ગઇ ભેંસ પાણીમાં: 1 વર્ષમાં GOLD એ આપ્યું 0 રિટન, સોનાની ચમક ફીકી પડી

31 માર્ચ, 2021 એટલે કે નાણાકીય વર્ષ 2020-21 નો અંતિમ દિવસ. 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થઇ રહ્યું છે. વેપારની દ્રષ્ટિએ ગત વર્ષે કોરોનાની મહામારી (Corona Pandemic) ના લીધે વૈશ્વિક સ્તર પર એકદમ સામાન્ય રહ્યું. ઘણી દ્રષ્ટિએ ગત વર્ષ ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું. તેમછતાં લોકોએ સુરક્ષિત રોકાણના વિકલ્પને શોધતાં ગોલ્ડ એટલે કે સોનામાં જોરદાર રોકાણ કર્યું. તો બીજી તરફ ગત વર્ષ એક વર્ષના લેખાજોખા અને રિટર્નની વાત કરીએ તો સોનું હજુ પણ ત્યાં જ દેખાયું જ્યાં એક વર્ષ પહેલાં હતું. 

સોનું કેટલું સોનું

1/5
image

31 માર્ચ 2021 એટલે કે નાણાકીય વર્ષ 2020-21 ના અંતિમ દિવસે સોના પર મળનાર રિટર્નની વાત કરીએ તો ચોંકાવનારો ખુલાસો થયો છે. 

વિશ્વાસ યથાવત

2/5
image

શેર બજારે જ્યારે નાણાકીય વર્ષ 2021-21 ની શરોઆતમાં રોકાણકારોને ઝટકો આપ્યો તો લોકોએ સુરક્ષિત રોકાણના વિકલ્પોની શોધ કરી ત્યારબાદ સામે આવ્યું કે ડેટાના અનુસાર સોના એટલે કે ગોલ્ડમાં જોરદાર રોકાણ કર્યું. 

ન મળ્યું રિટર્ન

3/5
image

ગત એક વર્ષના લેખાજોખા પર નજર કરીએ તો ગોલ્ડ એક વર્ષ પહેલાં જ્યાં હતું, ત્યાં જ છે. એટલે કે નાણાકીય વર્ષ 2019-20ના અંતિમ દિવસે 31 માર્ચ 2020 ના રોજ સોનું 43,335 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું, તો બીજી તરફ નાણાકીય વર્ષ 2020-21 ના અંતિમ દિવસે 31 માર્ચ 2021 ના રોજ સોનું 44300 ની આસપાસ કારોબાર કરતું જોવા મળ્યું. 

સોનાના ભાવ

4/5
image

તો બીજી તરફ 31 માર્ચ 2020થી 31 માર્ચ 2021 વચ્ચે ગોલ્ડ પ્રાઇસની તુલના કરીએ તો અત્યારે સોનું 43300 રૂપિયાની આસપાસ છે. જ્યારે ઠીક એક વર્ષ પહેલાં સોનાનો ભાવ આ જ હતો. એટલે કે 31 માર્ચ 2021 ના રોજ સોનાની કિંમત વર્ષ પહેલાં જ્યાં ટકેલી હતી, તે જ લેવલ પર પહોંચી ગઇ. 

ગોલ્ડ પર ચર્ચા

5/5
image

જોકે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન સોનાનો રેકોર્ડ હાઇ સ્તરને અડક્યો. માર્કેટના આંકડાના અનુસાર ઓગસ્ટ 2020 માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56191 રૂપિયાના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગયો હતો. તો ગત વર્ષે સોનાએ 43 ટકા રિટર્ન આપ્યું હતું.