rescue

એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં આગ, દર્દી અને ડોક્ટરોનું દિલધડક રેસક્યું શરૂ

શહેરની સિવિલ હોસ્પિટલમાં ભયાનક આગની ઘટના બની છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી હોસ્પિટલની ઓપીડી બિલ્ડિંગના પાંચમા માળે શોર્ટ સર્કિટના કારણે આગ ભભુકી ઉઠી હતી. જેના કારણે થોડા સમય માટે અફડા તફડી મચી ગઇ હતી. ઓપીડીમાં હાજર તમામ દર્દી અને ડોક્ટર્સનું રેસક્યું કરવામાં આવ્યું હતું. તમામ લોકોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આગ પર કાબુ મેળવવા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. 

Sep 8, 2021, 04:15 PM IST

MOSSADના આ ઓપરેશન બાદ ઈઝરાયલના પુર્વ PM નેતનયાહૂના ભાઈ શહિદ થયા હતા દુશમનોનો છુટી ગયો હતો પસીનો

આજે અમે તમને ઈઝરાયલની ખુફિયા એજન્સી મોસાદના એવા ઓપરેશન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેને દુનિયાનું સૌધી ખતરનાક હવાઈ ઓપરેશન માનવામાં આવે છે. ઈઝરાયલથી ઉડેલા એક વિમાનને હાઈજેક કરીને યુગાન્ડા ઉતારવામાં આવ્યું હતું

Aug 13, 2021, 04:16 PM IST

સુરતમાં યુવકે બીજા માળે ચડી મચાવી ભારે ધમાલ, કહ્યું- પગે પડે તો જ શાંત થાઉં, દુનિયાને ભસ્મ કરી નાખીશ

સુરતના (Surat) કાપોદ્રામાં આવેલા RB કોમ્પ્લેક્ષ કમ્પાઉન્ડમાં એક યુવકે બીજા માળે ચડી ભારે ધમાલ મચાવી હતી. બીજી તરફ પોલીસ (Surat Police) અને ફાયર વિભાગને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા

Aug 2, 2021, 04:08 PM IST

સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં લાગી આગ, 12 કર્મચારીઓને બચાવી લેવાયા

 • બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ (surat fire) લાગી હતી અને બીજા અને ત્રીજા માળે કર્મચારીઓ કામ કરતા હતા
 • એક કલાક રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું, જેમાં તમામ 12 કારીગરોને બચાવી લેવાયા હતા

Jul 30, 2021, 11:41 AM IST

અમદાવાદની પોળમાં જર્જરિત મકાન થયું ધરાશાયી, દટાયેલા 3 ને બહાર કઢાયા

 • ફાયરબ્રિગેડની ટીમે તમામ લોકોનું ઝડપથી રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા
 • શેખ પરિવારનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં હતું. એક માળના મકાનમાં ઉપરના ભાગે અનેક તિરાડો પડી હતી

Jun 29, 2021, 04:15 PM IST

રાવકી નદીમાં કાર તણાઈ, સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કરી બે મહિલાઓને બચાવી, નિવૃત્ત બેંક કર્મચારીનું મોત

 • કારમાં સવાર બે માહિલાને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાઈ હતી. પરંતુ લાલજીભાઈ ઘેલાણીનું મોત નિપજ્યું હતું
 • સ્થાનિક લોકો અને રોડ કોન્ટ્રાક્ટર મજૂરોએ બચાવ કામગારી કરી હતી, અને કારને બહાર કાઢી હતી 

Jun 23, 2021, 08:41 AM IST

કચ્છ-સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, નડાળા નદીમાં બોલેરો ગાડી તણાઇ, 3નો આબાદ બચાવ

રાજ્યમાં આજનો દિવસ વરસાદમય રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. મેઘરાજાએ ક્યાંય થોડી તો ક્યાંય વધારે પ્રમાણમાં કૃપા વરસાવી છે. અંજારમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. અંજારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ગોંડલ શહેરમાં ભારે વરસાદના પગલે અંડરબ્રિજ, બસ સ્ટેન્ડમાં પાણી ભરાય છે. 

Jun 19, 2021, 11:06 PM IST

વાવાઝોડા સામે લડવા ગુજરાત તૈયાર : 1300 હોસ્પિટલમાં ડિજી સેટ વસાવવા આદેશ અપાયો

 • પોરબંદરના 40 ગામના 7 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવશે
 • ભાવનગર, ઘોઘા, તળાજા અને મહુવા તાલુકાના 34 ગામોમાં એલર્ટ આપી દેવાયુ
 • ગીર સોમનાથમાં એક કિલોમીટરના વિસ્તારમાં ૨૩૫૯૫ પ્રભાવિત લોકોને આજ સાંજ સુધી ખસેડવામાં આવશે

May 16, 2021, 03:25 PM IST

ભડભડતી આગ વચ્ચે રિયલ હીરો બન્યા ચીફ ફાયર ઓફિસર, બાળકને છાતીસરસો ચાંપીને દોડ્યા

કેટલાક વોરિયર્સ એવા હોય છે, જે પોતાની ફરજ બજાવવા અને ડ્યુટી નિભાવવા પોતાના જીવનો પણ વિચાર કરતા નથી. આપદા સામે જીવ સટોસટનો ખેલ ખેલી લે છે, પણ પોતાની ફરજ બજાવવામાં ક્યાંય પાછા પડતા નથી. આવો જ એક રાજકોટના બાહોશ ફાયર અધિકારીનો વીડિયો સામે આવ્યો છે, જેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને નાનકડા બાળકને બચાવ્યો (rescue) છે.

Apr 17, 2021, 10:17 AM IST

મોરબી : સિરામિક કારખાનામાં લોખંડનો સંચો તૂટતા 3 લોકો કાટમાળ નીચે દબાયા, કંપનીના ભાગીદારનું મોત

 • માટીના સાયલા આખા ભરેલા હોવાથી તેની નીચે દટાયેલાં લોકોને બહાર કાઢવા માટે જેસીબી, હાઈડ્રો મશીન સહિતની મશીનરીની મદદ લેવામાં આવી હતી
 • ઘટના મોટી હોવાથી પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા
 • ત્રણ વ્યક્તિ માટીના સાયલા નીચે દટાયેલ હોવાથી તેને બહાર કાઢવા આખી રાત રેસક્યૂ ચાલ્યું હતું

Feb 12, 2021, 09:06 AM IST

વડોદરામાં ઈમારત પડ્યા બાદ ન ફરક્યો બિલ્ડર, એટલું હલકી કક્ષાનું કામ કર્યું કે પાયા પણ બહાર આવી ગયા 

સમગ્ર ઘટનામાં બિલ્ડરની ગંભીરમાં ગંભીર બેદરકારી સામે આવી છે. હજી છ મહિના પહેલા ત્રણ માળની બિલ્ડીંગનું કામ શરૂ કરાયું હતું. બિલ્ડરે ઈમારતમાં હલકી કક્ષાનું કામ કર્યું છે તે સ્પષ્ટ દેખાઈ આવ્યું

Sep 29, 2020, 09:19 AM IST

ડૂબતા MSV કૃષ્ણ સુદામા જહાજના 12 ચાલકોને મધરાતે રેસ્ક્યૂ કરાયા

 • ઓખાથી લગભગ 10 નોટિકલ માઈલ દૂર MSV કૃષ્ણ સુદામા (MMSI- 419956117) ના 12 ચાલક ગ્રૂપનું સલામત રીતે રેસ્ક્યૂ કર્યું હતું.

Sep 27, 2020, 11:22 AM IST

નર્મદામાં પૂરની સ્થિતિ વચ્ચે જોવા મળી માનવતાની અદભૂત તસવીરો....

ભરૂચમાં નર્મદા નદીના પૂરમાં ફસાયેલા 19 લોકોને નબીપુરના પીએસઆઇ અને તેના સ્ટાફે સહીસલામત બહાર કાઢ્યા 

Sep 2, 2020, 01:22 PM IST

Video : આ છે ગુજરાતના અસલી જળરક્ષકો, પૂરના પાણીમાંથી લોકોને ઉગાર્યાં

ગુજરાત પોલીસના બે કાબિલેદાદ કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં પોલીસ જવાનો પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોનો જીવ બચાવી રહ્યાં છે. આ ઘટના છે ભરૂચ અને જુનાગઢની...

Aug 31, 2020, 04:02 PM IST
surat palika will buy underwater camera for rescue, swiggy delivary boys on strike in surat PT3M25S

સુરતના મહત્વના સમચાર: swiggy ડિલીવરી બોય હડતાળ પર, નગરપાલિક ખરીદશે અંડરવોટર કેમેરા

સુરત મહાનગર પાલિકા ફ્રાન્સથી 22 લાખની કિંમતના અંડરવોટર કેમેરા ખરીદવાની છે. જેનાથી ડૂબી ગયેલા વ્યક્તિને શોધવામાં સરળતા મળશે. કેમેરા સાથે નાઈટ વિઝન સાથે લાઈટ પણ હશે. ત્યારે હવે નદી, તળાવ કે કૂવામાં વ્યક્તિને હવે શોધવામાં સરળતા રહેશે. સુરતમાં સ્વિગીના 300 જેટલા ડિલિવરીમેન હડતાળ પર ઉતરી ગયા છે. ડિલિવરીનું કિલોમીટર દીઠ પેઆઉટ ઘટાડ્યું છે, જેના કારણે તેઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેથી જ્યાં સુધી પેઆઉટ નહિ વધે ત્યાં સુધી ડિલિવરી બંધ રખાશે.

Mar 9, 2020, 11:05 AM IST
Rescue Of 8 Year Old Boy From 45 Foot Deep Well In Surat PT4M38S

સુરતમાં 45 ફૂટ ઊંડા કૂવામાંથી 8 વર્ષના બાળકનું કરાયું રેસ્ક્યુ

સુરતમાં નાણાવટ પંડાલની પોળમાં 45 ફૂટ ઉંડા કૂવામાંથી એક 8 વર્ષનું બાળક પડી ગયું હતુ. જેને ભારે જહેમત પછી ગુલાબસિંહ નામના મજૂરે બચાવી લીધો છે. મોહમ્મદ અબ્દુલ ગીની નામક બાળક કૂવામાં પડતાં ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી પરંતુ પોતાના જીવની ચિંતા કર્યા વિના એક મજૂરે બાળકનો જીવ બચાવ્યો...

Feb 21, 2020, 10:40 PM IST
Rescue Of 4 Child Lions In Tulsi Shyam Range Of Gir Somnath PT4M26S

ગીર સોમનાથના તુલસીશ્યામ રેન્જમાં 4 બાળ સિંહનું કરાયું રેસ્ક્યૂ

ગીર પૂર્વના તુલસીશ્યામ રેન્જમાં ચાર બાળ સિંહોનું અદભૂત રેસ્કયુ કરાયું હતું. 3થી 4 વર્ષની ઉંમર ચાર બાળ સિંહોને સહી સલામત જંગલમાં છોડાયા હતા. રાત્રિના સમયે રાયડી પાટી ગામની શાળાના ઓરડામાં બાળ સિંહ ઘૂસી ગયા હતા. ગામ લોકોએ વન વિભાગને જાણ કરતા ખાંભા કચેરીના સ્ટાફ દ્વારા રેસકયુ કરાયું હતું. પાંચ કલાકની જહેમત પછી ચારેય બાળ સિંહોનું માતા સાથે મિલન કરાવ્યું હતું.

Jan 31, 2020, 09:00 PM IST
Rescue of young man at Surat PT2M16S

સુરતમાં એડવટાઇઝિંગના બોર્ડ પર ચઢી ગયો યુવક, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

સુરતમાં ફાયર વિભાગે એક યુવકનું રેસ્ક્યુ કર્યું છે. આ યુવાન એડવર્ટાઇઝિંગ બોર્ડપર ચડી ગયો હતો. ફાયર વિભાગે આખરે હાઇડ્રોલિક ક્રેનની મદદથી યુવાનને બચાવ્યો હતો. આ યુવકને પછી સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો.

Jan 26, 2020, 06:55 PM IST
Navsari money shower in Dayra event, man rescue from sabarmati river fall from train PT2M2S

નવસારીના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ, સાબરમતી નદીમાં પડી ગયેલા યુવકને રેસ્ક્યૂ કરાયો

નવસારીના કછોલી ગામે ખોડિયાર માતાના મંદિરના જીણોદ્ધાર નિમિતે ડાયરો યોજાયો હતો. લોકગાયિકા અલ્પા પટેલ પર લાખો રૂપિયા ઉડાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ, સાબરમતી ડી-કેબિન વિસ્તારથી કાલુપુર રેલવે સ્ટેશન જવા નીકળેલો યુવક મોડી રાતે સાબરમતી કેશવનગર રેલવે ઓવરબ્રિજ પરથી ટ્રેનની વ્હિસલ સાંભળી ડરીને નદીમાં પડ્યો હતો. પડી ગયેલા યુવકે એક કલાક સુધી મદદ માટે બુમો પાડી હતી, પરંતુ કોઈ મદદે ન આવ્યું નહોતું. છેવટે તેણે પલળેલી હાલત અને કડકડતી ઠંડી અને પવનના સુસવાટા વચ્ચે નદીની વચ્ચે આવેલા પિલ્લર પર આખી રાત વિતાવી પડી હતી. વહેલી સવારે રિવરફ્રન્ટના સિક્યુરિટી ગાર્ડે નદીમાં વચ્ચે યુવકને જોતા ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ બોટે તાત્કાલિક નદીમાં વચ્ચે પહોંચી યુવકને બચાવ્યો હતો.

Jan 21, 2020, 12:15 PM IST
Car Fall down At Mahi Canal In Nadiad PT6M25S

નડિયાદની મહી કેનાલમાં કાર ખાબકી, બાળકીનો આબાદ બચાવ

નડિયાદના કોલેજ રોડ પર આવેલ મહી કેનાલમાં કાર ખાબકી હતી. કારમાં બે લોકો સવાર હતા જેમાં એક ત્રણ વર્ષની બાળકી સહિત એક પુરુષ સવાર હતો. કાર કેનાલ પાસેથી પસાર થતી વખતે આ ઘટના બની હતી. કારમાં સવાર બાળકી અને એક વ્યક્તિનો સ્થાનિકોએ કેનાલમાં કુદીને આબાદ બચાવ કર્યો હતો.

Jan 20, 2020, 05:55 PM IST