આજે પણ યંગ એક્ટરને હંફાવે છે આ અભિનેતાઓ, જાણો શું તેમની જવાનીનો રાઝ

નવી દિલ્હી: બોલીવુડમાં કેટલાક અભિનેતા એવા છે જે 50 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે. પરંતુ આજે પણ તેવો 20 વર્ષના યુવાનને શરમાવી દે તેવા દેખાય છે. આ અભિનેતાઓેએ પોતાની ઉંમર પોતાની મુઠ્ઠીમાં કેદ રાખી છે. 60 વર્ષે પણ લાગે છે 35 વર્ષના. તેમના આ દેખાવ પાછળ કેટલા મહત્વના રાઝ છે.

અનિલ કપૂર

1/5
image

મોટી ઉંમર હોવા છતા સૌથી યુવાન દેખાત અભિનેતાની લીસ્ટમાં અનિક કપૂરનું નામ પહેલા નંબર પર આવે છે. રિલ લાઈફ કે પછી રિયલ લાઈફ બંનેમાં અનિલ કપૂરનો દેખાવ આજે પણ એક યુવાન છોકરા જેવો જ છે. અનિલ કપૂર પોતાની રૂટીન પ્રક્રિયા સહિત ખાવા-પીવા બાબતે પણ બહુ ચુસ્ત છે. અનિલ કપૂરની ઉંમર 65 વર્ષ છે. નાના બનવાની ઉંમરે પણ અનિલ કપૂર યુવાન દેખાય છે.

સલમાન ખાન

2/5
image

દબંગ ખાન તરીકે ઓળખાતા બોલીવુડ સ્ટાર સલમાન ખાનની લોકપ્રિયતા તો વર્ષોથી છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ લોકપ્રિયતામાં પણ વધારો થઈ રહ્યો છે. પરંતુ તેમની ફિટનેસમાં કોઈ ફેરફાર જોવા નથી મળતો. 50 વર્ષે પણ 25 જેવો સલમાન ખાનનો દેખાવ છે. જેથી સલમાન સુપરસ્ટાર હતો અને ભવિષ્યમાં પણ રહેશે.

અક્ષય કુમાર

3/5
image

ખિલાડી અક્ષય કુમારને કોણ નથી ઓળખતું. અક્ષય કુમાર તેના અભિનયથી જેટલો જાણીતો છે તેટલો ફિટનેસના લીધે પણ ઓળખાય છે. અક્ષય સવારે 4 વાગે ઉઠે છે અને રાત્રે 9 વાગ્યે સૂઈ જાય છે અને અક્ષય પોતાના આ રૂટીનને ચુસ્તપણે ફોલો પણ કરે છે. જેથી 54 વર્ષે પણ ધાકડ યુવાન જેવા દેખાય છે અક્ષય કુમાર.

આમીર ખાન

4/5
image

મિસ્ટર પરફેક્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાન 60 વર્ષની ઉંમરના દરવાજે ઊભા છે. પરંતુ તેને જોઈને કોઈ કહી ના શકે કે આમિર ખાનની ઉંમર 60 વર્ષ છે. આજે પણ ફિલ્મમાં યુવાન અભિનેત્રીઓ સાથે આમિર ખાન ખુબ રોમાંસ કરતા નજરે પડે છે.

સુનિલ શેટ્ટી

5/5
image

સુનિલ શેટ્ટીએ બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં લગભગ 3 દશકા વિતાવ્યા છે. આમ તો સુનિલ શેટ્ટીની ઉંમર 60 વર્ષને પાર પહોંચી છે. પરંતુ આજે પણ તેની ફિટનેશ જોઈને લાગે છે આથિયા શેટ્ટીના મોટા પપ્પા નહીં પણ મોટાભાઈ છે. સુનિલ શેટ્ટીની ફિટનેશ જોઈને 20 વર્ષના યુવાન પણ શરમાઈ જાય છે.