Weather Forecast Today: દેશભરના મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસું બેસી ગયું છે. હવામાન ખાતાનું માનીએ તો આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં વરસાદ પડવાની વકી છે. મેદાની વિસ્તારોથી લઈને પહાડી રાજ્યો સુધી વરસાદનો સિલસિલો જોવા મળી રહ્યો છે. ક્યાંક વરસાદના પગલે ગરમીથી રાહત છે તો ક્યાંક વરસાદ આફત બીને વરસી રહી છે.