Moni Roy Happy Birthday: ચારેય કોર છવાયેલો છે મોની રોયનો જાદુ, જુઓ તસવીરો

મુંબઈઃ પોતાની શાનદાર એક્ટિંગથી નાના પડદા પર અભિનય કરીને દર્શકોનું દિલ જીતી લીધું. ત્યારે હાલમાં જ આવેલી તેમની ફિલ્મમાં તેના કામના લોકોએ ખૂબ જ વખાણ કર્યા. મોની ઘણા લાંબા સમયથી શોબિજની દુનિયામાં એક્ટિવ છે. ત્યારે લોકોએ તેમને શરૂઆતથી જોઈ છે અને તેમના ચહેરા પર થયેલા બદલાવને પણ નોટિસ કર્યું છે. એક્ટ્રેસના ચહેરામાં અચાનક આવેલા બદલાવના કારણે તે ટ્રોલ થવા લાહી છે. ત્યારે આજે આ એક્ટ્રેસના જન્મદિવસ પર તેની સાથે જોડાયેલી ખાસ વાતો વિશે અમે તમને જણાવીશું.

1/6
image

મોની રોયના માતા-પિતા ઈચ્છતા હતા કે, તે એક પત્રકાર બને. તે માટે તેમને જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના માસ કોમ્યુનિકેશન કોર્સમાં તેને એડમિશન અપાવ્યું હતું. પરંતુ અભ્યાસ પૂર્ણ થાય તે પહેસાં જ તેને મુંબઈ તરફનો રસ્તો અપનાવી લીધો. 

2/6
image

મૌની રોય એક બંગાળી પરિવાર સાથે જોડાયેલી છે. તે શરૂઆતથી જ એક્ટ્રેસ બનવા માગતી હતી. મૌની રોયે સ્કૂલનો અભ્યાસ પશ્ચિમ બંગાળમાંથી પૂર્ણ કર્યો અને તે બાદ તેને દિલ્લી યુનિવર્સિટીના મિરાંડા હાઉસ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું.

3/6
image

મૌની રોયના ઘણા ફેન્સને લાગે છે કે, તેમને પોતાના અભિનયની શરૂઆત ટીવી સિરીયલ્સથી કરી હતી. પરંતુ એવું નથી. તેમને પોતાના કરિયરની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી.

4/6
image

 મુંબઈમાં તેમને પહેલો બ્રેક એકતા કપૂરની સીરિયલ સાસ ભી કભી બહૂથીમાં મળ્યો હતો. તેમાં તેણે એક્ટર પુલકિત સમ્રાટ સાથે કામ કર્યું હતું. સીરિયલમાં મૌનીએ કૃષ્ણા તુલસીનો રોલ પ્લે કર્યો હતો. તે બાદ તેમણે અનેક સિરીયલમાં કામ કર્યું હતું.

5/6
image

ક્યોંકી સાસ ભી કભી બહુ થી જેવા શોથી પોતાના કરિયરની શરૂઆત કરનારી મૌની રોયનો ચહેરો હવે ઘણો બદલાય ગયો છે. તમે તેમના જૂના અને નવા ફોટામાં તેમને ઓળખી જ નહીં શકો. મૌની રોયના લૂકમાં ઘણા નવા બદલાવ આવ્યા છે. તેની આઈબ્રોથી લઈને હોઠની સાઈઝ સુધી ઘણું બધુ બદલાઈ ગયુ છે. 

6/6
image

મૌની રોયના ટ્રાન્સ્ફાર્મેશનને સ્પષ્ટ જોઈ શકાય છે. તેને વર્ક આઉટ, ડાયટ અને સર્જરીની મદદથી પોતાનો આખો લૂક અને બોડી સ્ટ્રક્ચર બદલી નાખ્યું છે.