર એક્સપર્ટની વાત તમને જણાવીએ તો... 10થી 11 વર્ષની ઉમરના બાળકો જો નિયમિત રીતે લટકશે તો તેની હાઇટ વધવાની શક્યતા છે... એટલે કે, આ એક્સરસાઇઝ હાઇટ વધવામાં મદદરૂપ થાય છે.

4/4
image

સૌથી મહત્વની વાત એ પણ જણાવીએ કે, ફક્ત એવું નથી કે, માત્ર લટકવાથી જ હાઇટ વધી જશે... ઘણા કિસ્સામાં આવું નથી જોવા મળતું... છતા પણ જો બાળકની હાઇટ વધવા અંગે તમને કોઇ શંકા હોય તો યોગ્ય એક્સપર્ટની સલાહ ચોક્કસથી લઇ શકો છો.