9000 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાઇ રહી છે આ મિઠાઇ, જાણો શું છે તેમાં ખાસ

તહેવારોની સીઝનમાં મિઠાઇ ખાવી સામાન્ય વાત છે, પરંતુ મિઠાઇ જો 9000 રૂપિયા પ્રતિ કિલોવાળી હોય ત્યારે વાત ખાસ થઇ જાય છે.

નવી દિલ્હી: તહેવારોની સીઝનમાં મિઠાઇ ખાવી સામાન્ય વાત છે, પરંતુ મિઠાઇ જો 9000 રૂપિયા પ્રતિ કિલોવાળી હોય ત્યારે વાત ખાસ થઇ જાય છે. ગુજરાત (Gujarat) ના સુરતમાં એક મિઠાઇની દુકાન પર ગોલ્ડ ઘારી (Gold Ghari) નામની એક ખાસ મિઠાઇ આજકાલ ચર્ચાનો વિષય બની છે. આ મિઠાઇની કિંમત 9000 રૂપિયા કિલો છે. 

આ રીતે બનાવવામાં આવે છે મિઠાઇ

1/5
image

આ મિઠાઇ માવા, ખાંડ, દેશી ઘી અને ડ્રાઇ ફ્રૂટ્સને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. પરંતુ આ ઘારીમાં ઇનોવેશન કરતાં ઘારી પર સોનાનો વર્ક ચઢાવી તેને ગોલ્ડ ઘારી નામ આપવામાં આવ્યું છે. 

આ કારણે સ્પેશિયલ છે આ મિઠાઇ

2/5
image

સામાન્ય રીતે આ મિઠાઇ 660-820 રૂપિયા પ્રતિ કિલોગ્રામમાં વેચાઇ છે. પરંતુ આ પારંપારિક મિઠાઇમાં એક નવો પ્રયોગ કરતાં તેને સ્પેશિયલ બનાવી દેવામાં આવી છે. તેમાં સોનાનો વર્ક ચઢાવવામાં આવ્યો છે. એટલા માટે મીઠાઇ આટલી મોંઘી છે.

દુકાનદારે કહી આ વાત

3/5
image

મિઠાઇ દુકાનદારનું કહેવું છે કે ગોલ્ડ ઘારી પર સોનાનો વર્ક લગાવવામાં આવ્યો છે. સોનું સ્વાસ્થ્યવર્ધક ગણવામાં આવે છે. હાલ તેની ડિમાન્ડ ઓછી છે પરંતુ આશા છે કે આગામી દિવસોમાં ડિમાન્ડ વધશે અને લોકોને આ મિઠાઇ પણ પસંદ આવશે. 

તહેવામાં ખૂબ વેચાય છે આ મિઠાઇ

4/5
image

તમને જણાવી દઇએ કે ગુજરાતમાં આ ઘારી મિઠાઇ દિવાળી અને બીજા તહેવારોમાં ખૂબ વેચાઇ છે. સુરત શહેરમાં ખાસકરીને આ મિઠાઇ વધુ વેચાઇ છે.

ગુજરાતમાં ઘારી મિઠાઇ ખાવાની પરંપરા

5/5
image

જોકે, શરદ પૂર્ણિમાના બીજા દિવસે ચંડી પડવાના દિવસે ગુજરાતમાં ઘારી મિઠાઇ ખાવાની પરંપરા છે.