FIT BODY: કપડા ફિટ થશે કે નહીં તેની સતાવે છે ચિંતા? ફિકર નોટ, આ કપડા પહેરશો તો ફિટ થઈ જશે તમારી બોડી
ઝી બ્યૂરો, અમદાવાદઃ ફિલ્મી હિરો કે રમતવીરો જેવું શરીર બનાવવું તે મોટાભાગના યુવાનોની ઘેલછા હોય છે. ઘણીવાર કસરત અને ડાયેટિંગ કર્યા બાદ પણ ફિટ બોડી બનાવી શકતા નથી. સારી બોડી બનાવવા માટે સખત પરિશ્રમની સાથે યોગ્ય માર્ગદર્શનની પણ જરૂર રહે છે. સતત બોડી બનાવવાની ઈચ્છામાં રહેતા લોકો માટે ચીન વાળાઓએ શોર્ટકટ રસ્તો બનાવ્યો છે... જાણો એવા તો કયા કપડા છે જે પહેરીને જ તમારી બોડી ફિટ થઈ જશે...
સારું અને ફિટ દેખાવવા માટે લોકો જાત-જાતના પ્રયત્નો કરતા હોય છે, જીમ જવાનું, કડક ડાયેટિંગ પહેરવા સહિતની વસ્તુઓ પર ધ્યાન રખાય છે. વિચારો આ બધું કર્યા વિના તમે ફિટ અને સારા લાગી શકશો તો કેટલી આશ્ચર્યની વાત હશે તે.. હવે તેના માટે ની પણ વ્યવસ્થા થઈ ગઈ છે.
ચીનના બજારોમાં હાલ મસ્ક્યુલર બોડીની ડિઝાઈન વાળો સૂટ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે, સિલિકોનથી બનેલા આ સૂટને પહેરીને શરીરને બોડી બિલ્ડર જેવું રૂપ આપી શકાય છે. સોશિયલ મીડિયામાં જેના ફોટા વાયરલ થઈ રહ્યા છે
ડેઈલી મેઈલના રિપોર્ટ અનુસાર, આ સૂટ મેડિકલ-ગ્રેડ સિલિકોનના મોટા પડથી બનાવવામાં આવ્યું છે જેના કારણે શરીરને કોઈ નુકસાન ન થાય. આ સૂટમાં પ્રભાવ પાડવા હાથની નસ, ઊંચી કોલરબોન અને સિક્સ પેક એબ્સ બનાવ્યા છે.
ડેઈલે મેઈલના રિપોર્ટમાં એક ઈ-કોમર્સ વેબસાઈટનો ઉલ્લેખ છે, આ વેબસાઈટ પરથી તમે સૂટ ઓનલાઈન મંગાવી શકશો. વેબસાઈટમાં સૂટની કિંમત પણ દર્શાવવામાં આવી છે. નવાઈની વાત છે કે સૂટ ખૂબ મોંઘા વેચાઈ રહ્યા છે. ઈ કોમર્સ વેબસાઈટ પર આ સૂટની કિંમત 87 પાઉન્ડ (9,107 રૂપિયા) થી 438 પાઉન્ડ (45,852 રૂપિયા) સુધીની દર્શાવાઈ રહી છે. ઘણા દેશોમાં આ સૂટની ડિમાન્ડ વધી. આ સૂટ શરીરના ઉપરના કે નીચેના ભાગ માટે જુદા જુદા ઉપલબ્ધ છે.
સૌથી મહત્વની વાત છે કે આ સૂટને પહેરીને કોઈ અંદાજો નહીં લગાવી શકે કે આ અસલી શરીર છે કે કોઈ સૂટ પહેરેલો છે. સૂટનો રંગ શરીરની ત્વચાથી સંપૂર્ણ રીતે મેચ થઈ જશે. સૂટની બનાવટ એકદમ બોડી બિલ્ડર જેવી છે.
Trending Photos